નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ મુજબ સગીરના હક્કનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી ?
વંચાણે લીધુઃ
(૧) માન. વિનેન્દ્રસિંહ ડી. ઝાલા ધારાસભ્યશ્રી ૨૭- હિંમતનગર વિધાનસભાની રજુઆત
(2) महसूल विभागना ता.२५/१०/२०२३ ना पत्र मांड: RD/MSM/e-file/15/2023/5444/H1 (Stamps) થી મળેલ કાયદાવિભાગ, ગુજરાત સરકારનુ માર્ગદર્શન.
પરિપત્ર:
આમુખ (૧) વંચાણે લેતા રાજ્યમાં સબ રજીસ્ટાર કચેરીઓમાં રજુ થતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર હોય તેવા કિસ્સામાં સબ રજીસ્ટ્રારશ્રીઓ દ્વારા અરજદારોપાસે કોર્ટની પરવાનગી માંગવામાં આવે છે. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ મુજબ સગીરના હક્કનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી. જેથી સદર બાબતે સગીરના કિસ્સામાં દસ્તાવેજ નોંધણીમાં વિસંગતતાઓ દૂર થાય તે અંગેની માન. ધારાસભ્યશ્રી દ્વારા અત્રે રજુઆત કરેલ હતી. જે અંગે અત્રેથી કાયદા વિભાગનુ માર્ગદર્શન માંગેલ હતુ. આમુખ (૨) વાળા પત્રથી કાયદાવિભાગનુ માર્ગદર્શન મળેલ છે.
જ્યારે સગીરનો પ્રતિનિધિ સગીર વતી દસ્તાવેજ રજુ કરે જેમાં સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરનો વણવહેચાયેલ હક-હિસ્સો તબદીલ થતો હોય તેવા કિસ્સામાં કોર્ટની પરવાનગીની જરૂર રહેતી નથી. પરંતુ જ્યારે સ્થાવર મિલકતની પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી થયેલ હોય તથા સગીરનો હક- હિસ્સો નક્કી થયેલ હોય તેવા કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.
No comments:
Post a Comment