ગોધરા તાલુકાના લીલેસરા ગામની જમીન બિનખેતીની ઓનલાઈન અરજીમાં વિગતો છુપાવી ખોટી સોગંદનામાની વિગતો ભરી ગુન્હો કરતાં પોલીસ ફરિયાદ.
ગોધરા તાલુકાના લીલેસરાના રે. સર્વે ૮/ પૈકી ૩/ પૈકી ૧ / પૈકી ૨ની ૧૨૩૮ ચો.મી. જમીનની બિનખેતી પરવાનગી માસીટસે ઓનલાઈન અરજી કરેલ સવાલવાળી જમીનમાં સ્થળ ઉપર મકાનનું બાંધકામ કરેલ હોવા છતાં ખુલ્લી જમીન હોવાનું તથા કોર્ટનો મનાઈ હુકમ હોવા છતા ના |દર્શાવી કોલમ-૬ અને કોલમ-૧૦ (સી) મુજબની વિગતો છુપાવી ગુન્હો કર્યાની ફરિયાદ મામલતદાર ગોધરા (ગ્રામ્ય) દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવામાં આવી.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના લીલેસરા ગામના રે.સર્વે નં.૮ / પૈકી ૩/ પૈકી ૧/ પૈકી ૨ની ૧૨૩૮ ચો.મીટર જમીનના બિનખેતી પરવાનગી મેળવવા માટે સામાવાળા ઈશાક બાબુભાઇ પિંજારાએ ઓનલાઈન અરજી નં.૩૧૭૦૭૨૦૨૧૦૦૧૮૫ કરેલ હતી. બિનખેતીની પરવાનગી માટે કરેલ અરજીવાળી જમીનમાં સ્થળ ઉપર મકાનનું બાંધકામ કરેલ હોય તેમ છતાં જમીન ખુલ્લી હોવાનું તથા કોર્ટના મનાઈ હુકમ હોવા છતાં ઓનલાઈન અરજીવાળા કોલમના દર્શાવેલ સોગંદનામાના કોલમ-૬ તથા કોલમ- ૧૦ (સી) મુજબની વિગતો છુપાવી ગુન્હો કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગોધરા (ગ્રામ્ય) મામલતદારએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો.કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૯૮ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
No comments:
Post a Comment