રાજ્યમાં મહેસૂલી કાયદામાં સરળીકરણ માટે 14 સુધારા કરવામાં આવ્યા છે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 6, 2022

રાજ્યમાં મહેસૂલી કાયદામાં સરળીકરણ માટે 14 સુધારા કરવામાં આવ્યા છે

     રાજય સરકાર કાયદાઓના સરળીકરણના દ્વારા મેહેસુલી અમલીકા૨ણમાં ભાગરૂપે 14 જેટલા મહત્વના સુધારાઓ અમલી બનાવ્યા છે . 

ગાંધીનગરમાં રાજયના મહેસુલ મંત્રી ત્રિવેદીએ આ 14 મહેસુલી સુધારાઓ અંગે માહિતી આપી હતી . ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર સરકારી / અર્ધસરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે . તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે . 

રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ -૩૬ તથા મહેસૂલ વિભાગ / સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવાપાત્ર છે , તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં .૭ માં કરવાનો નિર્ણય પણ કરાયો છે.નવી શરતની / સાંથણીની / 

ગણોત હેઠળ પિતા - માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ / બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે .


ગણોત હેઠળ પિતા - માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ / બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે . પારિવારિક વિવાદ કે ધારા અસમંજસતા આના પરિણામે દૂર થશે . એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી ( રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે ) સમયે પ્રિમિયમ , ઝોનિંગ , જી.ડી.સી.આર. , એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં . ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે . તલાટી દ્વારા ગ્રામ્ય / શહેરી વિસ્તારનાં મકાન , ફ્લેટ , દુકાનો , ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે . વ્યક્તિનું અવસાન રહેણાંક વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.ખેતીની જમીન બિનખેતી થયા બાદ , પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે.ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા , આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે - ઓર્ડર ન હોય ત્યારે , પડતર દાવા ( લીસ પેન્ડેન્સી ) ની નોંધ ગામ નમૂના -૭ માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્તમ ફળઝાડ તથા અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે આપેલ જમીનોનો ઉપયોગ થાય તથા પઢેદારની આજીવિકામાં વધારો થાય હેતુસર આવી જમીનો ઉપર ખેતી કરવાની મંજૂરી આપવાનો રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેના પરિણામે ખેત ઉત્પાદન વધશે, અને જમીન કે જે મર્યાદિત કુદરતી સ્ત્રોત છે તેનો મહત્તમ ઉપયોગ શકય બનશે . 

આ જમીન પર ખેતી કરવાના કારણે પટ્ટેદારને ખેડુતનો દરજજો મળશે નહીં. આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ, હક્કચોક્કસી , પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદ્દત ૩૧/૧૨/૨૦૨૩ સુધી લંબાવવાનો નિર્ણય તેમણે કર્યો છે . ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડાનિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે . આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે . ગણોતધારાની કલમ ૪૩/૬૩ સ્થાયીની મંજૂરી બાદ એન.એ બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરાઈ છે. ગણોત કાયદાની ૩૨ એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા . ૩૧-૧૨-૨૦૨૪ સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. શહેરોમાં સીટી સર્વે છે ત્યાં બિનખેતીની મિલકતોના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે પ્રજાજનોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે બિનખેતીનો હુકમ , બી.યુ. પમિશન , લે - આઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં . વધુમાં , ગામતળની જમીનમાં બિનખેતી કરવાની જોગવાઇ ન હોઇ , આવી જમીનનો બિનખેતી હુકમ ઉપલબ્ધ ન હોય તેથી તેમાં પણ છૂટછાટ અપાશે . જેના નિરાકરણ અર્થે આ પુરાવા જુના મકાનોના સંદર્ભે ફરજિયાત ગણાશે નહીં .

No comments: