શું રેલ્વે લાઈન માં તમારી જમીન સંપાદન થાય છે તો વધારે વળતર મેળવવા માટે જરૂરી નિર્દેશો આપ્યા છે ? જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ , ૨૦૧૩ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 27, 2022

શું રેલ્વે લાઈન માં તમારી જમીન સંપાદન થાય છે તો વધારે વળતર મેળવવા માટે જરૂરી નિર્દેશો આપ્યા છે ? જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ , ૨૦૧૩

જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, ૨૦૧૩ (૨૦૧૩ નો ૩૦ મો)

નવો જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ ઉડતી નજરે 

 🚂🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃🚃

શું રેલ્વે લાઈનમાં તમારી જમીન સંપાદન થાય છે તો વધારે વળતર મેળવવા માટે જરૂરી નિર્દેશો આપ્યા છે? 

1. જમીન સંપાદન અધિનિયમ અંગેની પૂર્વભૂમિકા : 

    સ્વાધિનતા પછી દેશમાં જે વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરાયેલ છે તેમાં તે પ્રવૃત્તિઓ માટે જમીનોનું સંપાદન અનિવાર્ય બનેલ હતું. રસ્તાઓ, સિંચાઈ, કેનાલ પીવાના પાણીની પાઈપલાઈનો, ગંદાપાણીના નિકાલની લાઈનો, ઔદ્યોગિક કંપનીઓ તથા રાજ્યના ઔદ્યોગિક કોર્પોરેશનો તથા હાઉસીંગ માટે જમીનનું સંપાદન હાથ ધરવું જરૂરી બન્યું હતું .જમીન સંપાદન કાયદો જે ૧૯૪૮ પહેલાં માત્ર થોડાક ખેડૂતોને સ્પર્શતો હતો તે હવે ખેડૂતોના વિશાળ સમુદાયને લગભગ ઘણા ગામોમાં સ્પર્શતો થયો હતો. ૧૯૮૪ માં કેન્દ્ર સરકારે ૧૯૯૪ ના જમીન સંપાદન કાયદામાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યાં હતા જે જમીન ધરાવનારાઓ માટે ઘણા લાભદાયક અને આર્શિવાદરૂપ હતા. વળતરની રકમમાં વધારો, વ્યાજના દરમાં વધારો, સંપાદનની કાર્યવાહીમાં વેગ માટે ક્રાંતિકારી જોગવાઈઓ દ્વારા ૧૮૯૪ ના જમીન સંપાદન કાયદામાં ઉદાર તથા જમીન ધારણ કરનારા માટે રાહતરૂપ સુધારા કરવામાં આવેલ હતા, 

    ઉદારીકરણનો પવન ફૂંકાતા, ખાનગી પાવર પ્લાન્ટ, કારખાના વગેરે માટે ફરજિયાતપણે જમીન સંપાદન થવાને કારણે, જમીન સંપાદન થવાને કારણે, જમીન સંપાદન કાયદાનો દુરઉપયોગ થવાને કારણે દેશમાં ખેડૂતોના અસંતોષ ઉભો થવાને કારણે વ્યાપક પ્રમાણમાં આંદોલનો થતા તેમજ કેટલાક આંદોલનો હિંસક બનતા જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ નો કાયદો રદ કરી નવો જમીન સંપાદન કાયદો ઘડવાની સરકારને ફરજ પડી. જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ( ૨૦૧૩ નો ૩૦ મો ) નો કાયદો તા. ૩૧-૧૨-૨૦૧૩થી સમગ્ર દેશમાં અમલમાં આવેલ છે. 

જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ના કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે


2. જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ ની મુખ્ય લાક્ષણિકતાઓ :

    જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ના કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે 

૧. સરકારી પરિયોજનાઓ અને જાહેર ક્ષેત્રની પરિયોજનાઓ જે જાહેર હિત માટે હોય તે માટે જ જમીન સંપાદન કરી શકશે .

ર. ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે જમીન સંપાદનના કિસ્સામાં ૮૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ અને પી.પી.પી. મોડલની પરિયોજનાઓના જાહેર હેતુ માટે ૭૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ મેળવવાની આવશ્યક્તા રહેશે . 

૩. ખાનગી કંપનીઓ માટે ખાનગી વાટાઘાટો દ્વારા ખાનગી જમીન માલિકો પાસેથી સરકારે નક્કી કરે તેટલા પ્રમાણમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જમીન ખરીદ કરી શકો. 

૪. અસરગ્રસ્ત પરિવારો માટે પુનઃસ્થાપન અને પુર્નવસનની મહત્ત્વની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલ છે. જમીન સંપાદનની પ્રક્રિયા પછી અસરગ્રસ્ત કુટુંબોના પુનઃસ્થાપન અને પુર્નવસન માટેનો આ પ્રથમ રાષ્ટ્રીય કાયદો છે.

પ. બહુવિધ પાક આપતી અને સિંચાઈ હેઠળની જમીનોનું સંપાદન છેલ્લા ઉપાય તરીકે જ કરવામાં આવશે. જેનાથી ખાઘસુરક્ષાની બાબતને મહત્વ આપવામાં આવેલ છે. 

૬. નવા જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં જમીન ભાડે લેવાની કે લીઝ ઉપર લેવાનો વિકલ્પ રાખવામાં આવેલ છે .

૭. નવા જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં સપાદનથી જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોને વળતરનું વિશાળ પેકેજ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 

૮. નવા જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં દિલાસા વળતર ( સોલેશ્વમ ) ૧૦૦ ટકા આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે . જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક લાભ પ્રાપ્ત થશે. 

૯. શીડ્યુલ વિસ્તાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોની જમીનોનું સંપાદન છેલ્લા ઉપાય તરીકે કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 

૩, જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩- પારદર્શિતાના મુખ્ય ઘટકો :

    જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુર્નવસનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ( ૨૦૧૩ નો ૩૦ મો ) ના કાયદામાં વાજબી વળતર અને પારદર્શિતાના મુદ્દા ઉપર ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલ છે. કયા કયા કિસ્સાઓમાં વાજબી વળતર અને પારદર્શિતા બાબતે આ કાયદામાં ોગવાઈ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે. 

૧. સામાજિક અસર સમીક્ષા અભ્યાસ ( SIA ) : 

    નવા જમીન સંપાદન અધિનિયમ, ર૦૧૩ ના કાયદામાં સામાજિક અસર સમીક્ષા અભ્યાસ અંગે પ્રકરણ -૨ માં કલમ ૪ થી ૯ માં જોગવાઈ કરવામાં આવેલ છે. સામાજિક અસર મૂલ્યાંકન અભ્યાસના દસ્તાવેજોની જાહેર રીતે તપાસવાની જોગવાઈથી પારદર્શિતાનો મુખ્ય ઘટકનું પાલન થાય છે.

૨. પુનઃસ્થાપન અને પુનર્વસન યોજના : 

    આ કાયદામાં વહીવટદાર દ્વારા પુનઃસ્થાપન અને પુર્નવસન યોજના તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. સમગ્ર યોજના અંગેના તમામ પુરાવા, ડોક્યુમેન્ટસની જાહેર તપાસ અને રીપોર્ટની ઉપલબ્ધિ માટેની જોગવાઈને કારણે પારદર્શિતાના ઘટકનું પાલન થાય છે. 

૩. વ્યક્તિગત રીતે એવોર્ડ પસાર કરવાની જંગવાઈ : 

આ કાયદામાં બે પ્રકારના એવોર્ડ છે. ( ૧ ) જમીન સંપાદન અંગેનો એવોર્ડ જેમાં જમીન સંપાદન બાદ દરેક અસરગ્રસ્ત કુટુંબની તરફેણમાં વ્યક્તિગત એવોર્ડ તેમજ ( ૨ ) આ કાયદાની અનુસૂચિ -૨ મુજબ પુનઃ સ્થાપન અને પુર્નવસન એવોર્ડની જોગવાઈ . 

૪ . સમયબદ્ધતા :- 

    એવોર્ડ જાહેર કર્યા પછી ત્રણ મહિનાની અંદર વળતરની ચુકવણી કરવાની મહત્ત્વની જોગવાઈ છે 

૫. એવોર્ડ જાહેર કર્યો પછી છ મહિનાના સમયગાળા દરમ્યાન 

    પુનઃ સ્થાપન અને પુનર્વસનની યોગ્યતા ધરાવતા અસરગ્રસ્તની તરફેણમાં પુનઃસ્થાપન અને પુનર્વસનના એવોર્ડની રકમ અધિનિયમની કલમ ૩૧ ની જોગવાઈ હેઠળ ચુકવી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 

૬. આંતરમાળખાકીય સુવિધાઓ પાત્રતા અનુસાર એવોર્ડ જાહેર કર્યાની તારીખથી અઢાર મહીનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ છે . 

૪. નવા જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં ખેડૂતો માટે ખાસ જોગવાઈ :

 જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં ખેડૂતો માટે ખાસ મહત્ત્વની જે જોગવાઈ કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે

  1. અનિવાર્ય હોય તો જ ખેડૂતોની જમીનનું સંપાદન કરવું 
  2. ખેડૂતોને મળનાર વળતરના પેકેજમાં શહેરી વિસ્તારમાં બે ગણો અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર ગણો વધારો કરવાની જોગવાઈ છે . 
  3.  એક કરતા વધુ પાક આપતી અને સિંચાઈની જમીનનો સંપાદન માટે નિયંત્રણો .
  4. ખાનગી કંપની માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે નવા જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ ૮૦ ટકા અસરગ્રસ્ત કુટુંબની પૂર્વસંમતિની આવશ્યક્તા રાખવામાં આવેલ છે .
  5. પી.પી.પી. મોડેલ માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે નવા જમીન સંપાદન કાયદાની જંગવાઈ મુજબ ૭૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિની આવશ્યક્તા રાખવામાં આવેલ છે . 
  6. વણવપરાયેલી સંપાદન થયેલી જમીન તેના મૂળ જમીન માલિક અથવા તેમના કાયદેસરના વારસદારોને પરત આપવાની તેગવાઈ કરવામાં આવેલ છે . 
  7. આવકવેરો અને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અધિનિયમની ક્લમ ૯૯ ની જોગવાઈ મુજબ સંપાદન થયેલી જમીનના અસરગ્રસ્ત કુટુંબોને સ્ટેમ્પડ ડ્યુટી અને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવેલ છે . 
  8. ઉભો પાક, ઝાડને થતાં નુકસાન માટે એવોર્ડ સાથે વળતર અંગેનું ખાસ સંરક્ષણ : અધિનિયમની ક્લમ ૨૯ ની જોગવાઈ મુજબ સંપાદન હતી જમીન સાથે જોડાયેલ હોય તેવા મકાન અથવા સ્થાવર મિલકતો , વૃક્ષો અને ઉભા પાકના વળતર આપવાની ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે . 
  9. માછીમારોના હક્કોનું રક્ષણ : માછીમારોના હક્કો છીનવાઈ જવાને કારણે નવી યોજના માં ઉભી થાય ત્યાં આવી માછીમારોના હક્કો પુનઃ તેઓને પ્રાપ્ત થાય તેવી મહત્ત્વની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલ છે .

૫. જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની જોગવાઈ અન્વયે રાજ્યોને આપેલી છૂટછાટ :

     જમીન સંપાદન , પુનઃસ્થાપન અને પુર્નવસનમાં વાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદામાં રાજ્યોને કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે . જે છૂટછાટો નીચે મુજબ છે .

  • જમીને ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અંગે અધિનિયમની ક્લમ ૨૬ હેઠળ પ્રથમ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે નક્કી કરવાના ગુણાંકની જવાબદારી રાજ્યોને આપવામાં આવેલ છે . તે અનુસાર ગુજરાત રાજ્ય તરફથી તા.૨૯-૭-૨૦૧૬ના જાહેરનામાથી ગ્રામ્ય વિસ્તાર માટે બે ( ૨ ) ' નો ગુણાંક અને 200 શહેર વિસ્તાર માટે ' એક ( ૧ ) ' નો ગુણાંક નક્કી કરવામાં આવેલ છે એટલે વળતરની રકમ નક્કી કરતી વખતે ગુજરાત રાજ્યમાં બાર કિંમતને ગ્રામ્ય વિસ્તાર માટે ' બે ' ના ગુણાંક સાથે અને શહેરી વિસ્તારમાં વળતર નક્કી કરતી વખતે ' એક ના ગુણાંક સાથે ગણતરી કરી બજાર કિંમત નક્કી કરી વળતર આપવાની જંગવાઈ કરવામાં આવેલ છે નાના ગાવલ છે .
  • ખાનગી ખેડૂતો પાસેથી ખાનગી વાટાધાટો કરી ખાનગી કંપનીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કેટલી મર્યાદામાં જમીન ખરીદ શકશે તે અંગેનો ચોક્કસ માપદંડ નક્કી કરવાની રાજ્યોને સુપ્રત કરવામાં આવેલ છે તે મુજબ ગુજરાત સરકારે તા. ૨૯-૭-૨૦૧૬ના જાહેરનામાથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે ૧૦૦૦ હેક્ટર ( એક હજાર હેક્ટર ) ની મર્યાદાનો માપદંડ નક્કી કરેલ છે.
૬. જમીન સંપાનદ અધિનિયમ, ર૦૧૩ની કેટલીક મહત્ત્વની જોગવાઇઓ: 

  1.  કલમ -ર ની ૫ેટા -કલમ (ર) મુજબ અસગ્રસ્ત ૫રીવારની સંમતીજી આવશ્યકતા
  2.  કલમ - ૪ સામાજિક અસરોનો મૂલ્યાંકન અભ્યાસ કરાવવો ફરજિયાત 
  3.  કલમ -  ૧૦ ખાદ્ય સુરક્ષાની જોગવાઈ 
  4. કલમ - ૪૬ ખાનગી કંપનીઓ માટે ખાનગી ખેડૂતો પાસેથી ખાનગી વાટાઘાટો કરી જમીન ખરીદવાની જંગવાઈ 
  5. કલમ -૫૧ દિવાની કોર્ટને બદલે સત્તાતંત્રની રચના 
  6. કલમ -૯ હેતુમાં ફેરફાર કરી શકાશે નહીં . 
  7.  ક્લમ -૧૦૦ સક્ષમ અધિકારીની પરવાનગી વિના માલિકીમાં ફેરફાર કરી શકાશે નહીં . 
  8. કલમ -૧૦૧ વપરાશ વિનાની જમીન મૂળ જમીન માલિક અથવા તેના કાયદેસરના વારસદારોને પરત કરવી અથવા લેન્ડ બેન્કમાં અનામત રાખવાની જોગવાઈ . 
  9. કલમ -૧૦૪ જમીન ભાડે લેવાનો અથવા લીઝ ઉપર લેવાનો સરકારનો વિકલ્પ 
  10. અધિનિયમની અનુસૂચિ -૨ મુજબ પુનઃ સ્થાપન અને પુનર્વસનની મહત્ત્વની જંગવાઈ
  11. કલમ - ૧૦૭ રાજયના કાયદા અથવા નીતિ અનુસાર ખેેેેેડૂતોને વધુ વળતર અને પુુુુુુુનઃસ્થાપન અને ૫ુનર્વસન મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ.

૭ . સંમતિ ( Consent ) ( કલમ -૨ ની પૈટા કલમ ( ૨ ) નો ખંડ ( એ ) અને ( બી ) ) :

    અધિનિયમની કલમ ૨ ની પેટા કલમ ( ૨ ) ના ખંડ ( એ ) અને ( બી ) હેઠળ ખાનગી કંપની અને પી.પી.પી. મોડેલ માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવા અસરગ્રસ્ત કુટુંબોની આગોતરી સંમતિ મેળવવાની આવશ્યક્તા , જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ મ પી.પી.પી. મોડેલ ) માટે જાહેર તુ માટે જમીન સંપાદન કરતાં 200 9790 પહેલાં ૭૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ સુધારા કાયદા નં ૧૨/૨૦૧૬ ની જોગવાઈ મુજબ કલમ ૧૦ ૬ ની યાદીના પ્રોજેક્ટો માટે સંમતિ અને સામાજિક અસર સમીક્ષામાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરેલ છે . ખાનગી કંપનીઓ માટે જાહેર હેતુ માટે જમીન સંપાદન કરતા પહેલાં ૮૦ ટકા અસરગ્રસ્ત કુટુંબોની પૂર્વસંમતિ આવશ્યક છે .

    શીડ્યુલ વિસ્તારમાં જમીન સંપાદન કરતાં પહેલાં ગ્રામસભા નગરપાલિકા મહાનગરપાલિકાની પૂર્વસંમતિ , રાજય સરકારની સંમતિની કામગીરીમાં જવાબદારી , સંપાદક સંસ્થાની સંમતિની કામગીરીમાં જવાબદારી , રાજ્ય સરકાર નક્કી કરે તેવી પ્રક્રિયા મારફતે સંમતિ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે , અધિનિયમની કલમ ૪ ની જોગવાઈ મુજબ સામાજિક અસર સમીક્ષા અભ્યાસની સાથે સંમતિ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી કાયદામાં જોગવાઈ કરેલ છે ( ૧૧ ) કલમ -૧૦૭ રાજ્યના કાયદા અથવા નીતિ અનુસાર ખેડૂતોને વધુ વળતર અને પુનઃસ્થાપન અને પુનર્વસન મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ 

 ૮. સામાજિક અસર સમીક્ષા અભ્યાસ ( SIA ) ( કલમ ૪ ધી કલમ ૯ ) :

    સામાજિક અસર સમીક્ષા અભ્યાસ કરયાત , રાજય સરકાર જાહેર હેતુ માટે જમીન સંપાદન કરતાં પહેલાં સામાજિક અસર સમીક્ષા અભ્યાસ કરવા જાહેરનામું બહાર પાડશે . આ નવી જોગવાઈને કારણે જાહેર હેતુ માટેનો કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં આ પ્રોજેક્ટની જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં કયા પ્રકારની હકારાત્મક અને નકારાત્મક અસરો થનાર છે તેનો અભ્યાસ કરવાની જોગવાઈને કારણે પ્રોજેક્ટથી થનાર અસરો અંગેની જણકારી પ્રાપ્ત કરી શકાશે 

૯. જમીન સંપાદન અંગેનું પ્રાથમિક જાહેરનામું ( કલમ -૧૧ ) : 

    જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧ હેઠળ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . જાહેરનામું પ્રસિદ્ધ કઈ રીતે કરવું તેની વિગતો નીચે મુજબ છે. 

