Tuesday, June 21, 2022
New
PM Kisan Yojana 2022 નું નવું લિસ્ટ જાહેર થઈ ગયું છે જો તમે પણ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ના 2022 ના નવા લિસ્ટ માં તમારું નામ છે કે નહીં તે જાણવું હોય તો આજના આ આર્ટીકલ માં અમે તમામ સ્ટેપ ને વિસ્તાર માં સમજાવેલ છે, જેને અનુસરી ને કોઈ પણ વ્યક્તિ પીએમ કિસાન યોજના 2022 ના નવા લિસ્ટમાં પોતાનું નામ સહેલાઈ થી જાણી શકે છે.
PM Kisan Yojana 2022 અંતર્ગત સરકાર દ્વારા આજ સુધી માં 11,29,28,224 લાભાર્થીઓ ને મંજૂરી આપવામાં આવી છે જે પૈકી 10,49,15,053 લાભાર્થીઓ ને 7 હપ્તા એટલે કે 14,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. હાલ માં સરકાર દ્વારા 11 મો 2,000 નો હપ્તો નાખવાની ઘોસણા કરવામાં આવી છે, જે માટે એક નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરી ને પોતાનું નામ ચકાસી શકે છે.
PM કિસાન યોજના 2022 ની યાદીમાં નામ કેવી રીતે તપાસવું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો ની આર્થિક સ્થિતિ ને સુધારવા માટે તથા ખેતીના ક્ષેત્રે આધુનિકરણ લાવવા માટે ખેડૂતો ને સહાય આપવા માટે ઘણી બધી યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેમાં પીએમ કિસાન યોજના 2022 સૌથી મોખરે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરાયેલ PM Kisan Yojana 2022 અંતર્ગત યોજનાના માપદંડો ને અનુસરતા ખેડૂત ને પ્રતિ ચાર મહિને 2,000 રૂપિયાની સહાય એટ્લે કે પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની વિતીય સહાય ખેડૂત ના બેન્ક ખાતામાં DBT ના માંધ્યમ થી સીધી જમા કરવામાં આવે છે. આ સહાય ખેડૂત ને ખેતીમાં તથા તેના જીવન માં ઘણી ઉપયોગી બની રહે છે.
સ્ટેપ 1 :- PM Kisan Yojana ની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
ભારત સરકાર દ્વારા 2022 ના વર્ષ માં PM Kisan Yojana 2022 List ને જાહેર કરવામાં આવ્યું છે જેને જોવા માટે સૌ પ્રથમ PM Kisan Yojana ની આધિકારિક વેબસાઇટ પર જવાનું રહેશે. Click Here
સ્ટેપ 2 :- Beneficiary List પર ક્લિક કરો.
PM Kisan Yojana ની આધિકારિક વેબસાઇટ પર ગયા બાદ હોમ પેજ પર જમણી બાજુ માં Farmers Corner ના મેનૂ માં Beneficiary List નું બટન હસે તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3 :- રાજ્ય ની પસંદગી
Farmers Corner ના મેનૂ માં Beneficiary List ના બટન પર ક્લિક કરવા થી એક નવું પેજ ખૂલસે જેમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ ની પાસનદી કરવાની હસે જેમાં સૌ પ્રથમ રાજ્ય ની પસંદગી કરો.
સ્ટેપ 4 :- જિલ્લા ની પસંદગી
રાજ્ય ની પસંદગી કર્યા બાદ જિલ્લા ના વિકલ્પ માં તમારા પસંદ કરેલ રાજ્યો ના જિલ્લાઓ ના નામ આવી જસે તેમાં તમારા જિલ્લા ની પસંદગી કરો.
સ્ટેપ 5 :-પેટા જિલ્લા ની પસંદગી
જિલ્લા ની પસંદગી કર્યા બાદ પેટા જિલ્લા ની પસંદગી કરવાની રહેસે જેની પસંદગી કરી લો.
સ્ટેપ 6 :-તાલુકાની પસંદગી
પેટા જિલ્લા ની પસંદગી કર્યા બાદ તે પેટા જિલ્લા માં આવેલ તાલુકાઓ ની યાદી ખૂલી જસે જે પૈકી તમારા તાલુકા ની પસંદગી કરો.
સ્ટેપ 7 :- ગામ ની પસંદગી
તાલુકા ની પસંદગી કર્યા બાદ પસંદ કરેલ તાલુકા માં જે ગામો હસે તે ગામો ની યાદી ખૂલી જસે તે ગામો પૈકી તમારા ગામ ની પસંદગી કરો.
સ્ટેપ 8 :- Get report પર ક્લિક કરો
લાભાર્થી દ્વારા જે ગામ ની PM Kisan Yojana 2022 List જોવા માટે પસંદગી કર્યા બાદ Get report બટન પર ક્લિક કરો. Get report કરતાં ની સાથે નીચે પસંદ કરેલ ગામ ની PM Kisan Yojana 2022 List ખૂલી જસે, જેમાંથી તમે તમારું નામ શોધી કે ડાઉનલોડ પણ કરી શકો છો.

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Website
Labels:
Website
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment