ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક: ગણત /૧૦૨૦૨૨/૫૯/ઝ સચિવાલય, ગાંધીનગર તા.૧૩/૦૯/૨૦૨૪.
વંચાણે લીધા:
(૧) મહેસૂલ વિભાગનો તા.૨૦/૧૧/૨૦૦૦નો પરિપત્ર ક્રમાંક:ગણત/૧૦૯૫/૩૩૪૭/ઝ
(૨) મહેસૂલ વિભાગનો તા.૦૮/૧૧/૨૦૧૯નો પરિપત્ર ક્રમાંક:બખપ/૧૦૨૦૧૯/૧૮૯૮/ક
(૩) મહેસૂલ વિભાગનો તા.૩૧/૦૭/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક: ગણત/૧૦૨૦૨૦/૪૨/ઝ
પ્રસ્તાવના:
વંચાણે લીધા ક્રમાંક (૧) અને (૩) સામેના પરિપત્રોથી રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે તથા ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવા બાબતેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા બાબતે સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
વધુમાં, વંચાણે લીધા ક્રમાંક (૨) સામેના તા.૦૮/૧૧/૨૦૧૯ના પરિપત્રના પેરા નં.૨ થી ખેડૂત ખાતેદાર ખરાઇ બાબતે અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવા તથા જમીન અરજદાર મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની વિગતો રજુ કરવા અંગેની સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
હાલની પધ્ધતિ મુજબ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૨ (૬)માં અધિનિયમમાં અધિનિયમ-૪/૧૯૯૫ થી સુધારો થતાં ૦૮ કિ.મી.ની ત્રિજ્યામાં ખેડૂત દ્વારા ખેતીની જમીન ખરીદવાના નિયંત્રણો દુર થયેલ છે. રાજ્યમાં ખેતીની જમીનની વેચાણ વ્યવહારની હકક પત્રકમાં નોંધ દાખલ કરતી વખતે ઉપલબ્ધ ઓનલાઇન રેકર્ડ આધારિત ચકાસણી કરી નોંધ પ્રમાણિત કરવામાં આવે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઇ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે નહિ તેમજ ખેડૂત ખરાઈ માટે અમુક સમયગાળાથી અગાઉનો રેકર્ડ ધ્યાને ન લેવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ :
પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
(૧) ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઇની ચકાસણીમાં તા.૦૬/૦૪/૧૯૯૫ અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહિ.
(૨) વંચાણે લીધા ક્રમાંક (૨) સામેના તા.૦૮/૧૧/૨૦૧૯ના પરિપત્રના પેરા-૨ * ખેડૂત ખાતેદાર ખરાઇ" અંતર્ગતની સુચનાઓ "જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીન” તથા “અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે” ની જોગવાઇઓ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહિ.
(૩) ખેતીની જમીનની હકકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામુ આ સાથે સામેલ પરિશિષ્ટ-અ મુજબના નમૂનામાં રજુ કરવાનું રહેશે.
(૪) વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહિ તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઇન રેકર્ડની ચકાસણી કરી ' ખેડૂત ખરાઈ કરી' તે અંગેનો શેરો કરવાનો રહેશે.
No comments:
Post a Comment