જમીન મહેસુલ સંહિતાની કલમ-૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગી તથા પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિમાં સરળીકરણ કરવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/૬ સચિવાલય, ગાંધીનગર. તારીખઃ. ૧૩/૦૯/૨૦૨૪.
વંચાણમાં લીધુ:
(૧) મહેસૂલ વિભાગનો તા.૧/૭/૦૮નો ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨પ/ક
(૨) મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૧૧નો ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨પ/ક
(૩) મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૫/૧૮નો પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૩૨૭/ક
(૪) મહેસૂલ વિભાગનો તા.૧૬/૦૮/૧૮નો પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક
(૫) મહેસૂલ વિભાગનો તા. ૧૨/૧૨/૧૮નો પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક
(૬) મહેસૂલ વિભાગનો તા.૦૮/૧૧/૨૦૧૯નો પરિપત્ર ક્રમાંક:બખપ/૧૦૨૦૧૯ / ૧૮૯૮ /8
(૭) મહેસૂલ વિભાગનો તા.૦૮/૧૧/૨૦૧૯નો પરિપત્ર ક્રમાંક:નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ(પાર્ટ-૨)
બિનખેતી કરવાની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર ખરાઈ માટે મહેસૂલી રેકર્ડની ચકાસણીના કિસ્સામાં તા.૦૬/૦૪/૧૯૯૫ થી અગાઉનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહિ.
//પરિપત્ર//
ઉકત વંચાણે લીધેલ સંદર્ભ(૧) થી (૪) ને આધીન સંદર્ભ (૫)ના તા. ૧૨/૧૨/૨૦૧૮ ના પરિપત્રથી બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયા સમગ્ર રાજયમાં ONLINE કરવામાં આવેલ છે તથા મહેસુલી ટાઇટલ ચકાસણી બાબતે સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ સંદર્ભ (૬)દર્શિત પરિપત્રથી જમીન અંગેની વિવિધ પરવાનગીઓ મેળવવા માટે i-ORA પરની ઓનલાઇન કાર્યપદ્ધતિમાં પ્રોવિઝનલ મંજૂરી, ખેડૂત ખાતેદાર ખરાઇ તથા બોજા સાથે બિનખેતી પરવાનગી અંગે જરૂરી સુધારા કરવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે. તથા સંદર્ભ(૭)દર્શિત પરિપત્રથી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે પ્રિમિયમ વસૂલવાની પરવાનગીની સાથે બિનખેતીની પરવાનગી મેળવવા "બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી” ની કાર્યપદ્ધતિ ઓનલાઈન કરવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે.
ઉક્ત સુચનાઓ મુજબ બિનખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણી કરવાની હોવાથી પ્રથમ પ્રમોલગેશનથી એટલે કે સને ૧૯૫૧-૫૨થી પ્રથમ પ્રમોલગેશનથી ખેડૂત ખરાઇ કરવામાં આવે છે અને તે હેતુથી સને ૧૯૫૧-૫૨ થી ખેડૂત ખરાઇ કરવામાં આવે છે. સને ૧૯૫૧- પરથી હાલ ૭૦ વર્ષ બાદ બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પુર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદનારાઓ દ્વારા જુના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાથી બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઇના મુદ્દે દફતરે અન્યથા નામંજૂર કરવાના કિસ્સાઓ સરકારશ્રીના ધ્યાનમાં આવેલ છે.
મુળ ખેડુત ખરાઈ બાબતે મુળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતા તથા બીનખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે અરજદારશ્રીઓને અનેક હાલાકીઓ પડે છે. વર્ષ ૨૦૦૪માં મહેસૂલી રેકર્ડનું ડીજીટાઇઝેશન થયેલું હોવાથી રાજયમાં બિનખેતી પરવાનગી દરમિયાન ખેડૂત ખરાઈ માટે નિશ્ચિત સમયગાળા સુધીનું રેકર્ડ ધ્યાને લેવાની બાબતે વખતોવખતની રજુઆતો ધ્યાને લેતા ખેડુત ખરાઇ બાબતે નિમ્નલિખિત સુચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે:
"જુની શરતની તથા ખેતીથી ખેતી જુની શરત થયેલ તેવી બિનખેતી પ્રિમિયમપાત્ર જમીનની જ્યારે બિનખેતી કરવાની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર ખરાઈ માટે મહેસૂલી રેકર્ડની ચકાસણીના કિસ્સામાં તા.૦૬/૦૪/૧૯૯૫ થી અગાઉનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહિ."
વધુમાં, બિનખેતી પરવાનગી વખતે કલેકટરશ્રીએ કબ્જેદારો પાસેથી ખેડુત ખાતેદાર ખરાઇ માટે આ સાથે સામેલ પરિશિષ્ટ-અ મુજબનું સોગંદનામુ મેળવવાનું રહેશે.
હાલમાં જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન અથવા તપાસ પડતર છે તેવા કેસોમાં સદરહુ પરિપત્રની જોગવાઈ લાગુ પડશે નહિ. બિનખેતી પરવાનગી દરમ્યાન ખેડૂત ખરાઈ બાબતે તમામ વિદ્યમાન જોગવાઇઓમાં આ ઠરાવની જોગવાઈ લાગુ પાડવાની રહેશે અને આ જોગવાઇઓનો તમામ સક્ષમ સત્તાધિકારીઓએ રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સદરહુ બાબતે ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે વિચારણાધીન કેસોમાં આ સુધારો લાગુ પડશે નહિ.
No comments:
Post a Comment