    સરકારી ગેઝેટ દ્વારા , બહોળી પ્રસિદ્ધિ ધરાવતા બે સ્થાનિક વર્તમાનપત્રોમાં ( તે પૈકી એક ગુજરાતી વર્તમાનપત્ર ), યથાપ્રસંગ ગ્રામ પંચાયત , નગરપાલિકા મહાનગરપાલિકા કચેરીએ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધિ મામલતદાર કચેરી , પ્રાંત કચેરી , કલેકટર કચેરીમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધિ અસરગ્રસ્ત વિસ્તારમાં અગત્યના સ્થળ સહેલાઈથી જોઈ શકાય તે રીતે , સરકારશ્રીની વેબસાઇટ ઉપર પ્રાથમિક જાહેરનામામાં જાહેર હેતુનો પ્રકાર , અસરગ્રસ્ત વ્યક્તિઓને વિસ્થાપિત કરવાની જરૂરિયાત માટેના કારણો , સામાજિક અસર મૂલ્યાંકન અભ્યાસ અહેવાલનો સંક્ષિપ્ત સાર ( સુધારા કાયદા નં ૧૨ / ૨૦૧૬ માં કરેલ જોગવાઇ મુજબ કલમ ૧૦ ક માં સમાવિષ્ટ પરિયોજનાઓ માટે સામાજિક અસર મૂલ્યાંકન અભ્યાસમાંથી મુક્તિ આપેલ છે. ) અને ક્લમ -૪૩ હેઠળ પુનઃસ્થાપન અને પુર્નવસનના હેતુ માટે નિમવામાં આવેલ વહીવટદારની વિગતોનો ઉલ્લેખ કરવાનો રહેશે . ક્લમ - ૧૧ નું પ્રાથમિક જોહેરનામું બહાર પાડતા પહેલા કલેકટર ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા સાથે પરામર્શ કરશે . પ્રાથમિક જાહેરનામાની સમયમર્યાદા એક વર્ષની રહેશે . રાજ્ય સરકાર ખાસ કારણો નોંધીને એક વર્ષની સમયમર્યાદાને વધુ એક વર્ષ માટે લંબાવી શકશે.

૧૦. જમીનની મોજણી, વાંધા અરજીની સુનાવણી ( કલમ ૧૨ થી ૧૫ ) : 

    મોજણી કરવાની અધિકારીઓની સત્તા , જમીન માલિકની ગેરહાજરીમાં અથવા તેના તરફથી લેખિતમાં અધિકૃત કરવામાં આવેલ વ્યક્તિની ગેરહાજરીમાં માપણી લઈ શકશે નહીં , માપણી અગાઉ ૬૦ દિવસની નોટીસ , જમીન માલિકને રૂબરૂ સાંભળવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ વાજબી તક આપવાની જોગવાઈ. 

૧૧. પુનઃસ્થાપન અને પુર્નવસન યોજના ( કલમ ૧૬ થી કલમ ૧૮ )

    અસરગ્રસ્ત વિસ્તાર માટે પુનઃસ્થાપન અને પુનર્વસન યોજનાના મુસદ્દાની તૈયારી, જેમાં અસરગ્રસ્ત કુટુંબોની વિગતો, જમીન ગુમાવનારની વિગતો, ભુમિહીન લોકોની વિગતો, આજીવિકા ગુમાવનારની વિગતો, પુનર્વસન સાથે સંકળાયેલી બાબતો, શિક્ષિત બેરોજગારોની વિગતો, અપંગ અને નિરાધાર વ્યક્તિઓની વિગતો વયોવૃદ્ધ વ્યક્તિઓની વિગતો, માળખાકીય સુવિધાઓ વિગતો, સાથે વહીવટદાર દ્વારા મોજણી કરાશે, યોજનાનો મુસદો કલેકટર દ્વારા પુનઃસ્થાપન પુનર્વસન કમિશ્નરશ્રીને રજૂ કરવાનો રહેશે. પુનઃસ્થાપન, પુનર્વસન કમિશ્નર દ્વારા યોજનાની ચકાસણી કરી, યોજનાની પ્રસિદ્ધિ કરવામાં આવશે.

૧૨. જમીન સંપાદન અંગેનું આખરી જાહેરનામું ( કલમ ૧૯ ) 

    ક્લમ ૧૧ નો પ્રાથમિક જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ એક વર્ષમાં કલમ ૧૯ નું આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી છે . પુનર્વસન માટેનો વિસ્તાર પસંદ કર્યા બાદ અસરગ્રસ્ત કુટુંબોના પુનઃસ્થાપન અને પુનર્વસનના સ્થળની જાહેરાત કરવાની રહેશે . આખરી જાહેરનામાની પ્રસિદ્ધિ સરકારી ગેઝેટમાં , ને સ્થાનિક વર્તમાનપત્રોમાં તે પૈકી એક વર્તમાનપત્ર ગુજરાતી ભાષામાં , ગ્રામ પંચાયત , નગરપાલિકા મહાનગરપાલિકા કચેરીએ ગુજરાતી ભાષામાં , મામલતદાર કચેરી , પ્રાંત કચેરી અને કલેકટર કચેરીએ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધિ અસરગ્રસ્ત વિસ્તારમાં નિયત કરવામાં આવે તેવી જગ્યાએ અને સંબંધિત વિભાગની વેબસાઈટ ઉપર કરવાની રહેશે , પ્રાથમિક જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી એક વર્ષમાં આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવું ફરજીયાત છે

૧૩, હિત ધરાવતી વ્યક્તિઓને નોટીસ (કલમ ૨૦, ૨૧, ૨૨ ): 

    નિર્દિષ્ટ વિસ્તાર સહિતની જમીનની નિશાની કરી, માપી તેના નકશો બનાવવો. ( કલમ ૨૦), હિત ધરાવતી વ્યક્તિઓને ૩૦ દિવસની સમયમર્યાદાની નોટીસ આપવાની ખૈગવાઈ છે. ( કલમ ૨૧ ) નોટીસમાં જણાવ્યા મુજબના સમયે, સ્થળે નોટીસ જાહેર કર્યાના ૩૦ દિવસની અંદર અને વધુમાં વધુ ૬૦ દિવસથી મોડું નહીં તે રીતે પોતાની રજૂઆત, હક્કદાવા રજૂ કરવાના રહેશે. 

૧૪. જમીન સંપાદન અંગેનો આખરી એવોર્ડ ( કલમ ૨૩ ) : 

 આખરી જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી એક વર્ષની સમયમર્યાદામાં આખરી એવોર્ડ જાહેર કરવાની જોગવાઈ ( કલમ ૨૩ ) રાજય સરકારને એક વર્ષ વધારી આપવાની સત્તા આપવામાં આવેલ છે . 

૧૫. સંમતિ એવોર્ડ ( કલમ ૨૩ - ક ) : 

    જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં સંમતિ એવોર્ડની જોગવાઈ નથી . જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માં ક્લમ ૧૧ ( ૨ ) માં સંમતિ એવોર્ડની જોગવાઈ હતી તે ધ્યાને રાખી રાજ્ય સરકારે જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં કલમ ૨૩ પછી નવી ક્લમ ૨૩ - ક દાખલ કરી સંમતિ એવોર્ડની જોગવાઈ ઉમેરવામાં આવેલ છે

૧૬. સંપાદન હેઠળની જમીનની બજાર કિંમત નક્કી કરવી ( કલમ ૨૬ ) :

ભારતીય સ્ટેમ્પ અધિનિયમ ૧૮૯૯ હેઠળ વેચાણ દસ્તાવેજોની નોંધણી માટે જે વિસ્તારમાં બજાર કિંમત નક્કી કરવામાં આવેલ તે કિંમત, એવા જ પ્રકારની સૌથી નજીકના ગામમાં અથવા સૌથી નજીકના વિસ્તારમાં આવેલ હોય તેવી જમીનની સરેરાશ બજાર, વળતરના હેતુ માટે જે કિંમત માટે સંમતિ સધાઈ હોય તેમાંથી સૌથી ઉંચી કિંમત થતી હોય તે બજાર કિંમત તરીકે નક્કી કરવાની રહેશે ખાનગી કંપની દ્વારા અધિનિયમની ક્લમ ૨ ( ૨ )  હેઠળ ખાનગી વાટાઘાટોથી જમીન માલિકો પાસેથી જમીન ખરીદ કરતી વખતે જમીનની કિંમત માટે વાટાઘાટોથી જે સંમતિ સધાઈ હોય તે કિંમત ધ્યાને લેવાતી રહેશે, સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા માન્ય રાખવામાં આવેલ જે તે વિસ્તારની પ્રવર્તમાન જંત્રી મુજબ જે બજાર કિંમત નક્કી કરેલ હોય તે ધ્યાને લેવાની રહેશે બજાર કિંમત નક્કી કરવામાં ઉપર મુજબના પરિબળોમાં જેમાં સૌથી વધુ કિંમત હોય તે કિંમત ધ્યાને લેવાની રહેશે . : 

૧૭. સંપાદન થતી જમીનનું વળતર નક્કી કરવા માટેની પદ્ધતિ ( કલમ ૨૯ થી ૩૦, ૩૯ અને ૯૬ અને અનુસૂચિ -૧ ) 

    જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવેલ હોય તે ખેડૂતોને લઘુત્તમ વળતરના પેકેજમાં વળતરને લગતી પ્રથમ અનુસૂચિમાં આપવામાં આવેલ વળતરના પેકેજ મુજબ વળતર આપવાનું રહેશે . 

( ૧ ) જમીનની પ્રવર્તમાન બજાર કિંમત = ક્લમ ૨૬ હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે 

ગ્રામ્ય વિસ્તારમાં જમીનની બજાર કિંમત = શહેરી વિસ્તારથી પ્રોજેક્ટના અંતર ઉપર આધારિત નક્કી કરવામાં આવેલ ૧ અથવા ર ગુણાક

શહેરી વિસ્તારમાં જમીનની બજાર કિંમત = નક્કી કરવામાં આવેલ ૧ ગુણાંક 

( ૨ ) જમીન સાથે બ્રેડાયેલ અસ્ક્યામતોની કિંમત = ક્લમ ૨૯ હેઠળ જોગવાઈ કર્યા મુજબ 

( ૩ ) સોલૈશ્યમ ( દિલાસા વળતર ) ૨૨ = ૧૦૦ ટકા વળતરની રકમ 

( ૪ ) આખરી એવોર્ડ = ( ૧ ) + ( ૨ ) + ( ૩ ) 

     ગ્રામ્ય વિસ્તારમાં એવોર્ડ = જમીનની બજાર કિંમત –  ગ્રામ્ય વિસ્તારમાં નક્કી કરેલો ગુણાક + જમીન સાથે જોડાયેલી અસ્ક્યામતોની કિંમત + સોલેશ્યમ રકમ 

    શહેરી વિસ્તારનો એવોર્ડ = જમીનની બજાર કિંમત × શહેરી વિસ્તારમાં નક્કી કરેલો ગુણાંક + જમીન સાથે જોડાયેલી અસ્ક્યામતોની કિંમત + સોલેક્ષમ રકમ 

સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૨૯-૭-૨૦૧૬ના જાહેરનામા અને ઠરાવ અનુસાર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર માટે બે ગુણાંક અને શહેર વિસ્તાર માટે એક ગુણાંક નક્કી કરવામાં આવેલ છે . 

