ધી મુંબઈ મલેકી ટેન્યોર અબોલીશન એકટ , ૧૯૪૯ જમીનોના સત્તાપ્રકાર ( કબજા હક્કની શરતો ) નું સ્પષ્ટીકરણ ( Clarification ) કરવા બાબત .
ગુજરાત રાજ્યમાં વિવિધ સત્તાપ્રકાર નાબૂદી કાયદાઓ ( ઈનામ નાબૂદી કાયદાઓ ) હેઠળ કબજેદારોને જમીનો પરત્વે કબજા હક્ક આપીને તેની મહેસૂલી રેકર્ડ એટલે કે ગામ નમુના નં- તથા ગામ નમુના નં -૭ / ૧૨ માં તત્કાલીન સમયે નોંધો કરવામાં આવી છે . પરંતુ મહેસુલી રેકર્ડમાં નોંધાયેલા કબજા હક્ક કઈ શરતે ગણવા તે બાબતે સ્પષ્ટતા થતી ન હોવાથી મહેસુલી વહીવટમાં મુશ્કેલીઓ પ્રવર્તે છે તે બાબત સરકારશ્રીના ધ્યાન પર આવી છે . રાજ્યની મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ કરીને લોકાભિમુખ વહીવટના ઉદ્દેશને સિધ્ધ કરવાના હેતુથી વિવિધ સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ હેઠળની જમીનોનાં સત્તાપ્રકાર એટલે કે કબજા હક્કની શરતો નક્કી કરીને તેની ભલામણો કરવા ઉપર આમુખમાં વંચાણે લીધેલા મહેસુલ વિભાગના ક્રમાંકઃ- ( ૧ ) અને ( ર ) ના પરિપત્રોથી શ્રી સી.એલ. મીના ( આઈ.એ.એસ. નિવૃત ) ના અધ્યક્ષપદે સમિતિની રચના / પુન : રચના કરવામાં આવી હતી . ઉકત સમિતિએ વિસ્તૃત અભ્યાસ કરીને તેનો અહેવાલ તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ ના રોજ સરકારશ્રીના મહેસુલ વિભાગને રજુ કરેલ છે . સમિતિએ રજુ કરેલ ભલામણ અહેવાલના આધારે સત્તાપ્રકાર નાબુદી કાયદાઓની જોગવાઈઓ તથા સરકારશ્રીએ આ કાયદાઓ સબંધમાં સમયાંતરે બહાર પાડેલ વહીવટી સુચનાઓ વગેરે ધ્યાને રાખીને કબજા હક્કની શરતો બાબતમાં સ્પષ્ટીકરણ કરતી સુચનાઓ બહાર પાડવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ પૈકી ધી મુંબઈ મલેકી ટેન્યોર અબોલીશન એકટ , ૧૯૪૯ હેઠળ કબજેદારોને મળેલા જમીનોનાં કબજા હક્કની શરતોના સ્પષ્ટીકરણ બાબતમાં સરકારશ્રીએ કાળજીપૂર્વકની વિચારણા કરી છે .
કાળજીપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે ધી મુંબઈ મલેકી ટેન્યોર અબોલીશન એકટ , ૧૯૪૯ હેઠળ કબજેદારોને મળેલા જમીનોનાં કબજા હક્કની શરતોનું સ્પષ્ટીકરણ ( Clarification ) નીચે દર્શાવ્યા પ્રમાણે કરવાનું આથી ઠરાવવામાં આવે છે
આ કાયદો ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાનાં નીચેનાં ૨૭ ગામોમાં અમલમાં હતો .
( ૧ ) પડાલ ( ૨ ) રસુલપુરા ( ૩ ) મેનપુરા ( ૪ ) બાલધા ( ૫ ) પાલી ( ૬ ) માલવણ ( ૭ ) રૂસ્તમપુરા ( ૮ ) ખાઈગોધરા ( ૯ ) નાડદ્રા ( ૧૦ ) સલુન ( ૧૧ ) સાણંદા ( ૧૨ ) પાલૈયા ( ૧૩ ) જર્નલ ( ૧૪ ) સનૈયા ( ૧૫ ) વાંગરોલી ( ૧૬ ) સંધેલી ( ૧૭ ) ડભાલી ( ૧૮ ) વસો ( ૧૯ ) મહી - ઈટાડી વાળી ભાગ ( ૨૦ ) મહી - ઈટાડી વાલવપુર ( ૨૧ ) કુંજા ( રર ) રોઝવા ( ૨૩ ) વડાડ ( ૨૪ ) મીઠા ના મુવાડા ( ૨૫ ) અગડી કસ્બા ( ર ૬ ) અગડી પહાડીઓ ( ૨૭ ) વણોદા
( ૧ ) મલેકોની પોતાની ઘરખેડ ( મલેકી નાકરુ ) ની ખાતાની જમીનો પૂરતાં જૂની શરતના હકકો ભોગવે છે તેમ ગણાશે . એટલે કે ધરખેડ જમીનો જુની શરતની ગણાશે ( ર ) આ કાયદા હેઠળની મલેકી વજેલી અને સાંથલી જમીનો નવી શરતની ગણાશે ( 3 ) મલેકી ગામોમાં ધ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો ૧૯૪૮ હેઠળ ગણોતિયાના કેસો ચલાવીને જે ઇસમોના ગણોત હક્કો નિર્ણિત થયા હશે તો તેનું નિયમન ધ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો ૧૯૪૮ મુજબ થશે , ( ૪ ) આ કાયદાની કલમ -૫ મુજબ મલેકી ગામોની જે જમીનોની માલિકી સાર્વજનિક માલિકીમાં ફેરવાયેલ હોય તેવી જમીનોનું નિયમ , નિકાલ વગેરે કાર્યવાહી ધ મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ , ૧૮૭૯ ની જોગવાઈઓ તથા તે હેઠળનાં નિયમો મુજબ કરવામાં આવશે અને આવી જમીનોનો નિકાલ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન જમીન મહેસૂલ કાયદા અન્વયે તે નવી અને અવિભાજ્ય શરતની ગણાશે . ( ૫ ) આમ છતાં કેટલાક કિસ્સાઓમાં મહેસુલી દફતરમાં એટલે કે ગામ નમુના નં -૭ , ૧૨ મુજબ જમીનનાં સત્તાપ્રકારમાં જુની શરત દર્શાવેલ હોય છે . પરંતુ હક્કપત્રકની નોંધ એટલે કે ગામ નમુના નં -૬ માં પ્રતિબંધિત સત્તાપ્રકાર અથવા નવી શરતનાં નિયંત્રણોની નોંધ હોવા છતાં તેની અસર ૭/૧૨ માં આપવામાં આવેલ હોતી નથી અને આવી જમીનોનું વખતો વખત વેચાણ થયેલ હોય છે અને તેવી નોંધોને મંજુરીઓ પણ આપવામાં આવેલ હોય છે . આમ મહેસુલ વિભાગનાં તા .૧૭ / ૩ / ૨૦૧૭ ના પરિપત્ર ક્રમાંક : - ગણત / ૩૦૧૬ / ૨૧૩૫ / ઝ માં દર્શાવેલ સંજોગોમાં સરકારશ્રીએ પ્રિમિયમ વસુલવાનું થતું હોવાથી આવા શુધ્ધ - બુધ્ધિ પૂર્વકનાં વ્યવહારો માટે વંચાણે લીધા- ( ૪ ) ના પરિપત્રથી બહાર પાડેલ સુચનાઓ લાગુ પડશે . ( ૬ ) મલેકી ગામોમાં આવેલ જમીનો બાબતમાં ચાલતાં મહેસુલી કેસો , આવી જમીનોનાં ખેતી સિવાયના ઉપયોગ માટે હેતુફેરની મંજુરીઓ વગેરે નિર્ણયો માટે મહેસુલી રેકર્ડ તથા ઠરાવની સુચનાઓ ધ્યાને લઈ ગુણદોષ આધારે નિર્ણય લેવાના રહેશે
No comments:
Post a Comment