સરકાર તરફથી કોર્ટમાં દાખલ થતાં/સરકાર વિરૂદ્ધ દાખલ થતાં કેસોમાં હાથ ધરવાની કાર્યવાહી અંગે સુચનાઓ બાબત.
પરિપત્ર ક્રમાંક: ગણત/૧૦૨૦૨૧/૬૯૯/ઝ સચિવાલય, ગાંધીનગર ८८.०१/०७/२०२१.
વંચાણે લીધા:
(1) કાયદા વિભાગના પરિપત્ર ક્રમાંક: MISC 24-21004-K. તા.૦૯/૦૨/૨૦૧૫
(२) મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૧૮/૫૮૬૭/૪, તા.૧૦/૧૨/૨૦૧૮
(3) મહેસૂલ વિભાગના પત્ર ક્રમાંક: ગણત/૪૪૨૦૨૦/૩૫/ઝ, તા.૨૧/૧૨/૨૦૨૦
(४) સા.વ.વિ.ના ઠરાવ ક્રર્માક: ખતપ/૧૦/૨૦૦૪/યુ.ઓ.૧૪૨૫/ત.એ. તા.૦૧/૧૨/૨૦૦૪
પ્રસ્તાવના:
વંચાણે લીધેલા ક્રમાંક-૧ ના કાયદા વિભાગના પરિપત્રથી જુદા જુદા તબક્કે અપીલ દાખલ કરવાં માટે સમય મર્યાદા નિયત કરવામાં આવી છે. તથા આ બાબતોમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરીને અદાલતી પ્રકરણોમાં યોગ્ય દેખરેખ (Monitoring) થાય તે માટે સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલ છે. વંચાણે લીધેલા ક્રમાંક-૨ ના પરિપત્રથી કોર્ટમાં દાખલ થતાં કેસોમાં હાથ ધરવાની કાર્યવાહી અંગે વિધિસરની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તદ્દ ઉપરાંત વંચાણે લીધેલ ક્રમાંક-૩ના પત્રથી કાયદા વિભાગના ક્રમાંક:- NC3-622016-527) તા.૦૪/૦૩/૨૦૧૭ ના પરિપત્ર તરફ ધ્યાન દોરી તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને પત્ર પાઠવવામાં આવેલ છે. વંચાણે લીધેલા ક્રમાંક-૪ ના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી કોર્ટ કેસની ફાઈલો ટોચ અગ્રતાના ધોરણે હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે તથા કોર્ટ કેસને લગતી ફાઈલ કાર્યવાહી કર્યા સિવાય પડતર રહે તો તેવી બાબતને ગંભીર ગણી સબંધિતો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનું પણ ઠરાવેલ છે. આમ, છતાં સરકારશ્રીના ધ્યાન પર આવેલ છે કે ઉક્ત સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું નથી. પરિણામે અપીલ કરવાપાત્ર કેસોમાં વિલંબના કારણોસર અપીલનો નિકાલ કરવામાં આવતો હોય છે. આવા અમુક કિસ્સાઓમાં સરકાર પક્ષે નાણાકીય નુકશાન ઉપરાંત અન્ય કાયદાકીય પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં અમુક કિસ્સાઓમાં નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા વિલંબના કારણોસર સરકારશ્રીની અપીલોને કાઢી નાખવામાં આવેલ છે તથા દંડાત્મક કાર્યવાહીના હુકમ પણ કરવામાં આવેલ છે. આથી. આ બાબતે સર્વે કલેક્ટરશ્રીઓને નીચે મુજબની સુચનાઓ પ્રસારિત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પરિપત્ર:
નામ. સુપ્રિમકોર્ટ/નામ. ગુજરાત હાઈકોર્ટ તથા અન્ય તમામ ન્યાયિક / અર્ધન્યાયિક ફોરમ દ્વારા આપવામાં આવતા ચુકાદાઓ પરત્વે અનુસરવાની થતી કાર્યપદ્ધતિના અનુસંધાને વંચાણે લીધેલ ક્રમાંક-૧ થી નિયત કરવામાં આવેલી સમયમર્યાદાનું તથા સરકારશ્રી દ્વારા વખતોવખત આપવામાં આવેલી સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સુચના આપવામાં આવે છે. નામદાર કોર્ટ તથા અન્ય તમામ ન્યાયિક / અર્ધન્યાયિક ફોરમ દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓ સંદર્ભે નિયત સમયમર્યાદામાં આનુષાંગિક કાર્યવાહી ન કરવાની પરિસ્થિતિમાં સઘળી જવાબદારી જે-તે અધિકારી/કર્મચારીની રહેશે તથા કાર્યવાહીના વિલંબ બાબતે સંબધિત જવાબદારો સામે શિસ્તવિષયક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
ઉપર મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે જોવા સર્વે કલેક્ટરશ્રીઓને સુચના આપવામાં આવે છે.
No comments:
Post a Comment