જમીનનો વિવાદ પેન્ડિંગ હોય તો જમીન માલિકને વીજ જોડાણનો ઇનકાર ન કરી શકાય : હાઇકોર્ટ : - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Wednesday, August 10, 2022

જમીનનો વિવાદ પેન્ડિંગ હોય તો જમીન માલિકને વીજ જોડાણનો ઇનકાર ન કરી શકાય : હાઇકોર્ટ :

અરજદારની પ્રોપર્ટીને ઝડપથી વીજળીનું જોડાણ કાયદાની જોગવાઈઓ અન્વયે આપવા આદેશ

વીજળીના કનેક્શનની મંજૂરી અને જમીનની માલિકી કે કબજા વચ્ચે કોઇ સબંધ નથી : હાઇકોર્ટ
જમીનનો વિવાદ પેન્ડિંગ હોય તો જમીન માલિકને વીજ જોડાણનો ઇનકાર ન કરી શકાય : હાઇકોર્ટ :
  • ‘ વીજ કંપનીને એવો કોઈ અધિકાર કે સત્તા મળી નથી કે તેઓ નક્કી કરે કે જમીન કોની માલિકીની છે કે કોણ કબજેદાર છે ” 
  • તેથી તેમણે વીજળી આપવાની માંગ કરી હતી . જોકે ઓથોરિટીએ એમ કહીને તેમને જોડાણ આપવાનો ઇનકાર કર્યો છે કે આ જમીન પર તેઓ દબાણકર્તા છે અને મૂળ જમીન સરકારની છે. જોકે કાયદાની જોગવાઇ આ મામલે અત્યંત સ્પષ્ટ છે કે જો કોઈ જમીન કે પ્રિમાઇઝનો માલિક અથવા તો કબજેદાર વીજળીનું કનેક્શન માંગે તો ઓથોરિટીએ વીજળી પૂરી પાડવી પડે હાઇકોર્ટની ડિવીઝન બેંચે પણ આ અનુસંધાને આદેશ કરેલો છે. હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ‘ કાયદાની જોગવાઇ મુજબ વીજ કંપનીને એવો કોઇ અધિકાર કે સત્તા મળી નથી કે તેઓ નક્કી કરે કે જમીન કોની માલિકીની છે કે કોણ કબજેદાર છે વગેરે. વીજળીનું જોડાણ આપવા અને જમીન પરની માલિકી કે કબજા વચ્ચે કોઇ સબંધ નથી તેથી કંપનીને આદેશ કરવામાં આવે છે કે તેઓ અરજદારની પ્રોપર્ટીને ઝડપથી વીજળીનું જોડાણ કાયદાની જોગવાઇઓ અન્વયે આપે .
  • ઓથોરિટીએ એમ કહીને જોડાણ આપવાનો ઇનકાર કર્યો કે , આ જમીન પર અરજદાર દબાણકર્તા છે અને મૂળ જ્મીન સરકારની છે


No comments: