ગામના નમુના નં.૨ :- કાયમી ઉપજનું પત્રક :-
ગામના નમૂના નં.૧ માં જેવી રીતે ખેતીની ઉપજ બતાવવામાં આવે છે. તેવી જ રીતે નમૂના નં.૨ માં ખેતી સિવાયની અને બીજી ઉપજ બતાવવામાં આવે છે. આ નમૂનામાં ત્રણ વિભાગ કરી હકીકત દાખલ કરવામાં આવે છે.
ભાગ-૧ :- ગામતળિયુ, રસ્તા અને સર્વે નંબરમાં દાખલ નથી તેવી જમીન દાખલ થાય છે.
ભાગ-૨ :- સર્વે નંબર પૈકીની જમીન મહેસુલ નિયમના નિયમ-૮૧ મુજબ થયેલા દરની જમીનો ખેતી સિવાયના કામ માટે આપવામાં આવી હોય તે દાખલ થાય છે.
ભાગ-૩ :- ખેતીના કામ માટે ખાસ શરતોથી આપેલી જમીનનો, ફળ ઝાડો કે બાવળના ઝાડ ઉછેરવા વગેરે ખાસ શરતોથી જુદા દરથી અગર અમુક શરતોથી માફી તરીકે આપેલી હોય તેવી જમીનો દાખલ થાય છે.
ગામના નમૂના નં.૧ અને ૫ ની તારીજમાં હકીકત દાખલ કરવા સારૂ આ નમૂનાની તારીજ દર વર્ષ કરવામાં આવે છે. જે વર્ષમાં ફેરફાર ન હોય તે વર્ષમાં નવીન તારીજ કરવાની જરૂર નથી. આ નમૂનામાં જે જમીનો દાખલ થાય તે પાંચ વર્ષ કે તેલથી વધુ સમય માટે પટ્ટે આપેલી હોય તે દાખલ કરવી. ૫ વર્ષથી ઓછી મુદતની જમીનો નમૂના નં.૪ માં પરચુરણ ઉપજ તરીકે લેવી કોઈપણ જમીન મંજૂર કરવામાં આવે ત્યારે તાલુકા વિકાસ અધિકારી તાલુકાના નમૂના નં.૨ માં દાખલો રાખી આ નમૂનામાં નોંધ કરવા મંજુરીનો હુકમ મંત્રી તરફ મોકલશે. મંત્રી તે હુકમના આધારે કોલમ-૪ માં નોંધ કરશે.
તાલુકા વિકાસ અધિકારીના હુકમથી નમૂનો ફરીથી લખવામાં આવે અગર સર્વે જમાબંધીની મુદત પુરી થાય ત્યારે અગર નમૂનો ફાટી ગયો હોય કે બગડી ગયો હોય ત્યારે વચગાળાના સમયમાં અમલમાં હોય તેવા તમામ પટ્ટા અને તેની શરતો ધ્યાનમાં રાખીને નવેસરથી બનાવી શકાય છે.
No comments:
Post a Comment