ખેતરમાં કાંટાળા તારનું ફેન્સિંગ કરવા ખેડૂતો ૩૦ દિવસમાં અરજી કરી શકશે.
ગુજરાતના ખેડૂતો ખેતરના ફરતે કાંટાળા તારનું ફેન્સિંગ કરી શકે તે માટે કૃષિ વિભાગે ઝોન પ્રમાણે દિવસ નક્કી કરીને આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. આ યોજનામાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે ૨૦૦ અથવા ખર્ચના ૫૦ ટકા બન્નેમાંથી જે ઓછુંહોયતે પ્રમાણે સહાય અપાયછે.
ખેડૂતો ચાલુ વર્ષે પણ આ યોજનાનો લાભ લેવામાટેઅરજી કરીશકેતેહેતુથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૮મી ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા માટે ૧૦મી ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ૧૨મી ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.
No comments:
Post a Comment