૧૮. સંપાદન થયેલ જમીનનો કબજો લેવા બાબત ( કલમ ૩૮ ) : 

કલેકટર વળતરની પુરેપુરી રકમ ચુકવાઈ જાય પછી તેમજ પુનઃસ્થાપન અને પુનર્વસનના અધિકારોના અધિકૃત વ્યક્તિઓને ચુકવણી કર્યા પછી વળતર ચુકવણીના ત્રણ માસની અંદર અને પુનઃસ્થાપન અને પુનર્વસનના અધિકારોની બીજી અનુસૂચિમાં જણાવ્યા મુજબ અહેવાલની તારીખથી ૬ માસની અંદર સંપાદન થયેલ જમીનનો કલેકટર કબજો લઈ શકશે .

૧૯. પુનઃસ્થાપન અને પુનર્વસન એવોર્ડ ( કલમ ૩૧ ) :

    અધિનિયમની કલમ ૩૧ ( ૧ ) માં કરેલી જોગવાઈ મુજબ ક્લેકટર પુનઃસ્થાપન અને પુનર્વસનને લગતા દરેક અસરગ્રસ્ત પરિવાર માટે અધિનિયમની અનુસૂચિ ૨ માં જણાવ્યા મુજબની વિગતે જમીનમાલિક માટે અને જે લોકોએ જમીન સિવાય રોજગાર ગુમાવ્યો હોય તેમના માટે પુનઃસ્થાપન અને પુર્નવસનનો એવોર્ડ જાહેર કરશે . 

    સુધારા કાયદા નં.૧૨/૨૦૧૬ થી નવી કલમ ૩૧ કે દાખલ કરી ૧૦૦ એકરથી ઓછી હોય તેટલી જમીન સંપાદિત કરવાની હોય ત્યારે , અથવા કલમ ૧૦ ની પેટા - કલમ ૪ માં ઉલ્લેખ કરેલ લાંબાગાળાની યોજનાના કિસ્સામાં કલમ ૨૭ પ્રમાણે નક્કી કરેલા વળતરની રકમના ૫૦ ટકા જેટલી ઉચ્ચક રકમ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃસ્થાપન અને પુનર્વસન ખર્ચ તરીકે ચુકવવાની સત્તા રહેશે 

૨૦. જિલ્લાકક્ષાએ કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ પુનઃસ્થાપન અને પુનર્વસન સમિતિની રચના ( કલમ ૪૫ ) : 

    સુચિત જમીન સંપાદન ૧૦૦ એકરથી વધારે કે ૧૦૦ એકર જેટલું હોય તેવા વિસ્તાર માટે રાજય સરકાર આ અધિનિયમની ક્લમ ૪૫ ની જોગવાઈ મુજબ પુનઃસ્થાપન અને પુનર્વસનની યોજનાના સુનિયંત્રણ માટે તથા તેના અમલમાં પ્રગતિની સમીક્ષા કરવા માટે પ્રોજેક્ટ ક્લાએ અથવા જિલ્લા કક્ષાએ ક્લેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ પુનઃસ્થાપન અને પુનર્વસન સમિતિની રચના કરશે . 

૨૧. રાજ્ય કક્ષાની મોનીટરીંગ કમિટીની રચના ( કલમ ૫૦ ) : 

    રાજ્ય સરકાર અધિનિયમની કલમ ૪૮ ની જોગવાઈ હેઠ પુનઃસ્થાપન અને પુર્નવસનની કામગીરી ઉપર નિયંત્રણ અને અસરકારક અમીલકરણ, સમીક્ષા, મૂલ્યાંકન માટે રાજયકક્ષાની દેખરેખ નિયંત્રણ સમિતિની રચના કરશે . 

૨૨. સત્તા તંત્ર / ઓથોરીટીની રચના ( કલમ ૫૧ થી કલમ ૭૪ ) : 

    જમીન સંપાદન અધિનિયમ , ૧૮૯૪ ની કલમ ૧૮ મુજબ જમીન સંપાદન અધિકારીના એવોર્ડથી નારાજ થયેલ વ્યક્તિ માટે જિલ્લા અદાલતમાં દાવો દાખલ કરવાની જોગવાઈ હતી , સમાન પ્રકારની જોગવાઈ જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ માં પણ કરવામાં આવેલ છે . પરંતુ આવી અરજી જિલ્લા અદાલતને બદલે આ હેતુ માટે કાયદાની કલમ ૫૧ હેઠળ રચાયેલ સત્તા તંત્ર સમક્ષ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 

રેફરન્સ કરવા માટે અરજી કરવાની સમયમર્યાદા : 

    હિત ધરાવનાર વ્યક્તિને કલેકટરના એવોર્ડથી અસંતોષ હોય અને એવોર્ડ વખતે હાજર રહેલ ન હોય અથવા તેમના પ્રતિનિધિ હાજર રહેલ ન હોય તો ક્લેક્ટરના એવોર્ડની તારીખથી છ અઠવાડિયાની અંદર રેફરન્સ કરવા માટે કલેકટરને અરજી આપી શકાશે , રેફરન્સ અરજી મળ્યેથી કલેકટરે ૩૦ દિવસની અંદર સત્તા મંડળને રેફરન્સ કરવાનો રહેશે.

સત્તા મંડળના અધિકારો 

    કોઈપણ વ્યક્તિને સત્તા મંડળ સમક્ષ ઉપસ્થિત થવા માટે સમન્સ બજાવવું અને તેને સોગંદ ઉપર તપાસવા , કોઈપણ દસ્તાવે છે રજૂ કરવા આદેશ આપવો , સોગંદનામા ઉપર પુરાવા મેળવવા , કોઈપણ જાહેર રેકર્ડ તપાસવો , સાક્ષીઓની તપાસ માટે નોટીસ કાઢવી , પોતાના નિર્ણયો , હુકમો અને દેશોની સમીક્ષા કરી શકશે . 

૨૩. નોટીસની બજવણી ( કલમ - ૯૨ ) :

    જમીન સંપાદન અધિનિયમની જોગવાઈ અનુસાર જુદી જુદી ક્લમો અન્વયે નોટીસો સંબંધ ધરાવતા ઇસમોને પહોંચાડવી જોઈએ અથવા આપવી જોઈએ અથવા તેના કુટુંબના પુત્ર ઉંમરના કોઈપણ પુરુષને આપવી અથવા તે માણસો જે મકાનમાં રહેતા હોય અથવા ધંધાનું સ્થળ હોય તેના બહારના દરવાજા ઉપર ચોંટાડીને તેમજ કલેકટર ઓફીસના નોટીસ બોર્ડ ઉપર અને અસરગ્રસ્ત સ્થળ ઉપર ચોંટાડીને આપવાની દ્વેગવાઈ કરવામાં આવેલ છે. 

૨૪. ભાડાપટ્ટાનો રાજ્ય સરકારને વિકલ્પ ( કલમ - ૧૦૪ ) :

    અધિનિયમની કલમ ૧૦૪ માં એવી જોગવાઈ છે કે સંપાદન કરવા કરતાં જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભારે જમીન લેવાના વિક્લ્પનો ઉપયોગ કરી શકાશે . જમીન માલિકની લાગણી દુભાશે નહીં , જમીન માલિક તરીકે ચાલુ રહે છે તેવો અહેસાસ , ભવિષ્યમાં જમીન પરત મળવાની શક્યતા રહેશે 

૨૫. વળતર અને વ્યાજની ચુકવણી ( કલમ ૭૭ થી ૮૦ ) : 

    વળતર : અધિનિયમની કલમ ૭૭ ની જોગવાઈ મુજબ કલેકટરે એવોર્ડ જાહેર કર્યા બાદ વળતરની રકમ સંબંધિત વ્યક્તિને એવોર્ડ મુજબ ચુકવી આપવાની રહેશે , ક્લેક્ટરે તેમને મળવાપાત્ર રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે. 

    નીચેના કારણોસર જ બેન્ક ખાતામાં જમા કરાવી શકાય તેમ ન હોય તો કલેકટર વળતરની રકમ સત્તા મંડળમાં જમા કરાવશે. 

    વળતર મેળવવા હક્કદાર , વ્યક્તિએ વળતરની રકમ સ્વીકારવાની સંમતિ ન આપી હોય , કોઈ સક્ષમ વ્યક્તિ ઉપલબ્ધ ન હોય કે જે જમીન ખાલી કરી આપે અથવા વળતર મેળવવા માટે હક્કદાર વ્યક્તિ બાબતમાં અથવા વળતરની રકમના પ્રમાણે બાબતમાં કોઈ વિવાદ હોય , કોઈપણ વ્યક્તિએ વાંધો લીધા વગર વળતરની રકમ સ્વીકારી છે તે વ્યક્તિ સત્તા મંડળને અધિનિયમની કલમ ૬૪ ( ૧ ) હેઠળ રેફરન્સ કરવા માટે અરજી કરવા હક્કદાર થતા નથી .

    વ્યાજ: અધિનિયમની કલમ ૮ ની શ્રેગવાઈ હેઠળ જોવળતરની કમ ચુકવવામાં ન આવી હોય અથવા જમીન કબમાં લેતી વખતે અથવા તે પહેલાં જમા કરાવવામાં આવી ન હોય તો કલેકટરે વાર્ષિક ૯ ટકાના ધોરણે જમીનનો કબજો લેવામાં આવે તે તારીખથી વ્યાજ ચુકવાય અથવા જમા કરાવવામાં આવે ત્યાં સુધી વ્યાજ આપવાનું રહેશે . જો આવી વળતરની રકમ અથવા તેના કોઈ ભાગ ચુકવલી કરવામાં અથવા જમા કરાવવામાં જમીનનો કબજો લીધાના એક વર્ષની અંદર ચુકવવામાં અથવા જમા કરાવવામાં ન આવે તો વાર્ષિક ૧૫ ટકાના ધોરણે આવી એક વર્ષની મુદત પુરી થયા બાદ વળતરની રકમ અથવા તેના ભાગ ઉપર કલેકટરે વ્યાજ ચુકવવાનું રહેશે . 

૨૬. જમીન સંપાદન અધિનિયમ, ૨૦૧૩ ના કાયદામાં ગુજરાત સરકારે ગુજરાત સુધારા કાષદા નં. ૧૨/૨૦૧૬ ધી નીચે મુજબના સુધારા કરેલ છે. જેને ભારતના રાષ્ટ્રપતિ તરફથી તા. ૮-૮-૨૦૧૬ના રોજ મંજુરી આપવામાં આવતાં ગુજરાત સરકારના તા.૧૨-૮-૨૦૧૬ના જાહેરનામાથી સુધારેલ કાયદો તા.૧૫-૮-૨૦૧૬થી સમગ્ર રાજ્યમાં અમલમાં આવે છે 

૧. કલમ ૨ ની પેટા કલમ ( ૨ ) માં બીજે પરંતુક પછી નવો પરંતુક દાખલ કરી કલમ ૧૦ ( ક ) માંની યાદીમાં દાખલ કરેલ પરીયોજનાઓ ( પ્રોજેક્ટો ) અને તેમાં નિર્દેશ કરેલા હેતુઓ માટે સંમતિ અને સામાજિક અસર સમીક્ષા અભ્યાસમાંથી મુક્તિ . 

૨. કલમ ૧૦ પછી કલમ ૧૦ ( ક ) નવી દાખલ કરી નીચેના પ્રોજેક્ટોને સંમતિ અને સામાજિક અસર સમીક્ષા અભ્યાસમાંથી મુક્તિ 

૧. સંરક્ષણ અથવા સંરક્ષણ ઉત્પાદન માટેની બનાવટ સહિત, રાષ્ટ્રીય સુરક્ષા અથવા ભારતના સંરક્ષણ અને તેના દરેક ભાગને આવશ્યક હોય તેવી યોજનાઓ. 

૨. વિજળીકરણ સહિત ગ્રામિણ આંતરમાળખું 

૩. એફોર્ડેબલ આવાસન અને ગરીબ લોકો માટે આવાસન 

૪. રાજ્ય સરકાર અને તેના અંડરટેકીંગ દ્વારા ઔદ્યોગિક કોરીડોરની સ્થાપના , રેલ્વે લાઈનની બંને બાજુ એક કી.મી. સુધી જમીન સંપાદનના કીસ્સામાં , 

૫. પી.પી.પી. મોડેલ હેઠળની પોજનાઓ ( આંતર માળખાકીય યોજનાઓ સહીત ) જેમાં જમીનની માલિકી રાજ્ય સરકારમાં નિહિત રહેશે .

