સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમોમાં ૧૨૫ ચો.મી. સુધીના બાંધકામની વિકાસ પરવાનગી પ્રક્રિયાનુ સરળીકરણ
ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હુકમ ક્રમાંક : ઇડીબી-૧૦૨૦૧૬-૩૬૨૯-લ સચિવાલય, ગાંધીનગર. તા. ૧૪-૦૯-૨૦૧૬
આમુખ:
રાજ્યમાં મહાનગરપાલિકાઓ, તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં બાંધકામની મંજુરી માટે દરેક સત્તામંડળોને પોતાના અલગ અલગ વિકાસ નિયંત્રણ નિયમો અમલમાં છે. તથા દરેકની અરજી કરવા તથા વિકાસ પરવાનગી લેવાની અલગ અલગ પ્રક્રિયા અમલમાં છે.
ઈઝ ઓફ ડુઇંગ બીઝનેસ અંતર્ગત સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત એક અતિ મહત્વના નિર્ણય તરીકે એક માલિકીના ૧૨૫ ચોરસ મીટર સુધીના રહેણાંકના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે નગરપાલિકા/ મહાનગરપાલિકા પાસેથી બાંધકામ મંજૂરીની મેળવવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરેલ છે. આ અરજદારોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર કરેલ લે-આઉટ પ્લાનના સબ-પ્લોટ કે બિલ્ડીંગ યુનિટ માં જી.ડી.સી.આર.ને આધિન રહેણાંકના બિલ્ડીંગ પ્લાન લાયસન્સ ધરાવતા એન્જીનીયર/આર્કિટેક્ટ દ્વારા બનાવી, અરજદારશ્રી અને એન્જીનીયર/ આર્કિટેક્ટની સંયુકત એફીડેવીટ સાથે બે-નકલમાં સત્તામંડળમાં રજૂ કરી, સત્તામંડળે સ્વીકારેલ પ્લાનની નકલ મેળવ્યા બાદ બાંધકામ શરૂ કરી શકશે. બાંધકામ પૂર્ણ થયે જે તે સત્તામંડળના નિયમ મુજબ વપરાશ કરવા અંગેની પરવાનગી લેવાની રહેશે. આ પરવાનગી મળ્યેથી સત્તામંડળની માળખાકીય સુવિધાનો અરજદારને લાભ મળશે. જે માટે સામેલ એનેક્ષર-૧ ની શરતો મુજબ અને એનેક્ષર-૨ મુજબ બાંહેધરી પત્ર જે તે સત્તામંડળમાં રજુ કરવાનુ રહેશે.
હુકમ:
ઉપર્યુકત તમામ હકીકતો અને વિગતો ધ્યાનમાં લઇને, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કલમ-૩, ૬ તથા ૨૨ હેઠળ રચાયેલ/નિર્દિષ્ટ કરાયેલ તમામ વિસ્તાર વિકાસ સત્તામંડળો અને શહેરી વિકાસ સત્તામંડળોને અધિનિયમની કલમ-૧૨૨ હેઠળ હુકમ કરવામાં આવે છે કે ૧૨૫ ચો.મી. કે તેથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતા વ્યક્તિગત રહેણાંકના એકમ માટે એનેક્ષર-૧ તથા ૨ માં દર્શાવેલ શરતોને આધિન વિકાસ પરવાનગી મેળવવાની પ્રક્રીયા માંથી મુક્તિ આપવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment