૭/૧૨ના ઉતારામાં સામેલ “પૈકી-હેતુફેર’”નું પુરૂ સાહિત્ય અલગ કરવા નિર્ણય
તમામ સર્વે નંબરની ચોક્કસ હદ-દિશા નક્કી કરવા અને હાલમાં ૭/૧૨ના રેકર્ડમાં દર્શાવાતા પૈકી નંબરોનો નવો અદ્યતન-ડિજીટલ રેકર્ડ તૈયાર કરવા સુચના.
» ખેતીની જમીનના રેકોર્ડમાં નવા સુધારાઃ વિસંગતતાઓ દૂર કરવા સરકારની તૈયારી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એકાદ કરોડથી વધુ જમીન રેકર્ડના મહત્વના મનાતા ૭/૧૨ના ઉતારામાં હાલમાં દર્શાવેલ પૈકી હેતુફેરનો ઉલ્લેખ થયો છે તે તમામ ઉતારામાં નવા ૭/૧૨ તૈયાર કરી અદ્યતન રેકર્ડ બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે. | રાજય સરકારના મહેસુલ વિભાગે ગઇકાલે મોડી [સાંજે ૨ અનેકવિધ સુધારા કરવાના આદેશ કર્યા છે.
ગુજરાત રાજય સરકારના મહેસુલ વિભાગના ટોચના સૂત્રોના જણાવાયા મુજબ ખેતીની જમીનના ૭/૧૨ના રેકર્ડમાં પૈકી શબ્દના કારણે અનેક વિવાદો હાલમાં જિલ્લા, તાલુકા, સરકાર કક્ષાએ પડતર પડયા છે. આવા વિવાદોને નિવેડો લાવવા રેવન્યુ રેર્ડ ચોક્કસ કરવા માટે વિવિધ સુધારા કરવા અનિવાર્ય બન્યા છે. આવા વિવાદોનો કાયમી ઉકેલ લાવવા ૭/૧૨ના ઉતારામાં દર્શાવેલ પૈકી હેતુફેરના સર્વેનંબરોના નવા ૭/૧૨ બનાવવામાં આવશે અને તે કામગીરી કરવા તમામ જિલ્લા કલેકટરોને આદેશ કર્યો છે.
ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૧૬, ૧૧૭ તથા ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના પ્રકરણ-૪માં તથા નિયમ ૨૧(૧) અને ૨૧ (૨)માં કઇ રીતે સર્વે નંબરની હદ નક્કી કરવી, દુરસ્તી કરવા અંગેની જોગવાઇ કરેલ છે. આ જોગવાઇની અમલવારી યોગ્ય રીતે કરવા વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/ પૈકી ગ્રાન્ટના હુકમના કિસ્સામાં પહેલા હિસ્સા માપણી થાય અને ત્યારબાદ તે મુજબ રેકર્ડ બનાવવા, હિસ્સા, માપણી મુજબ પુરવણી પત્રક નં.૧૨ અથવા હુકમની કિસ્સામાં કે.જે.પી.ની નોંધ પાડી અને ગામ નમુના નં. ૭ અલગ પડે તો તે યોગ્ય ગણાય તથા રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડ એક સરખુ બને તે જરૂરી છે.
જમીનની વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમુના નં.૭ના પાનિયા અલગ-અલગ કરવા માટે રાજ્યમાં હાલમાં અલગ-અલગ પશ્ચિત અનુસરવામાં આવે છે જેના કારણે રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં વિસંગતતા ઉભી થાય છે. અલગ-અલગ ગ્રીવાન્સ રીડ્રેસલ ફોરમમાં રજુઆત થાય છે અને કોર્ટ લીટીગેશન ઉભા થાય છે તેમજ ખેડૂત ખાતેદારોને હાલાકી ભોગવવી પડે છે.
No comments:
Post a Comment