સ્વામિત્વ ( SVAMITVA ) યોજના અંતર્ગત જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૯૫ તથા ૧૩૧ પ્રમાણે કામગીરી કરવા બાબત . - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, August 23, 2022

સ્વામિત્વ ( SVAMITVA ) યોજના અંતર્ગત જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૯૫ તથા ૧૩૧ પ્રમાણે કામગીરી કરવા બાબત .

 સ્વામિત્વ ( SVAMITVA ) યોજના અંતર્ગત જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૯૫ તથા ૧૩૧ પ્રમાણે કામગીરી કરવા બાબત .

( ૧ ) સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક , ગાંધીનગરનો પત્ર નંબર એસવી -૫ / સ્વામિત્વ યોજના / ૯૫-૧૩૧ ની મંજૂરી / ૨૦૨૨ . 

( ૨ ) અત્રેના સમાનાંકી ઠરાવ તા .૨૪ / ૦૧ / ૨૦૨૨

ભારત સરકારનાં પંચાયતીરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોનું સરવે કરવા સ્વામિત્વ- SVAMITVA ( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas ) યોજના જાહેર કરેલ છે . ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટસ આપવાનો ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે . આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે . સ્વામિત્વ યોજનાના અમલીકરણના ભાગરૂપે દરેક જિલ્લાના હેડક્વાર્ટર તાલુકાના ૨૨૯૪ ગામોની પસંદગી કરવામાં આવેલ . જેમાં મહેસૂલી સર્વે દાખલ કરવા બાબતે કલમ ૯૫ તથા ૧૩૧ ની મંજૂરી સંદર્ભદર્શિત ઠરાવ ક્રમાંક ( ૨ ) થી આપવાનું ઠરાવેલ . હવે રાજ્યના કુલ ૧૪૮૧૪ ગામોમાંથી બાકીના ૧૨૫૨૦ ગામોમાં સ્વામિત્વ યોજનાના અમલીકરણ માટે જમીન મહેસૂલ અધિનિયમ , ૧૮૭૯ ના પ્રકરણ ૮ , ૯ , ૧૦ , ૧૦ ( અ ) ની જોગવાઈ મુજબ રાજ્યના ગામ , નગર અને શહેરોમાં ઘરથાળની જમીનોમાં મોજણી દાખલ કરવાની અને નિભાવણી કરવાની થાય છે . આથી સ્વામિત્વ યોજના અંતર્ગત ગામોમાં મહેસૂલી સર્વે દાખલ કરવા માટે વંચાણે લીધા ( ૧ ) ના પત્રથી જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૯૫ તથા ૧૩૧ હેઠળની મંજૂરી આપવાની દરખાસ્ત સંબંધે સરકારશ્રીની સક્રિય વિચારણા બાદ નીચે મુજબ ઠરાવવામાં આવે છે .

ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટસ

ઠરાવઃ 

સ્વામિત્વ ( SVAMITVA ) યોજનાના અમલીકરણના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લાના હેડક્વાર્ટર તાલુકા સિવાયના બાકી રહેલ તમામ કૂલ - ૧૨૫૨૦ ગામોમાં મહેસૂલી સર્વે દાખલ કરવા જમીન મહેસૂલ અધિનિયમ , ૧૮૭૯ ની કલમ ૯૫ અને ૧૩૧ થી મળેલ સત્તાની રૂએ જમીનના હકોની નોંધ કરવા અને તેની જાળવણી કરવાના હેતુથી મહેસૂલનું સરવે દાખલ કરવાનું આથી ઠરાવવામાં આવે છે .

 ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,

No comments: