જન્મ-મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબત.
પરિપત્ર
આ પરિપત્ર જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ / જન્મ તારીખ સુધારવામાં સરળતા રહે તે માટે જારી કરવામાં આવે છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ ("અધિનિયમ")ની કલમ ૧૫ ના અનુસંધાને ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમો, ૨૦૧૮ના નિયમ ૧૧ મુજબ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ / જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજીસ્ટ્રારે નીચેની બાબતોની નોંધ લેવાની રહેશે.
1. નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ, છેલ્લું નામ અટક અને અથવા જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમાંની કેટલીક બદલવાની માંગ કરી છે કે કેમ? જેવી બાબતો ને ધ્યાનમાં રાખવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રારે તેની તેણીની અરજીની સાથે સમર્થનમાં આપવામાં આવેલા ફોટાવાળા ઓળખપત્ર/અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે.
2. અરજદાર દ્વારા પુરા પાડવામાં આવેલા સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ, રજીસ્ટ્રારને સત્યતાની ખાત્રી થાય તો, નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફારના સંદર્ભમાં "ઉર્ફે” શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધના કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મનાં પ્રમાણપત્રમાં બન્ને નામો લખવાના રહેશે. જો અરજદારને "ઉર્ફે' શબ્દનો સ્વીકાર ન હોય તો, અરજદાર દ્વારા આપવામાં આવેલા સાધનિક પુરાવાની પુનઃ ખરાઇ કર્યા બાદ રજીસ્ટ્રારે સત્યતાની ખાત્રી થાય તો, કરવાના થતા ફેરફાર જન્મ રજીસ્ટરના જન્મ નોંધણીની નોંધનાં કોલમમાં બન્ને નામોનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે.
3. જન્મ-મરણ રજીસ્ટરમાં કરવામાં આવેલી નોંધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૬ મુજબ મહત્વનો પુરાવો છે. જન્મ-મરણ રજીસ્ટરએ વ્યકિતની જન્મ-મરણ નોંધનો મહત્વનો / નિર્ણાયક પુરાવો છે. આથી જયાં સુધી રજીસ્ટ્રારને ખાત્રી થાય કે / સાબિત થાય કે આ અધિનિયમ હેઠળ પોતે રાખેલા રજીસ્ટ્રરમાંની જન્મ અથવા મરણની કોઇ નોંધ, તેના સ્વરૂપમા અથવા મહત્વની બાબતમાં ભૂલ ભરેલી છે અથવા તે કપટપૂર્વક કે અયોગ્ય રીતે કરવામાં આવેલ છે, તો અરજદાર દ્વારા પુરા પાડવામાં આવેલ પુરાવાઓ / જરૂરીયાત મુજબના પુરાવાઓની ચકાસણી કરતા, સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજુરી આપવાની રહેશે નહી.
4. રજીસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઇ કારકુની ભૂલ થયેલ હોય તો, સંબંધિત રજિસ્ટ્રારે ઉપરોક્ત કારકુની ભુલને કાયદા પરિપત્રો અનુસાર સુધારવાની રહે છે.
5. રજીસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઇ કારકુની ભૂલ ન હોવાના કારણે જ સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અરજીને નકારી શકશે નહીં. સંબંધિત રજિસ્ટ્રારે આ પરિપત્રને ધ્યાનમાં રાખી તેમજ કાયદા/પરિપત્રો અનુસાર અરજીની ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરવાનો રહે છે.
6. પરિપત્ર નં. એસબીએચઆઇ/બીએન્ડડી/માર્ગદર્શન/૨૫૩૮-૨૯૪૧/વીએસ-૦૯, તા.૧૨.૦૮.૨૦૦૯ અને પરિપત્ર નં. એસબીએચઆઇ/જ-મ/સુધારો/૧૧૧૦-૧૫૫૯/વીએસ-૧૬, તા.૧૮.૦૨.૨૦૧૬ આ બંને પરિપત્રો મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ અને મરણ) અને કમિશનરશ્રી (આરોગ્ય), ગુજરાત રાજ્ય દ્વારા તા.૦૨.૧૨.૨૦૨૧ ના પત્ર નં. એસબીએચઆઇ/જ.મ/ પરિપત્ર/ર૬/૩૪૬૩-૩૯૫૦/વીએસ-૨૦૨૧થી રદ કરવામાં આવેલા છે. તેમ છતાં, કેટલાક રજીસ્ટ્રારો દ્વારા અરજદારની અરજીને ના મંજુર કરવાના સમયે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલા પત્ર પરિપત્રો નો સંદર્ભ ટાંકવામાં આવી રહ્યો છે. આથી તમામ રજિસ્ટ્રારોને સૂચના આપવામાં આવે છે કે, રદ કરવામાં આવેલ પત્ર/પરિપત્રો નહિં પરંતુ અમલમાં રહેલા પત્ર પરિપત્રોના આધારે જ તેઓને મળેલ અરજીઓ પર નિર્ણય કરવાનો રહે છે.
No comments:
Post a Comment