હક્કપત્રકોમાં રહેલ માત્ર ભૂલભરેલી નોંધ ન તો - ટાઇટલ ઊભું કરે છે, કે ન તો ટાઈટલ નાબૂદ કરે છે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, September 28, 2024

હક્કપત્રકોમાં રહેલ માત્ર ભૂલભરેલી નોંધ ન તો - ટાઇટલ ઊભું કરે છે, કે ન તો ટાઈટલ નાબૂદ કરે છે

હક્કપત્રકોમાં રહેલ માત્ર ભૂલભરેલી નોંધ ન તો - ટાઇટલ ઊભું કરે છે, કે ન તો ટાઈટલ નાબૂદ કરે છે.


હક્કપત્રકોમાં રહેલ માત્ર ભૂલભરેલી નોંધ ન તો - ટાઇટલ ઊભું કરે છે, કે ન તો ટાઈટલ નાબૂદ કરે છે.

ધણાં લોકોમાં એવી માન્યતા રહેલી છે કે, રરજ. વેચાણ  દસ્તાવેજથી કોઈ જમીન કે મિલકત ખરીદ્યા બાદ તેની નોંધ ૭/૧૨માં યા સિટીસર્વેની નકલમાં માલિક તરીકે દાખલ થાય તો જ અને ત્યારે જ તેઓ માલિક ગણાય પરંતુ આ ખોટી માન્યતા લોકોમાં રહેલી છે. પરંતુ ખરી હકીકતમાં કોઈપણ જમીન યા મિલકતના માલિકનું નામ ૭/૧૨માં દાખલ થયેલ હોય તો જ તે માલિક ગણાય તેવું જરૂરી નથી. ૭/૧૨ યા સિટીસર્વેની નકલ યાને રેવન્યૂ રેકર્ડનું પુરાવાકીય મૂલ્ય નથી, રેવન્યૂ રેકર્ડની માત્ર ફિસ્કલ વેલ્યૂ છે.


વધુમાં કહીએ તો ૭/૧૨ યા સિટીસર્વેની નકલ યાને રેવન્યૂ રેકર્ડના હક્કપત્રકોમાં રહેલ ભૂલભરેલી નોંધ ન તો ટાઇટલ ઊભું કરે છે, કે ના તો ટાઇટલ નાબૂદ કરે છે, ભલે હક્કપત્રકોમાં પાડવામાં આવેલ નોંધ તેની સચ્ચાઈ અંગે અનુમાનનીય મૂલ્ય ધરાવતી હોય તેમ છતાં આવું અનુમાન તેના સ્વરૂપમાં ખંડનપાત્ર છે અને જો મિલકતના સંબંધમાં હક્ક, ટાઇટલ અને હિતને અસર કરતા સુસંગત દસ્તાવેજ ઉપરથી કોર્ટ (સત્ય) શોધે છે તો પછી તેવા ટાઇટલની જાહેરાત કરવામાં કોર્ટના પક્ષે કોઈ મુશ્કેલી નથી, ભલે પછી હકીકત એવી હોય કે જે વ્યક્તિના નામે ટાઇટલ હોવાનું કોર્ટને જણાય તેનું નામ હક્કપત્રકોમાં નોંધાયેલ ન હોય. હક્કપત્રકો એક વ્યક્તિને જમીન મહેસૂલ માટે જવાબદાર બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવે છે અને તે સિવાય કશા માટે નહીં.


આમ, ઉપર વર્ણવ્યા મુજબ ‘હક્કપત્રકોમાં રહેલ માત્ર ભૂલભરેલી નોંધ ન તો ટાઇટલ ઊભું કરે છે, કે ન તો ટાઇટલ નાબૂદ કરે છે' તેવો સિદ્ધાંત નામદાર કલકત્તા હાઇકોર્ટ (ખંડપીઠ) દ્વારા લૈલી બીબી મોન્ડલ અને બીજાઓ વિરુદ્ધ અબ્દુસ ઉર્ફે અબ્દુલ ખાલેક મોન્ડલ અને બીજાઓ, એસ.એ.ટી.નં.૯૫/૨૦૨૩, ૯૭/૨૦૨૩, આઈ.એ.(સી.એ.એન.) - નં.૦૧/૨૦૨૩ ના કામે તા. ૧૮/૧૦/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૨, ઇશ્યૂ-૯, સપ્ટેમ્બર-૨૦૨૪, પાના નં.૮૩૯) આકેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.


