વડનગર ખાતે એરપોર્ટ વિકસાવવા પ્રી-ફીઝીબીલીટી સ્ટડી બાબત.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, નાયબ કલેકટરશ્રી, નિયામક, નાગરીક ઉડ્ડયનની કચેરી, અમદાવાદના સંદર્ભ તળેના પત્રથી સરકારશ્રી દ્વારા મોજે. વડનગર તા.વડનગર જી.મહેસાણા ખાતે એરપોર્ટ વિકસાવવાનું આયોજન હોઇ, સદર જગ્યાએ એરપોર્ટ વિકસાવવા તા.૦૬/૧૨/૨૦૨૩ ના રોજ વડનગર ખાતે એરપોર્ટ પ્રી-ફીઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમ આવવાની છે.
ઉકત વિગતે તા.૦૬/૧૨/૨૦૨૩ ના રોજ મોજે.વડનગર ખાતે નાયબ કલેકટરશ્રી, નિયામક, નાગરીક ઉડ્ડયનની કચેરી, અમદાવાદના તા.૨૨/૧૧/૨૦૨૩ (નકલ સામેલ છે) ના પત્રમાં દર્શાવેલ મોજે.ગુજા, વડનગર અને ચાંદપુર એમ ત્રણ ગામોના અંદાજીત ૧૫૯ સર્વે નંબરોના ૭/૧૨, ગામનો નકશો અને સર્વે માટેના સાધન સાથે હાજર રહેવા સુચન આપવામાં આવે છે.
No comments:
Post a Comment