સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈપણ લેખ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાના કારણોની ફરજીયાત લેખિત હુકમ કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, August 18, 2022

સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈપણ લેખ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાના કારણોની ફરજીયાત લેખિત હુકમ કરવા બાબત.

 સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈપણ લેખ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાના કારણોની ફરજીયાત લેખિત હુકમ કરવા બાબત.

લેખ/દસ્તાવેજ વાળી મિલકત પોતાના પેટા જીલ્લામાં આવેલી નથી તે સિવાયના બીજા કારણે તે લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાનો પોતે ના પાડી હોય ત્યારે દરેક સબરજીસ્ટ્રારે તે લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાનો હુકમ કરવો જોઈશે અને તે હુકમ માટેના કારણોની પોતાના રજીસ્ટર નંબરઃ ૨ માં લેખિત નોંધ કરવી જોઈશે અને તે લેખ/દસ્તાવેજ ઉપર “રજીસ્ટ્રેશન કરવાની ના પાડી” એ શબ્દો લખવા જોઈશે અને દસ્તાવેજ કરી આપનાર અથવા તે હેઠળ હકદાવો કરનાર પક્ષકારે કરેલી અરજી ઉપરથી તેને તે રીતે નોંધેલા કારણોની નકલ વિનામુલ્યે અને બિનજરૂરી વિલંબ વગર સબ રજીસ્ટાર તરફથી લેખ/દસ્તાવેજના પક્ષકાર ને આપવાની રહે છે.

લેખીતમાં હુકમ કરવો ઉપરા અધિકારી ને જાણ કરવી

નોંધણી અધિનિયમ સને ૧૯૦૮ માં કરેલી જોગવાઈઓ હેઠળ ઉપર પ્રમાણે શેરો કરેલા લેખો/દસ્તાવેજોને રજીસ્ટર્ડ કરવાનો આદેશ કરવામાં આવે ત્યાં સુધી કોઈ સબરજીસ્ટ્રાર તે લેખ/દસ્તાવેજ રજીસ્‍ટ્રેશન માટે સ્વીકારી શકશે નહી. કોઈપણ લેખ/દસ્તાવેજ કરી આપ્યાનો ઈનકાર થયાના કારણ સિવાયના બીજા કોઈપણ કારણે લેખ રજીસ્ટર કરવાની ના પાડતા સબરજીસ્ટ્રારના હુકમો ઉપર રજીસ્‍ટ્રારને અપીલ કરવાની જોગવાઈ.

લેખ/દસ્તાવેજ કરી આપવાના ઈનકાર થયાના કારણે લેખ/દસ્તાવેજનું રજીસ્ટર્ડ કરવાની ના પાડવામાં આવી હોય તે સિવાયના પ્રસંગે, સબરજીસ્ટ્રારે લેખ/દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે સ્વીકારવાની ના પાડવાનો હુકમ કર્યો હોય (પછી તે લેખ/દસ્તાવેજનું રજીસ્‍ટ્રેશન ફરજીયાત કે મરજીયાત હોય તો તે સબરજીસ્ટ્રાર જેના તાબામાં હોય તે રજીસ્‍ટ્રારને હુકમ થયાની તારીખથી ત્રીસ દિવસની અંદર રજુ કરવામાં આવે તો તે હુકમ ઉપર અપીલ થઈ શકશે અને રજીસ્ટ્રાર તે હુકમ ફેરવી શકશે અથવા બદલી શકશે.

રજીસ્ટ્રારે હુકમ કરીને તે લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાનું ફરમાવ્યું હોય અને તેવો હુકમ થયા પછી ત્રીસ દિવસની અંદર રજીસ્ટ્રેશન માટે તે લેખ/દસ્તાવેજ રજુ કરવામાં આવ્યો હોય તો સબરજીસ્ટ્રારે તે હુકમનું પાલન કરવું જોઈશે અને તેમ થયે તેણે શક્ય હોય ત્યાં સુધી કલમો ૫૮, ૫૯ અને ૬૦માં ઠરાવેલી કાર્યરીતી અનુસરવી જોઈએ અને તેવું રજીસ્ટ્રેશન તે દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે પ્રથમ રીતસર રજુ કરવામાં આવ્યો ત્યારે તે રજીસ્ટર કરવામાં આવ્યો હતો એમ તે અમલી બનશે.

લેખ/દસ્તાવેજ કરી આપ્યાના ઈનકારના કારણે સબરજીસ્ટ્રાર રજીસ્ટર કરવાની ના પાડે ત્યારે રજીસ્ટ્રારને (ઉપલા અધિકારી) અરજી કરવા બાબત.

