ઇ સમાજ કલ્યાણ 2022 ગુજરાત | નોંધણી, લોગિન, ઓનલાઈન અરજી, અરજીની સ્થિતિ સંપૂર્ણ વિગતો - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, June 21, 2022

ઇ સમાજ કલ્યાણ 2022 ગુજરાત | નોંધણી, લોગિન, ઓનલાઈન અરજી, અરજીની સ્થિતિ સંપૂર્ણ વિગતો

 ઇ સમાજ કલ્યાણ 2022 ગુજરાત | નોંધણી, લોગિન, ઓનલાઈન અરજી, અરજીની સ્થિતિ સંપૂર્ણ વિગતો

ઇ સમાજ કલ્યાણ 2022 | સમાજ કલ્યાણ યોજન પીડીએફ | ઇ સમાજ કલ્યાણ યોજના 2022 | ઇ સમાજ કલ્યાણ ગુજરાત સરકાર માં | ઇ સમાજ કલ્યાણ ગુજરાત નોંધણી | ઇ સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્થિતિ | ઇ સમાજ કલ્યાણ સરકાર માં | ઇ સમાજ કલ્યાણ ગુજરાત યોજના | ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ | ઇ સમાજ કલ્યાણ 2022 ગુજરાત | ઇ સમાજ કલ્યાણ યોજના સ્થિતિ માટે આવા બધા પ્રશ્નો ના સમાધાન રૂપે અને આવા લોકો ને સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જેવી કે ઘર વિહોણા લોકો માટે મફત પ્લોટ સહાય યોજના તથા તે પ્લોટ પર આવાસ બનાવવા માટે વિવિધ આવાસ યોજનાઓ, વૃદ્ધો માટે વૃધ્ધ સહાય યોજના, વિકલાંગો માટે વિવિધ યોજનાઓ, દીકરીઑ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી ગરીબ લોકો ને ખૂબ જ સરળતા થાય છે.  માટે વિચારતી વિમુક્તિ અને પછાત જાતિના લોકો ને આ વિવિધ યોજનાઓનો લાભ સીધી રીત થી મળી રહે તે હેતુ થી ગુજરાત સરકાર દ્વારા e samaj kalyan 2022 Gujarat ની શરૂઆત કરવામાં આવી છે. આ આર્ટીકલ માં અમો e samaj kalyan yojana Portal 2022 (e samaj kalyan gujarat gov in)  વિષે સંપૂર્ણ જાણકારી આપીશું.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ નવી નવી સમાજ કલ્યાણ યોજનાઓ અમલી તથા જૂની યોજનાઓ માં સુધારા વધારા કરી નવી જેવી બનાવી ને અમલમાં મૂકવામાં આવતી હોય છે. જો કે ગુજરાત સરકાર હાલ ના સમય માં દરેક રાજ્ય કરતાં સૌથી સારો વિકાસ કરતું રાજ્ય માનવામાં આવે છે. પરંતુ હજુ સુધી 30% લોકો ગરીબી રેખા ની નીચે જીવન ગુજારે છે, તેવા લોકોને રહેવા માટે ઘર પણ હોતા નથી કે ઘર હોય તો જર્જરિત અવસ્થામાં હોય છે, આવા લોકો ને જ્યારે કોઈ પ્રસંગ દીકરી ના લગ્ન કરવાના હોય તો ઘણું મુસકેલ બની જાય છે.

ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, પરંતુ હજુ સુધી ઘણા સમુદાયો માં એવા લોકો પણ છે કે તેઓને પોતાનું જીવન ગુજરાન કરવા પણ બીજા લોકો પર નિર્ભર રહેવું પડતું હોય છે. જે સરકાર માટે ગંભીર બાબત છે. માટે રાજયમાથી ગરીબી ને દૂર કરવા અને આવા લોકો ને પોતાનું જીવન સધ્ધર રીતે ગાળી શકે તે હેતુ તે આવા લોકો ને ઉપયોગી બને તેવી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સરકાર અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓનો સીધો લાભ રાજ્યના લોકો ને મળી રહે અને વચેટિયાઓ થી દૂર રહે અને સહાય પણ સરળતા થી મળી રહે તે હેતુ થી વિવિધ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમ કે Ikhedut Poral, Digital Gujarat Portal, Digital Seva Setu Portal, Anyroar Portal વગેરે,