વાદી-અપીલકર્તાના પુરોગામીઓએ ટાઇટલની જાહેરાત માટે તેમજ દાવાવાળી મિલકતના સંબંધમાં શાંતિપૂર્ણ કબજામાં દખલગીરી કરવાથી બચાવકર્તાઓને અટકાવતા કાયમી મનાઈ હુકમ માટે દાવો દાખલ કર્યો હતો. વાદીના હિતના પુરોગામી નામે : નફુરાલી મોન્ડલે પ્રશ્નવાળી મિલકતો ભાડુઆત (ગણોતિયા) તરીકે લીધી હતી અને તેની ઉપર ખેતી કરીને કબજાનો ભોગવટો કર્યો હતો. મજકૂર નેફુરાલી મોન્ડલેના અવસાનથી પ્રશ્નવાળી મિલકત તેમના વારસ તરીકે મૂળ વાદી ઉપર સંક્રમિત થઈ હતી. પરંતુ જમીનના હક્કપત્રકો ભૂલથી એક અબ્દુલ ખાલેક મોન્ડલ તેમજ સરાફત મોન્ડલના નામો સમાવતા હતા અને હક્કપત્રકોમાં રહેલ ભૂલભરેલી નોંધનો ફાયદો ઉઠાવી પ્રતિવાદીઓ મૂળ વાદીનો કબજો મેળવવાનો પ્રયત્ન કરી રહેલા હોવાની રજૂઆત દાવામાં કરવામાં આવેલી. લેખિત જવાબના નિવેદન મુજબ તમામ સમય દરમિયાન કબજો કથિત પ્રતિવાદી પાસે રહેવા પામ્યો હતો અને હાલનો દાવો વિશિષ્ટ દાદ અધિનિયમની કલમ- ૩૪ હેઠળ પ્રતિબંધિત છે કારણ કે મૂળ વાદીએ આગળ વધુ કબજાની વસૂલાતની દાદ માંગ્યા વિના તેમના હક્ક, ટાઇટલ, હિતની જાહેરાત તેમજ કાયમી મનાઈ હુકમ માટેનો સાદો દાવો દાખલ કર્યો હતો. પ્રતિવાદીએ પ્રશ્નવાળી મિલકતોના સંબંધમાં ભાડું ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા અને તેઓએ તેમ કરવાનું અવગણ્યું હતું. મજકૂર જમીન માલિકોએ ભાડાની વસૂલાત માટે પહેલા મુન્સીફ, બરૂઈપુરની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને તે જ વર્ષે હુકમનામું કરવામાં આવ્યું અને કથિત હુકમનામાને અમલ કાર્યવાહી દાખલ કરીને અમલમાં મૂકવામાં આવેલ અને અમલ કરનારી કોર્ટના હુકમ થકી તેવો (ભાડૂત/ગણોત હક્ક) અધિકાર હરાજીમાં મૂકવામાં આવ્યો હતો. મજકૂર પ્રતિવાદીનો વિશેષ બચાવ છે કે અરિજન બીબી પર્દાનશીન બીબી હોઈ હક્કપત્રકોના સુધારા માટે પગલાં લઈ શકી નહોતી, પરંતુ તેણી કોર્ટમાં થયેલ વેચાણની રૂએ હક્ક, ટાઇટલ અને હિત સંપાદિત કર્યા બાદ કબજામાં રહેવા પામી હતી. ટ્રાયલ કોર્ટે વાદીની તરફેણમાં હુકમનામું કર્યુ હતું તે વિરુદ્ધ પ્રતિવાદીએ એપેલેટ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ. જે કામે એપેલેટ કોર્ટે ઠરાવ્યું હતું કે, વાદી- બચાવકર્તા પ્રશ્નવાળી મિલકતના સંબંધમાં તેમના હક્ક, ટાઇટલ અને હિત સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને દાવો રદ કરવા આગળ વધી હતી અને સામા વાંધા કે જે માલિકીહક્કના વિસ્તાર અંગે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ તારણ પૂરતા મર્યાદિત હતાં તે વ્યર્થ/નકામા બનવા અંગે હુકમ કરેલ. જે વિરુદ્ધ હાલનો આ કેસ નામદાર હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ. 


નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે,હક્કપત્રકોમાં ૨હેલ ભૂલભરેલી નોંધ ન તો ટાઇટલ ઊભું કરે છે, કે ના તો ટાઇટલ નાબૂદ કરે છે, ભલે હક્કપત્રકોમાં પાડવામાં આવેલ નોંધ તેની સચ્ચાઈ અંગે અનુમાનનીય મૂલ્ય ધરાવતી હોય તેમ છતાં આવું અનુમાન તેના સ્વરૂપમાં ખંડનપાત્ર છે અને જો મિલકતના સંબંધમાં હક્ક, ટાઇટલ અને હિતને અસર કરતા સુસંગત દસ્તાવેજ ઉપરથી કોર્ટ (સત્ય) શોધે છે તો પછી તેવા ટાઇટલની જાહેરાત કરવામાં કોર્ટના પક્ષે કોઈ મુશ્કેલી નથી, ભલે પછી હકીકત એવી હોય કે જે વ્યક્તિના નામે ટાઈટલ હોવાનું કોર્ટને જણાય તેનું નામ હક્કપત્રકોમાં નોંધાયેલ ન હોય. હક્કપત્રકો એક વ્યક્તિને જમીન મહેસૂલ માટે જવાબદાર બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવે છે અને તે સિવાય કશા માટે નહીં.


વધુમાં વેચાણના પ્રમાણપત્રને વધુમાં વધુ ટાઇટલના પુરાવા તરીકે ગણી શકાય પરંતુ તે ટાઇટલ દસ્તાવેજનું સ્વરૂપ લેતું નથી. સર્વોચ્ચ અદાલતે બી. અરવિંદ કુમાર વિ. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, ૨૦૦૭(૫) સુ.કો.કે. ૭૪૫ ના કેસમાં નોંધ્યું હતું કે જયારે એક મિલકત કોર્ટના હુકમના અનુસંધાનમાં જાહેર હરાજીમાં વેચાણે આપવામાં આવે છે અને તેને સ્વીકારવામાં આવે છે ઈરાદો રાખનાર ખરીદદારની તરફેણમાં કોર્ટ દ્વારા વેચાણને બહાલી આપવામાં આવે છે તો વેચાણ સંપૂર્ણ બને છે અને ટાઈટલ ખરીદદારમાં નિહિત થાય છે.


તેમજ વેચાણનું પ્રમાણપત્ર કાઢવા ઉપર વેચાણ સૂંપર્ણ બને છે અને કોર્ટ દ્વારા આગળ વધુ તબદીલી ખત કરી આપવાની કોઈ જરૂરિયાત નથી. વેચાણનું પ્રમાણપત્ર ટાઇટલનો પુરાવો અને ટાઇટલ દસ્તાવેજ હોઈ તે ખરીદદારમાં સંપૂર્ણ ટાઇટલ નિહિત કરે છે અને તેથી આ સંબંધમાં અપીલકર્તાની રજૂઆત સ્વીકારવામાં આવતી નથી.


ઉપરોક્ત નામદાર હાઇકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, કોઈપણ જમીન યા મિલકતના માલિકનું નામ ૭/૧૨ માં દાખલ થયેલ હોય તો જ તે માલિક ગણાય તેવું જરૂરી નથી. ૭/૧૨ યા સિટીસર્વેની નકલ યાને રેવન્યૂ રેકર્ડનું પુરાવાકીય મૂલ્ય નથી, રેવન્યૂ રેકર્ડની માત્ર સ્કિલ વેલ્યૂ છે યાને હક્કપત્રકોમાં રહેલ ભૂલભરેલી નોંધ ન તો ટાઇટલ ઊભું કરે છે, કે ના તો ટાઇટલ નાબૂદ કરે છે, હક્કપત્રકો એક વ્યક્તિને જમીન મહેસૂલ માટે જવાબદાર બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવે છે અને તે સિવાય કશા માટે નહીં.


(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૨, ઇશ્યૂ-૯, સપ્ટેમ્બર-૨૦૨૪, પાના નં.૮૩૯)

No comments: