ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૧૮ની જિલ્લા કલેકટરશ્રીઓને એનાયત સત્તાઓ વહીવટી સરળતા ખાતર રાજ્ય સરકારશ્રીના મહેસુલ વિભાગ, ગાંધીનગરના તા.૨૪/૧૨/૨૦૨૧ ના સંદર્ભવાળા જાહેરનામાથી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ની કલમ-૧૮ ની સત્તાઓ ગુજરાત રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓના તમામ સબ રજિસ્ટ્રાર (ગ્રેડ-૧ અને ૨) વર્ગ-૩ને આપવામાં આવેલ છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૧૮ નીચે મુજબ છે.
" કલમ-૧૮ રાજ્ય બહાર કરી આપેલ લેખો.
(૧) ડયુટી લેવા પાત્ર થતી હોય તેવા કોઇ લેખ આ રાજ્યની બહાર કરી આપેલો હોય, તો તેના ઉપર, તે આ રાજ્યમાં પ્રથમ મળ્યા પછી ત્રણ મહિનાની અંદર સ્ટેમ્પ મારી શકાશે.
(૨) એવા લેખ બદલ કરાવેલા સ્ટેમ્પના પ્રકાર પ્રમાણે તે લેખ ઉપર ખાનગી વ્યક્તિથી યોગ્ય રીતે સ્ટેમ્પ મારી શકાતો ન હોય, ત્યારે સદરહુ ત્રણ મહિનાની મુદતની અંદર કલેકટરને તે મોકલી શકશે અને તેણે તે લેખ તેવી રીતે લઇ જનાર વ્યકિત જે કિંમતનો સ્ટેમ્પ માંગે તે બાબત રકમ આપે તે કિંમતનો સ્ટેમ્પ. તે લેખ ઉપર રાજ્ય સરકાર નિયમ કરીને ઠરાવે તે રીતે મારવો જોઇશે.”
આમ, જે લેખ સ્ટેમ્પ ડયુટીને પાત્ર છે. તેવા રાજ્ય બહાર થયેલા લેખો ઉપર રાજ્ય બહાર સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ નહીં હોવાથી, સ્ટેમ્પ ડયુટી ભરાયેલ ન હોય, તેવા લેખ ઉપર સ્ટેમ્પ ડયુટી વસૂલવા માટેની આ જોગવાઇ છે. જેથી સ્ટેમ્પ ડયુટી ભરાયા પછી એટલે કે સ્ટેમ્પ લગાવ્યા બાદ આવા લેખ "પુરાવા" તરીકે માન્ય રહી શકે અને તેના આધારે જે તે વ્યવહાર/કામગીરી કરી શકાય.
3. કલમ-૧૮ ની ઉપરોકત જોગવાઇ જોતાં, માત્ર પાવર ઓફ એટર્નીના લેખ નહીં, પરંતુ રાજ્ય બહાર કરી આપેલા સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર તમામ પ્રકારના લેખો (કે જેના ઉપર સ્ટેમ્પ ડયુટી ભરાયેલ ન હોય તેવા તમામ લેખ) ઉપર સ્ટેમ્પ લગાવી આપવાની સત્તાઓ કાયદાથી જિલ્લા કલેકટરશ્રીઓને અપાયેલ છે, તે સત્તાઓ વહીવટી સરળતા ખાતર તેમજ નાગરિકો રાજ્ય બહારથી સહી થઈને આવતા લેખોમાં સરળતાથી સ્ટેમ્પ લગાવી શકે તે માટે કલમ-૧૮ હેઠળની સ્ટેમ્પ લગાવવાની સત્તાઓ સબ રજિસ્ટ્રારશ્રીઓને આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્ણય લઈ મહેસુલ વિભાગના તા. ૨૪/૧૨/૨૦૨૧ના જાહેરનામાંથી કલમ-૧૮ ની સત્તાઓ સબ રજિસ્ટ્રારશ્રીઓને આપવામાં આવેલ છે.
४ કલમ-૧૮ ની જોગવાઇ માત્ર પાવર ઓફ એટર્નીના લેખ પુરતી સિમીત નથી કે તેમાં સબ રજિસ્ટ્રાર કક્ષાએ પાવર ઓફ એટર્નીના લેખના વેરીફીકેશનની કોઇ બાબત આવતી નથી. માત્ર સબ રજિસ્ટ્રારશ્રીએ કલમ-૧૮ ની જોગવાઇ મુજબ નિયત સમયમર્યાદામાં રજૂ થતાં રાજ્ય બહાર સહી થયેલા તમામ લેખોમાં સ્ટેમ્પ લગાવી આપવાની બાબતનો સમાવેશ થાય છે. જેથી નાગરિકો કોઇપણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાજ્ય બહાર સહી થયેલા લેખો કલમ-૧૮ ની જોગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં રજૂ કરી/સ્ટેમ્પ લગાવડાવી શકે છે.
હાલમાં કલમ-૧૮ હેઠળની સ્ટેમ્પ લગાવવાની કલેકટરશ્રીઓની સત્તાઓ તમામ જિલ્લાઓમાં અલગ અલગ પધ્ધતિઓની પ્રથા અપનાવવામાં આવે છે. હવે આ સત્તાઓ સબ રજિસ્ટ્રારશ્રીઓને આપવામાં આવેલ હોય. તમામ જિલ્લાઓ/તાલુકાઓમાં એકસરખી કાર્યપધ્ધતિ અપનાવવામાં આવે તે માટે કલમ-૧૮ અન્વયે સ્ટેમ્પ લગાવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય છે
No comments:
Post a Comment