આ પોર્ટલો ના માંધ્યમ થી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓની જાણકારી લોકો સરલતાપૂર્વક પહોચાડી શકાય છે, અને લોકો દ્વારા આ અમલમાં મૂકવામાં આવેલ યોજનો અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન પણ ઘરે બેઠા આ પોર્ટલ ના મધ્યમ થી કરી શકાય છે, અને અરજદાર ને કોઈ સરકારી કચેરી ના ધક્કા પણ ખાવાનું રહેતું નથી. બસ e samaj kalyan 2022 Gujarat પણ એક Portal જ છે, જેના માધ્યમ થી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક રીતે ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, નિરાધાર, અપંગ, અનાથ વ્યક્તિઓ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ નો લાભ આ લોકો ઘરે બેઠા મોબાઈલ ના મધ્યમ થી પણ આવેદન કરી ને મેળવી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક રીતે ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, નિરાધાર, અપંગ, અનાથ વ્યક્તિઓ માટે અમલમાં મૂકવામાં આવેલ e samaj kalyan Yojana Portal એ આ લોકો ના હિત માટે તથા તેમના જીવન માં ઉપયોગી બને તેવી અમલમાં આવતી વિવિધ યોજનાઓ નો લાભ સીધો મળી રહે, આ લોકો યોજનાઓ ના લાભ માટે વિવિધ સરકારી કચેરીઓ ના ધક્કા ન ખાવા પડે, વચેટિયાઓ નો નિકાલ કરવા તથા આવા લોકો ઘરે બેઠા યોજનાઓ માં સહાય મેળવવા માટે આવેદન કરી શકે તે હેતુ થી શરૂ કરવામાં આવેલ છે.

e samaj kalyan Portal Gujarat 2022 ( e samaj kalyan gujarat gov in) એ અપંગ, નિરાધાર, વિધવા મહિલાઓ, અનાથ,આ એન ગરીબ વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી પોર્ટલ નિવડસે, અને ગુજરાત સરકાર દ્વારા જે ઉદેશ્ય અને લક્ષ્યાંક સાથે યોજનાઓ અમલી કરવામાં આવે છે, તે લક્ષ્યાંક અને ઉદેશ્ય સરળતા થી પૂરો થશે. આવા ડિજિટલ પોર્ટલ ના ઉપયોગ થી રાજ્યમાથી ભ્રસ્ટાચાર પણ ઓછો થવા પામસે અને વિવિધ યોજનાઓ નો સીધો લાભ લોકો સુધી પહોચી શકસે.

ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો ના હિત માટે શરૂ કરવામાં આવેલ e samaj kalyan Gujarat અંતર્ગત નીચે મુજબ ની યોજનાઓ નો સમાવેશ કરવામાં આવેલ છે, અને આ બધી યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે આવેદક e samaj kalyan Gujarat Portal ની આધિકારિક વેબસાઇટ પર જઈ ને ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરી શકે છે.


નિયામક વિકસતી જાતિ કલ્યાણ માટે ની યોજનાઓ

નીચે આપેલી યોજનાની સૂચિ માથી કોઈ પણ યોજનાની વધુ માહિતી કે આવેદન કરવા માટે યોજના ના નામ પર ક્લિક કરવું

કુવરબાઈ નું મામેરું યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જાતિ પ્રમાણપત્ર.

કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લાઇસન્સ માટે લોન યોજના

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.

માનવ ગરિમા યોજના.

બેંકેબલ યોજના માટેની લોન યોજના.

પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ યોજના.

ડોક્ટર નો વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના.

વકીલાત નો વ્યવસાય શરૂ કરવા માટે લોન યોજના

વિધાર્થીઓ માટે વિદેશ માં અભ્યાસ માટે લોન સહાય યોજના.

વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ

અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ

વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ

અનુસુચિત’ જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ


નિયામક સમાજ સુરક્ષા વિભાગ ની યોજનાઓ

પાલક માતા પિતા યોજના.

નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાકીય સહાય યોજના.

દિવ્યાંગો ને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના.

સંત સૂરદાસ યોજના.

દિવ્યાંગ વ્યક્તિ ઑ માટે મફત બસ પાસ યોજના

વૃદ્ધાશ્રમ યોજના.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના.

ઇ સમાજ કલ્યાણ યોજના નોંધણી પ્રક્રિયા

e samaj kalyan 2022 ની આધિકારિક વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જાઓ.

હોમ પેજ ડાબી બાજુ પર દેખાતા “જાતે નોધણી કરો” વિકલ્પ પર ક્લિક કરો.


એક નવું પેજ ખૂલસે જેમાં આવેદક ની પૂરું નામ(આધાર કાર્ડ પ્રમાણે), Gender, જન્મ તિથી, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, જાતિ અને 2 વાર પાસવર્ડ ની વિગત ભરી દો.

આ બધી વિગત યોગી રીતે ભરાઈ ગયા બાદ કેપચા કોડ નાખી ને “Register” વિકલ્પ પર ક્લિક કરો.


“Register” વિકલ્પ પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ પોપઅપ ખૂલસે જેમાં તમારા દ્વારા નાખેલ માહિતી હસે જે એક વાર ચકાસી લો.

તમારા દ્વારા ભરવામાં આવેલ માહિતી યોગ્ય હોય તો “Confirm” વિકલ્પ પર ક્લિક કરો.


“Confirm” વિકલ્પ પર ક્લિક કરતાં ની સાથે આવેદક ની e samaj kalyan Yojana Registration Process પૂરી થસે અને UserID દર્શાવતી એક પોપઅપ ખૂલસે,

જે UserID ને સારી જગ્યા એ નોધી લો, આવેદક ની User ID અને Password Registartion સમયે નાખવામાં આવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પણ મોકલવામાં આવશે


ઇ સમાજ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી પ્રક્રિયા

e samaj kalyan 2022 ની આધિકારિક વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જાઓ.

હોમ પેજ પર જમણી બાજુમાં દેખાતા “નાગરિક નું લૉગિન” મેનૂ માં User ID, Password અને કેપચા કોડ નાખી ને “Login” વિકલ્પ પર ક્લિક કરો.


આવેદકે રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રથમ વખત લૉગિન કર્યું હસે તો તેને પ્રોફાઇલ ની વિગત અપડેટ કરવાની રહેશે.

પિતા/પતિ નું નામ, ગુજરાતીમાં નામ, સરનામું, હાલ નું સરનામું તથા પાસપોર્ટ સાઇટ ફોટો અપલોડ કરી ને “Update” વિકલ્પ પર ક્લિક કરો.


જે યોજના માં આવેદન કરવા ઇચ્છતા હોય તે યોજના પર ક્લિક કરો.

યોજના પર ક્લિક કરતાં ની સાથે એક નવું પોપઅપ ખૂસલે જેમાં યોજના વિષે ટૂંક માં માહિતી આપેલી હસે, તે વાંચી ને “OK” વિકલ્પ પર ક્લિક કરો.


માંગવામાં આવેલી તમામ જાણકારી ભરી દો અને “Save&Next” વિકલ્પ પર ક્લિક કરો.

માંગવામાં આવેલ તમામ દસ્તાવેજો અપલોડ કરો.

નિયમો અને સરતો વાંચી તેને સ્વીકારી ને “Save Application” વિકલ્પ પર ક્લિક કરો.

“Save Application” વિકલ્પ પર ક્લિક કરતાં ની સાથે એક નવું પેજ ખૂલસે જેમાં આવેદક નો અરજી નંબર આપેલ હસે. તે અરજી નંબર ને સારી જગ્યા એ નોધી લો.

આ અરજી નંબર Registartion સમયે નાખવામાં આવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પણ મોકલવામાં આવશે.


“અરજી પ્રિન્ટ કરો” વિકલ્પ પર ક્લિક કરી ને અરજી ની પ્રિન્ટ કાઢી લો અથવા પીડીએફ ફૉર્મટ મે સેવ કરી દો.

ઇ સમાજ કલ્યાણ યોજના એપ્લિકેશન સ્થિતિ

e samaj kalyan 2022 ની આધિકારિક વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જાઓ.

હોમ પેજ ડાબી બાજુ પર દેખાતા “તમારી એપ્લીકેશન ની સ્થિતિ” વિકલ્પ પર ક્લિક કરો.


અરજી નંબર અને જન્મ તારીખ નાખો. અને “સ્થિતિ જુઑ” વિકલ્પ પર ક્લિક કરો.


આવેદક દ્વારા નાખેલ અરજી નંબર અને જન્મ તારીખ મેચ થયે થી કરેલ અરજી ની હાલ ની સ્થિતિ એક નવા પેજ માં ખૂલી જસે.


No comments: