ગુજરાત પટેલ વતન નાબુદી ધારો -૧૯૬૧ જમીનોના સત્તાપ્રકાર ( કબજા હક્કની શરતો ) નું સ્પષ્ટીકરણ ( Clarification ) કરવા બાબત .
૧. કાયદાની કલમ -૪ થી પટેલ વતન નાબુદ કરીને કલમ -૬,૭ અને ૧૦ ને આધીન સરકાર નિહિત કરવામાં આવ્યા છે અને તેને બિનદુમાલા જમીનના નિયમો લાગુ પાડવામાં આવ્યા છે . પરંતુ , જ્યાં વતનની જમીનનું સ્વત્વાર્પણ ( તબદીલી ) વતન કાયદાની જોગવાઈઓ અનુસાર થયું હોય તેવું સ્વત્વાર્પણ કાયદેસર ગણાશે અને આવી તબદીલી માન્ય ગણાશે . અને આવી તબદીલીઓ તબદીલીની શરતોને આધિન રહેશે
ર . કલમ -૫ મુજબ જ્યાં વતનની જમીન ગ્રાન્ટ ન હોય પરંતુ માત્ર સંપૂર્ણ કે અંશત : જમીન મહેસુલની માફીના સ્વરૂપમાં હોય ત્યાં જમીન ધારણ કરનાર જો આવી મહેસુલ માફી વાળી જમીન મૂળ નવી શરતની હોય તો નવી શરતે અને જો મુળ જુની શરતની હોય તો તે પ્રમાણે અને તે શરતોને આધિન ધારણ કરનાર ગણાશે .
૩. કલમ -૬ મુજબ :
૩ ( ૧ ) જે વતન જમીનોને કલમ -૫ ની જોગવાઈઓ લાગુ પડતી નથી તથા કલમ -૭ ( અધિકૃત ખાતેદારને રીગ્રાન્ટ ) અથવા કલમ -૧૦ ( અનઅધિકૃત ધારણ કરનારને રીગ્રાન્ટ ) સિવાયની વતન જમીનો કલમ -૬ હેઠળ વતનદારને અથવા તેના વર્તી ધારણ કરનારને આકારની છ ગણી રકમ નિયત સમયમાં વસુલ લઈને રીગ્રાન્ટ કરવામાં આવી હોય તેવી જમીનો નવી અને અવિભાજ્ય શરતની ગણાશે , પરંતુ ,
૩ ( ૨ ) , જે જમીનો વારસાગત પટેલપણાના મહેનતાણા તરીકે વતન કાયદા હેઠળ ગ્રાન્ટ કરવામાં ન આવી હોય તેવી પૂરા આકારના ૩ ગણી કબજા કિંમત વસુલીને વતનદારને રીગ્રાન્ટ કરવામાં આવી હોય તો નવી અને અવિભાજ્ય શરતની ગણાશે
૩ ( ૩ ) , કલમ -૬ હેઠળ ઠરાવ્યા મુજબ રીગ્રાન્ટ કરેલ જમીનોની કબજા કિંમત નિયત સમયમાં અને નિયત પધ્ધતિથી ભરવામાં કસુર થયેથી કબજેદાર રીગ્રાન્ટ થયેલ જમીનો અનઅધિકૃત રીતે ધારણ કરે છે તેમ ગણીને આવી જમીન ઉપરથી સંક્ષિપ્ત રીતે હકાલપટ્ટીને પાત્ર ઠરશે ,
૪. કલમ -૭ હેઠળ અધિકૃત ધારણ કરનારને ( કલમ -પ લાગુ પડતી હોય તે સિવાયની ) અન્ય વતન જમીનો પૂરા આકારની છ ગણી કબજાકિંમત વસુલીને રીગ્રાન્ટ કરેલ હશે તેવી જમીનો નવી અને અવિભાજ્ય શરતની ગણાશે.
૫. કલમ -૯ મુજબ જો કોઈ વતન જમીન કાયદેસર રીતે લીઝ પર આપેલ હોય અને નિયત દિવસે આવી લીઝ અસ્તિત્વમાં હોય ત્યારે આવી લીઝને ગણોતધારાની જોગવાઈઓ લાગુ પડશે અને આવી જમીનના ધારણ કરનારા અને તેના ગણોતિયાને મુંબઈના જોગવાઈઓ લાગુ પડશે ,
૬.કલમ -૧૦ મુજબ રીગ્રાન્ટ ન કરવામાં આવેલ જમીનોનો ધી મુંબઈ જમીન મહેસુલ અધિનિયમની જોગવાઈઓ મુજબ સરકારી ( કબજા વગરની અને બિનદુમાલા ) જમીનો તરીકે નિકાલ કરવામાં આવશે .
૭. આમ છતાં કેટલાક કિસ્સાઓમાં મહેસુલી દફતરમાં એટલે કે ગામ નમુના નં -૭ / ૧૨ મુજબ જમીનનાં સત્તાપ્રકારમાં જુની શરત દર્શાવેલ હોય છે . પરંતુ હક્કપત્રકની નોંધ એટલે કે ગામ નમુના નં -૬ માં પ્રતિબંધિત સત્તાપ્રકાર અથવા નવી શરતનાં નિયંત્રણોની નોંધ હોવા છતાં તેની અસર ૭/૧૨ માં આપવામાં આવેલ હોતી નથી અને આવી જમીનોનું વખતો વખત વેચાણ થયેલ હોય છે અને તેવી નોંધોને મંજુરીઓ પણ આપવામાં આવેલ હોય છે . આમ મહેસુલ વિભાગનાં તા .૧૭ / ૩ / ૨૦૧૭ ના પરિપત્ર ક્રમાંક ગણત / ૩૦૧૬ / ૨૧૩૫ / ઝ માં દર્શાવેલ સંજોગોમાં સરકારશ્રીએ પ્રિમિયમ વસુલવાનું થતું હોવાથી આવા શુધ્ધ બુધ્ધિ પૂર્વકનાં વ્યવહારો માટે વંચાણે લીધા- ( ૪ ) ના પરિપત્રથી બહાર પાડેલ સુચનાઓ લાગુ પડશે ..
8. ધી ગુજરાત પટેલ વતન નાબુદી ધારો -૧૯૬૧ સંદર્ભમાં ચાલતાં મહેસુલી કેસો , આવી જમીનોનાં ખેતી સિવાયના ઉપયોગ માટે હેતુફેરની મંજુરીઓ વગેરે નિર્ણયો માટે મહેસુલી રેકર્ડ તથા ઠરાવની સુચનાઓ ધ્યાને લઈ ગુણદોષ આધારે નિર્ણય લેવાનાં રહેશે .
9. ટુંકમાં આ કાયદા હેઠળ મળેલા કબજા હક્કનો સારાંશ નીચે મુજબ છે .
પરિપત્ર પ્રમાણે
No comments:
Post a Comment