ગુજરાત સરકાર કાયદા વિભાગ, sais:LD/EAB/e-file/12/2023/5220/Charity-E. X, સરદાર ભવન, રાચિવાલય, ગાંધીનગર. ता. 26/07/23.
પ્રસ્તાવના :
ચેરીટીતંત્રની કામગીરી રાજ્યમાં નોંધાયેલ સાર્વજનિક, ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોના વહીવટનું નિયમન ક૨વા અંગેની છે. ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ ની કલમ -૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદીલ ક૨વા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. આ મિલકતો સાર્વજનિક હેતુ માટેની હોવાથી સામાન્ય રીતે ટ્રસ્ટ પોતાની મિલકત ટ્રસ્ટના હેતુઓને પરિપૂર્ણ કરવા માટે મિલકતની વેચાણની પરવાનગી માંગતા હોય છે. આથી આવા હેતુઓને સિધ્ધ ક૨વા મહત્તમ રકમ મળે તે હેતુથી તેની તબદીલી વખતે મિલકતોની વાસ્તવિક કિંમત અને આક૨ણી સંબંધે વાંધાઓ રજૂ થતાં બિન જરૂરી રીતે કાર્યવાહીમાં વિલંબ થાય છે. વધુમાં તંદુરસ્ત સ્પર્ધાને અભાવે સિન્ડિકેટ થવાની, ઈજારાશાહી વધવાની તથા સ્પર્ધાત્મક ભાવ ન મળવાની શક્યતા રહે છે તે બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે. જેથી આ કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી અને આ કાર્યવાહી સમગ્ર રાજય અને દેશમાં તેને જોઈ શકાય તે માટે આજના પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે બાબત રાજય સરકારશ્રીની સક્રિય વિચારણાં હેઠળ હતી.
ઠરાવ :
આથી પુખ્ત વિચારણાંના અંતે ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ હેઠળની કાર્યવાહી કે જે હાલ મેન્યુઅલી ક૨વામાં આવે છે. તેના બદલે આ કાર્યવાહી સરકારમાન્ય એજન્સી M/s. (n) Code Solution Ahmedabad 1 e-Auction Portal Application મારફતે ફરજિયાત હાથ ધરવાનું ઠરાવવામાં આવે છે.
ચેરીટી કમિશ્વાનરશ્રીએ ઉપરોકત હુકમનો ચુસ્તપણે અમલ કરવા અને તેઓના કાર્યક્ષેત્રમાં આવતી તાબા હેઠળની સંયુકત ચેરીટી કમિશ્વારશ્રીની કચેરીઓને ઉપરોકત કાર્યવાહીનો ચુસ્તપણે અમલ થાય તે માટે પ્રબંધ ક૨વા જણાવવામાં આવે છે.
વધુમાં આ હુકમ થયા અગાઉ કલમ-૩૬ હેઠળની આપેલ જાહેરાત કે જે અન્વયેની પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી તે સ્થગિત કરી નવેસરથી e-Auction Portal Application મારફતે જ કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
સદ૨ e-Auction પ્રક્રિયા અંગે થનાર ખર્ચ મિલકત વેચાણ કરનાર ટ્રસ્ટએ ભોગવવાનો રહેશે.
No comments:
Post a Comment