ધી મુંબઈ ભાગીદારી અને નરવાદારી ટેન્યોર અબોલીશન એકટ , ૧૯૪૯ જમીનોના સત્તાપ્રકાર ( કબજા હક્કની શરતો ) નું સ્પષ્ટીકરણ ( Clarification ) કરવા બાબત .
ગુજરાત રાજ્યમાં વિવિધ સત્તાપ્રકાર નાબૂદી કાયદાઓ ( ઈનામ નાબૂદી કાયદાઓ ) હેઠળ કબજેદારોને જમીનો પરત્વે કબજા હક્ક આપીને તેની મહેસૂલી રેકર્ડ એટલે કે ગામ નમુના નં -૬ તથા ગામ નમુના નં -૭ / ૧૨ માં તત્કાલીન સમયે નોંધો કરવામાં આવી છે . પરંતુ મહેસુલી રેકર્ડમાં નોંધાયેલા કબજા હક્ક કઈ શરતે ગણવા તે બાબતે સ્પષ્ટતા થતી ન હોવાથી મહેસુલી વહીવટમાં મુશ્કેલીઓ પ્રવર્તે છે તે બાબત સરકારશ્રીના ધ્યાન પર આવી છે . રાજ્યની મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ કરીને લોકાભિમુખ વહીવટના ઉદ્દેશને સિધ્ધ કરવાના હેતુથી વિવિધ સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ હેઠળની જમીનોનાં સત્તાપ્રકાર એટલે કે કબજા હક્કની શરતો નક્કી કરીને તેની ભલામણો કરવા ઉપર આમુખમાં વંચાણે લીધેલા મહેસુલ વિભાગના ક્રમાંકઃ-
( ૧ ) અને ( ૨ ) ના પરિપત્રોથી શ્રી સી.એલ. મીના ( આઈ.એ.એસ. નિવૃત ) ના અધ્યક્ષપદે સમિતિની રચના / પુન : રચના કરવામાં આવી હતી . ઉકત સમિતિએ વિસ્તૃત અભ્યાસ કરીને તેનો અહેવાલ તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ ના રોજ સરકારશ્રીના મહેસુલ વિભાગને રજુ કરેલ છે . સમિતિએ રજુ કરેલ ભલામણ અહેવાલના આધારે સત્તાપ્રકાર નાબુદી કાયદાઓની જોગવાઈઓ તથા સરકારશ્રીએ આ કાયદાઓ સબંધમાં સમયાંતરે બહાર પાડેલ વહીવટી સુચનાઓ વગેરે ધ્યાને રાખીને કબજા હક્કની શરતો બાબતમાં સ્પષ્ટીકરણ કરતી સુચનાઓ બહાર પાડવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ પૈકી ધી મુંબઈ ભાગદારી અને નરવાદારી ટેન્યોર અબોલીશન એકટ , ૧૯૪૯ હેઠળ કબજેદારોને મળેલા જમીનોનાં કબજા હક્કની શરતોના સ્પષ્ટીકરણ બાબતમાં સરકારશ્રીએ કાળજીપૂર્વકની વિચારણા કરી છે .
No comments:
Post a Comment