દરેક રજીસ્‍ટ્રાર : (ક) લેખ/દસ્તાવેજવાળી (મેલક્ત પોતાના જીલ્લામાં આવેલી નથી અથવા દસ્તાવેજ સબરજીસ્ટ્રારની કચેરીમાં રજીસ્ટ્રાર કરવો જોઈએ તે કારણ સિવાયના બીજા કોઈ કારણે લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની ના પાડે

અથવા

રજીસ્‍ટ્રેશન એક્ટની કલમ ૭૨ અથવા ૭૫ હેઠળ લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાનો આદેશ કરવાની ના પાડે ત્યારે તેણે દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાનો હુકમ કરવો જોઈશે અને તે હુકમ માટેના કારણોની પોતાના રજીસ્ટર નંબરઃ ૨ માં લેખિત નોંધ કરવી જોઈશે અને દસ્તાવેજ કરી આપનાર અથવા તે હેઠળ હક્કદાવો કરનાર કોઈ વ્યક્તિએ કરેલી અરજી ઉપરથી તેને તેવી રીતે નોંધેલા કારણોની નકલ બિનજરૂરી વિલંબ વગર આપવી જોઈશે.

રજીસ્‍ટ્રેશન એક્ટ ૧૯૦૮ ની કલમ ૭૨ અથવા ૭૬ હેઠળ લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાનો હુકમ કરવાની રજીસ્ટ્રાર ના પાડે ત્યારે તે લેખ/દસ્તાવેજ હેઠળ હક્કદાવો કરનાર વ્યકિત અથવા તેનો પ્રતિનિધિ અથવા તેણે જેને નામફેર કરી આપ્યુ હોય તે વ્યકિત અથવા તેનો એજન્ટ ના પાડવાનો હુકમ કર્યા પછી ત્રીસ દિવસની અંદર જે કચેરીમાં લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવવો હોય તે કચેરી જે દિવાની કોર્ટની અવ્વલ હકુમતની સ્થાનિક હદમાં આવેલી હોય તે કોર્ટમાં જો હુકમનામું થયા પછી ત્રીસ દિવસની અંદર તે લેખ/દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે રજુ કરવામાં આવે તો તે કચેરીમાં તેને રજીસ્ટર્ડ કરી આપવાનો આદેશ આપતું હુકમનામું મેળવવા દિવાની દાવો કરી શકશે.

નોંધણી અધિનિયમની કલમ ૭૪ હેઠળની કોઈ તપાસ કરવા માટે રજીસ્ટ્રાર સાક્ષીઓને સમન્સથી બોલાવી હાજર રહેવાની અને પોતે દિવાની કોર્ટ હોય તેમ તેમને જુબાની આપવાની ફરજ પાડી શકાશે તેવી કોઈ તપાસનું પુરેપુરુ અથવા અંશમાં ખર્ચ કોણે આપવું તે બાબત પણ આદેશ કરી શકશે અને આવું ખર્ચ દિવાની કાર્યરેતી અધિનિયમ ૧૯૦૮ હેઠળ કોઈ દાવામાં અપાવેલ ખર્ચ હોય તેમ વસુલ કરી શકાશે.

સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈપણ લેખ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાના કારણોની ફરજીયાત લેખિત હુકમ કરવા બાબત.


રજીસ્‍ટ્રારે લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાનો હુકમ કરવા બાબતની જોગવાઈ.

આ કલમ અથવા કલમ ૭૨ હેઠળ રજીસ્ટારે કરેલા હુકમ ઉપર અપીલ થઈ શકશે નહી.

લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવાની ના પાડવાનો રજીસ્ટ્રાર હુકમ કરે ત્યારે દાવો કરવા બાબત

હુકમનામાં અનુસાર રજીસ્‍ટ્રેશન માટે રજુ કરેલા તમામ લેખો/દસ્તાવેજોને કલમ ૭૫ ની પેટા કલમો (૨) અને (૩) માં જણાવેલી જોગવાઈઓ જોઈતા ફેરફારો સાથે લાગુ પડશે અને રજીસ્‍ટ્રેશન અધિનિયમમાં ગમે તે મજકુર હોય તે છતાં સદરહુ લેખ/દસ્તાવેજ રજીસ્ટર્ડ તેવા દાવામાં પુરાવામાં સ્વીકારી શકાશે.



No comments: