મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ , ૧૮૭૯ ની કલમ -૭૩ એએ હેઠળની જોગવાઈઓ મુજબ આદીવાસી વ્યકિતની જમીન આદીવાસી કે બિનઆદીવાસી વ્યકિતને તબીલ કરવાના કિસ્સામાં સક્ષમ અધિકારી તરીકે કલેકટર અથવા શીડયુલ વિસ્તાર માટે જિલ્લા પંચાયતની મંજુરી લેવાની હોય છે . જેમાં બિનઆદીવાસી વ્યકિતને તબદીલી કરવાના કિસ્સામાં સરકારશ્રીની પૂર્વ પરવાનગી લેવાની રહે છે .
રાજય સરકાર / કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આદીવાસી વિસ્તારોમાં જાહેર હેતુના વિકાસના કામો જેવા કે શાળાઓ , હોસ્પિટલ , જાહેર રસ્તા , આંગણવાડી , હેન્ડપંપ જેવી સવલતો ઉભી કરવા માટે આદીવાસી વિસ્તારોમાં સરકારી પડતર અથવા પંચાયત - નગરપાલિકાની જમીનો ઉપલબ્ધ હોતી નથી , જેને કારણે આવા વિકાસના કામો કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે . આ પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે તેમજ જાહેર વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમજ આદીવાસી વિસ્તારોમાં વિકાસના કામોનો લાભ સબંધિત વિસ્તારના લોકોને મળી રહે તે માટે જો આદીવાસી વ્યકિતઓ સ્વેચ્છાએ તેમની ખેતીની / બિનખેતીની જમીન આવા કામો માટે સરકારશ્રીને સુપ્રત કરવા તૈયાર હોય તો નીચે દર્શાવેલ શરતો / મુદૃાઓ વિચારણામાં લઈ જમીન સરકારી હેતુ માટે ઉપયોગમાં લેવા માટે સબંધિત પ્રાંત અધિકારી પરવાનગી આપી શકશે .
No comments:
Post a Comment