જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ હેઠળ વૃક્ષોની કિંમત નક્કી કરવા બાબત.
પરિપત્ર નં: એલ.એ.ક્યુ.:-૨૨-૨૦૧૮/૧૫૫૦/ઘ સચિવાલય, ગાંધીનગર તા: ૧૨/૦૧/૨૦૨૧
સંદર્ભ:- ૧) મહેસૂલ વિભાગ નો પરિપત્ર ક:- એલ.એ.ક્યુ.: -૨૨૭૮/૪૯૪૫/ઘ, તા.૨૩/૧/૧૯૯૩
પરિપત્ર:-
જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ અન્વયે સંપાદન કરવામાં આવતી જમીનોમાં આવેલા વૃક્ષોની વધુમાં વધુ કેટલી કિંમત આપી શકાય તથા વૃક્ષોની કિંમત નક્કી કરવા માટે ક્યા પ્રકારની પધ્ધત્તિ અપનાવવી તે અંગેની સુચનાઓ આમુખમાં ક્રમ-(૧) આગળ દર્શાવેલ પરિપત્રથી આપવામાં આવેલ છે.
ઉપરોક્ત પરિપત્રથી બહાર પાડવામાં આવેલી સુચનાઓ બાદ લગભગ ૨૭ (સત્તાવીસ) વર્ષ જેટલો સમય પસાર થવા છતાં તેમાં કોઈ સુધારો થયેલ ન હોવાથી સંપાદન હેઠળની જમીન ઉપર આવતા વૃક્ષોની કિંમતમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. દરમ્યાનમાં જમીન સંપાદન પુન:સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ રાજ્યમાં તા.૦૧/૦૧/૨૦૧૪ થી અમલમાં આવેલ છે, અને તે અનુસાર જમીન સંપાદનની કાર્યવાહી ગતીમાં છે.
રાજ્યમાં સમયાંતરે વૃક્ષ ઉછેરનો ખર્ચ વધ્યો છે તેની સામે ઉત્પાદનના ભાવ પણ વધ્યા છે. સંપાદન હેઠળ ની જમીનોમાં આવતા વૃક્ષો જો ખેડૂત પાસે હોત તો તેની કેટલી ઉપજ મળી શકત તે આધારે તેનું વળતર નક્કી કરવાનું ધોરણ રાખવું જોઈએ તે દ્રષ્ટીએ વધુમાં વધુ વ્યાજબી કિંમત મળી રહે તે દ્રષ્ટીને મધ્યે નજર રાખીને વૃક્ષોની વધુમાં વધુ વ્યાજબી કિંમત સમય મર્યાદામાં નક્કી કરવી જોઇએ, કિંમત નક્કી કરતી વખતે વૃક્ષનું ઉત્પાદન ફળ અને લાકડા સહીત ઝાડની સમગ્ર તંદુરસ્તી, ઉમર વિગેરે બાબતો લક્ષમાં લેવી જોઇએ.
લગભગ તમામ પ્રકારના ફળોની વેચાણ કિંમત છેલ્લા દાયકામાં વધી ગઈ છે. તેની સામે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, ખાસ કરીને ફળાઉ ઝાડ / રોપા / કલમ ની કિંમત રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને તેના વેતન ધારા હેઠળ દૈનિક ખેત મજૂરોના વેતનમાં થયેલ વધારો થનાર વર્તમાન ખર્ચ / આવકના મુદ્દાઓ ધ્યાનમાં લઈને આ સાથેના પત્રક માં ફળાઉ / અનામત / બિન અનામત વૃક્ષોની વધુમાં વધુ શી કિંમત આપી શકાય તે દર્શાવમાં આવેલ છે. જમીન સંપાદન અધિકારીઓ તેના સ્વવિવેક પ્રમાણે અગાઉના પરિપત્રોમાં તેમજ ઉપરના ફકરાઓમાં આપેલી સુચના પ્રમાણે વૃક્ષોની કિંમત નક્કી કરવાની છે. પત્રકમાં દર્શાવેલ કિંમત
પ્રમાણે જ વળતર નક્કી કરી આપવું એવો અર્થ આ પરિપત્રનો કરવાનો નથી. આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકવાળી ફાઇલ પર તા.૧૬/૧૨/૨૦૨૦ ના રોજ નાણા વિભાગની સંમતિ મેળવીને બહાર પાડવામાં આવે છે.
ગુજરાત ના રાજ્યપાલ શ્રી ના હુકમથી અને તેમના નામે.
No comments:
Post a Comment