સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો
સ્થાવર મિલકતની તબદીલીના લેખોમાં સ્ટેમ્પ ડ્યુટીનો કુલ દર ૫.૯૫ % નો હતો , જે તા.૦૧ / ૦૪ ૨૦૦૭ થી ઘટાડીને ૪.૯૦ % નો કરવામાં આવેલ છે . આમ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ૧.૦૫ % ની સરકારશ્રી દ્વારા રાહત આપવામાં આવેલ હતી જે હાલમાં યથાવત છે
સ્ટેમ્પ્સ ડ્યુટીના દરોનું સરળીકરણ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ -૧૯૫૮ તથા ઇ-સ્ટેમ્પીંગ રૂલ્સ -૨૦૧૪ તથા ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-૧૯૮૭ માં સુધારો કરવામાં આવેલ છે .
૧ . ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ -૧૯૫૮ ની અનુસુચિ -૧ ના જુદા જુદા આર્ટિકલો પૈકી જે આર્ટીકલો ફિક્સ સ્ટેમ્પ ડ્યુટીના દર ધરાવતા હતા , તેવા આર્ટીકલોના દરોમાં સુધારો કરી ગુજરાત રાજ્યમાં તા .૦૫.૦૮.૨૦૧૯ થી અમલમાં મૂકવામાં આવેલ છે .
૨. ઇ - સ્ટેમ્પીંગ રૂલ્સ -૨૦૧૪ ના નિયમ -૧૩ માં તા .૨૩.૦૮ .૨૦૧૯ ના જાહેરનામાથી ઇ - સ્ટેમ્પીંગ લાયકાતમાં શીડયુલ બેંકો , કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર ચાર્ટર્ડ એકાઉટન્ટ કંપની સેક્રેટરી , બંદર પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ - ગવર્નન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર , RBI રજીસ્ટર્ડ નોન - બેંકીગ ફાઇનાન્સિયલ કંપની અને લાયસન્સી નોટરી અથવા સરકારશ્રીના પૂર્વ પરામર્શ બાદ કોઇ વ્યકિત એજન્સી ACC તરીકે લાયસન્સ મેળવી શકશે તેવો સુધારો કરવામાં આવેલ છે.
૩ . તા .૭૦૯૨૦૧૯ અને તા .૩૦/૦૯/૨૦૧૯ ના જાહેરનામાથી ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો ૧૯૮૭ માં નિયમ -૮ ( એ ) નવો દાખલ કરીને તા.૦૧ / ૧૨ / ૨૦૧૯ થી નોન - જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવામાં આવેલ છે
ઇ - સ્ટેમ્પીંગ
ઇ - સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની કામગીરી સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ . આમ ગુજરાત સમગ્ર દેશને દ્વારા ઇ - સ્ટેમ્પીંગ પધ્ધતિનો રાહ ચીંધેલ છે. આ માટે રાજ્ય સરકારે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન સાથે તા.૧૫/૧૧/૨૦૦૬ ના રોજ એગ્રીમેન્ટ કરી રાજ્યના પાટનગર ગાંધીનગર તથા અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરોમાં ૨૫ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે તથા સપ્ટેમ્બર ૨૦૦૮ થી તમામ જિલ્લા હેડક્વાર્ટર્સ ખાતે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સને -૨૦૧૧ થી તાલુકા કક્ષાની તમામ સબ - રજીસ્ટ્રાર કચેરીઓમાં આ સુવિધા ઉપલબ્ધ છે. હાલમાં કુલ ૨૮૭ સબ - રજીસ્ટ્રાર કચેરી તથા અન્ય ઇ - સ્ટેમ્પીંગના કાઉન્ટરો મળી કુલ ૪૭૨ ઇ - સ્ટેમ્પીંગના કાઉન્ટરો આ સેવા આપે છે . જુલાઇ -૨૦૧૨ થી ઇ - સ્ટેમ્પીંગનું કલેક્શન સરકારી ખાતામાં સાયબર ટ્રેઝરી દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને તા.૧૫ જુન, ૨૦૧૬ થી ઇ - સ્ટેમ્પીંગની ચૂકવણી ઇ - પેમેન્ટ ગેટ - વે મારફતે સરકારશ્રીમાં જમા કરવામાં આવે છે . ઇ - સ્ટેમ્પીંગ સુવિધાથી જાહેર જનતાને નાણાંની સલામતીની ઝડપી સેવા પણ ઉપલબ્ધ થયેલ છે. જિલ્લા મથકોએ ઇ - સ્ટેમ્પીંગની રકમ રાજ્ય સરકારના ખાતે વધુમાં વધુ ૨૪ ક્લાકની અંદર ટી ૧ ના ધોરણે સાયબર ટ્રેઝરી મારફત જમા થઇ જાય છે જેથી રાજ્ય સરકારને અન્ય કોઇ વધારાના ખર્ચ વગર સીધી રકમ મળી રહે છે . ઇ - સ્ટેમ્પીંગ સુવિધા અન્વયે રાજ્ય સરકારને સ્ટેમ્પ વેન્ડર તથા ફ્રેન્કીંગ સુવિધા કરતાં ઓછું વળતર કમીશનનો ખર્ચ થાય છે . અન્ય સુવિધામાં ૧ % ની સામે ઇ સ્ટેમ્પીંગનું કમીશન ૦.૬૫ પૈસા છે આમ, રાજ્ય સરકારની નીતિ સાથે સુસંગત થઇ આધુનિકીકરણની નીતિમાં અગ્રેસર છે
ઇ - સ્ટેમ્પીંગ રૂલ્સ-૨૦૧૪ ના નિયમ -૧૩ માં તા.૨૩/૦૮/ ૨૦૧૯ ના જાહેરનામાથી ઇ - સ્ટેમ્પીંગ લાયકાતમાં શીડયુલ બેંકો , કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર , ચાર્ટર્ડ એકાઉટન્ટ , કંપની સેક્રેટરી , બંદર પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ ઇ - ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર , RBI રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરીનો સુધારો કર્યા બાદ તા .૩૧ / ૦૧ / ૨૦૨૧ ની સ્થિતિએ કુલ -૩૩૮૭ નવા ઇ - સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે . આ જોગવાઈઓમાં , ભારતીય સ્ટેમ્પ અધિનિયમ -૧૮૮૯ , મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ -૧૯૫૮ હેઠળ કરેલા નિયમોના અમલ માટે સ્ટેમ્પ અધિક્ષકની કચેરીના કર્મચારી વર્ગના પગાર ભથ્થાનો તથા અન્ય કચેરી ખર્ચનો સમાવેશ થાય છે તેમજ કોર્ટ ફીની વસૂલાત માટેના વહીવટી ખર્ચનો સમાવેશ થાય છે .
No comments:
Post a Comment