    પરંતુ રાજ્ય સરકાર , જાહેરનામું બહાર પાડતા પહેલા, આવી યોજના માટે જરૂરી ઓછામાં ઓછી ખુલ્લી જમીનને ધ્યાનમાં લઈને , સૂચિત સંપાદન માટેનો જમીનનો વિસ્તાર સુનિશ્ચિત કરવો જોઈશે 

૩. કલમ ૨૩ પછી નવી કલમ ૨૩ કે દાખલ કરી ‘ સંમતિ એવોર્ડની જોગવાઈ , 

૪ . કલમ ૨૪ માં નવો પરંતુક દાખલ, કોર્ટ દ્વારા આપેલ મનાઈહુકમના કારણે સંપાદન માટેની કાર્યવાહીમાં જેટલો સમય ગયો હોય તે સમય અથવા કબજો લેવા માટે જેટલો વિલંબ થયેલ હોય તેટલો સમય બાદ આપવાનો રહેશે તેમજ કોર્ટ અથવા અન્ય હેતુ માટે નિભાવવામાં આવતાં કોઈ મુકરર કરેલ ખાતામાં વળતર જમા પડી રહેલું હોય તેવી મુદતને બાકાત કરવામાં આવશે . 

૫. કલમ ૩૧ પછી નવી કલમ ૩૧ – દાખલ, ૧૦૦ એકરથી ઓછી હોય તેટલી જમીન સંપાદિત કરવાની હોય ત્યારે અથવા ક્લમ ૧૦ ની પેટા કલમ ( ૪ ) માં ઉલ્લેખ કરેલ લાંબાગાળાની યોજનાના કિસ્સામાં, કલમ ૨૭ પ્રમાણે નક્કી કરેલા વળતરની રકમના પ૦ ટકા જેટલી ઉચ્ચક કમ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃસ્થાપન અને પુનર્વસન ખર્ચ તરીકે ચુકવવાની સત્તા રહેશે. 

૬. ક્લમ ૪૦ ની પેટા કલમ ૨ માં “ સંસદની મંજુરીથી ’ એ શબ્દો પછી ‘ અથવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલા આદેશનું પાલન કરવા માટે ” એ શબ્દો ઉમેરવામાં આવ્યા . ( અરજન્સી ક્લોઝ ) 

૭. અધિનિયમની ક્લમ ૪૬ ની પેટા કલમ ( ૬ ) માં સ્પષ્ટીકરણમાં ખંડ ( ખ ) માં પેટા ખંડ ( ૧ ) યોગ્ય સરકાર અને ૯૨ ) ગવર્મેન્ટ કંપની શબ્દો કમી

૮. અધિનિયમની કલમ ૮૭ ને બદલે નવી કલમ ૮૭ માં સરકારી કર્મચારીઓએ કરેલા ગુના માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ , ૧૯૯૩ ની ક્લમ ૧૯૯૭ માં ઠરાવેલી કાર્યરીતિ અનુસરવારની રહેશે . 

૨૭. ખાનગી કંપની દ્વારા ખાનગી ખેડૂતો પાસેથી વાટાઘાટો દ્વારા જમીન ખરીદ કરવામાં આવે ત્યારે , 

રાજ્ય સરકાર દ્વારા કલમ ૨ ( ૨ ) અને કલમ ૪૬ ની જોગવાઈ હેઠળ નિયત કરેલી મર્યાદા જેટલી અથવા તેનાથી વધારે , ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ખાનગી કંપની ખાનગી ખેડૂતો સાથે ખાનગી વાટાઘાટો કરી જમીન ખરીદ કરે ત્યારે અધિનિયમની નીચેની દ્વેગવાઈઓ લાગુ પડે છે.

૧. પુનઃસ્થાપન અને પુનર્વસનની જોગવાઈ : - ક્લમ ૩૧ , ૩૨ , ૪૧ , ૪૨ , ૪૬ , ૪૭ , ૯૬ , અને અધિનિયમની બીજી અનુસૂચિ.

ર. નીચેની જોગવાઈઓ લાગુ પડતી નથી : 

  • અધિનિયમની કલમ ૨ ( ૨ ) હેઠળ સંમતિ , 
  • અધિનિયમની કલમ ૪ થી ૨૫ , ક્લમ ૩૮ , કલમ ૪૦ , ક્લન ૯૧ , કલમ ૯૩ થી ૯૫ અને કલમ ૯૯ .
  • વળતરની જોગવાઈ : કલમ ૨૬ થી ૩૦ , કલમ ૩૯ , કલમ ૯. અને અધિનિયમની પ્રથમ અનુસૂચિ 
૩. અસરગ્રસ્ત કુટુંબોની સંમતિ તેમજ સામાજિક અસર સમીક્ષા અભ્યાસની આવશ્યક્તા નથી :- 
સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૨૯-૭-૨૦૧૬ના જાહેરનામા અને ઠરાવ અનુસાર ખાનગી વાટાઘાટો કરી ખાનગી ખેડૂતો પાસેથી જમીન ખરીદવાની મર્યાદા ૧૦૦૦ હેકટરની નક્કી કરવામાં આવેલ છે .

અન્ય જીલ્લામાં આપેેલ  વળતર અને વ્યાજની ચુકવણી  કેવી રીતે કરેલ છે ? તેની સમજુતી ઉપર ઉડતી નજરે




ગજુરાત રાજય ધોરીમાર્ગ યોજના (GSHP II) માર્ગ અને મકાન વિભાગ, ગજુરાત સરકાર લોક માહિતી.


જમીન બજાર ભાવ નકકી બરવા બાબત



રેલ્વે એમન્ડમેન્ટ એક્ટ 2008
આ અધિનિયમ હેઠળ ડીએફસી યોજના અંતર્ગત જમીન સંપાદન હાથ ધરવામાં આવશે જમીન સંપાદન ધારો 1894ની જોગવાઈઓ આ અનધનનર્મ હઠે ળ લાગુ પડશે નહીં.


પરિયોજના માટે ૫ુન:વસવાટ અને ૫ુુુન:વસાહત માટેના સામાન્ય સિધ્ધાંંતો..

No comments: