સતલાસણા તાલુુુુુકાના નીચેેેના ગામોના દસ્તાવેજ બંધ રાખવા બાબત. જેે સર્વે.નંબર પ્રમાણે નીચે મુજબ છે. જેની ખાસ નોંધ લેવી.
રેલ્વે લાઈન માટે કપાતા સર્વે.નંબરોની યાદી છે નીચે આપેલ
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , ભારત સરકારના રેલ્વે વિભાગ દ્વારા તારંગા - અંબાજી - આબુરોડ રેલ્વે લાઈનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . જે અંતર્ગત હાલમાં ખાનગી જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે .
નાયબ મુખ્ય ઇજનેર ( બાંધકામ ) , અજમેરના સંદર્ભ- ( ૧ ) દર્શિત પત્રથી ખાનગી જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સંપાદન હેઠળ આવતી જમીનોમાં વેચાણ - ખરીદ વ્યવહારો બંધ રાખવા સબંધિત સબરજીસ્ટ્રારશ્રીઓને સૂચના આપવા જણાવેલ છે . સંદર્ભ- ( ૨ ) માં જણાવેલ રેલ અધિનિયમ -૧૯૮૯ ( ૧૯૮૯ નો ૨૪ ) ની કલમ -૨૦ ( એ ) ના જાહેરનામાથી આ રેલ્વેલાઈનમાં સંપાદિત થનાર સર્વે નંબરોની યાદી જાહેર થયેલ છે .
સબબ , સંદર્ભ- ( ૨ ) દર્શિત જાહેરનામા મુજબના આપના સતલાસણા તાલુકાના ગામોના સંપાદન હેઠળના સર્વે નંબરોની જમીનમાં જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી વેચાણ - ખરીદ વ્યવહારો બંધ રાખવા સૂચના આપવામાં આવે છે .
No comments:
Post a Comment