શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન ફાળવવા બાબત.
પરિપત્ર ક્રમાંક :- મમજ-૧૨૮૪-૩૬૮૨૨-ગ સચિવાલય, ગાંધીનગર. તા. 27 જૂન 2018
વંચાણે લીધા:-
(૧) મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવ ક્રમાંક:-મમજ/૩૯૨૦૦૨/૨૦૬૧/ગ
(૨)મહેસૂલ વિભાગના તા.૧૮/૦૬/૨૦૦૯ના ઠરાવ ક્રમાંક:-જમન/૩૯૦૮/૨૮૮૯/ગ પરિપત્ર:-
ઉક્ત સંદર્ભ:- (૧)માં દર્શાવેલ ઠરાવથી રાજ્યમાં શૈક્ષણિક હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નક્કિ કરેલ પરિમાણો મુજબ જમીન ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈઓ મુજબ શૈક્ષણિક હેતુ માટેના રમત ગમતના મેદાન માટે રૂ.૧/-ના ટોકનદરે ભાડાપટ્ટે જમીન ફાળવવા જોગવાઈ કરવામાં આવેલ છે. ઉક્ત જોગવાઈઓ પહેલા શૈક્ષણિક હેતુ માટેના રમત ગમતના મેદાનના હેતુ માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ જમીનનો ભાડાપટ્ટો લંબાવવાના સંદર્ભમાં કેટલી જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવો તે બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતા મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવની જોગવાઈ અગાઉ જમીન ભાડાપટ્ટે શિક્ષણના હેતુ માટે રમત ગમતના મેદાન માટે ફાળવવામાં આવેલ હોય તેવા તમામ કિસ્સામાં તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવની જોગવાઈ મુજબ મળવાપાત્ર જમીન કરતાં વધારે જમીન ફાળવેલ હોય ત્યારે જે તે સંસ્થા પાસેથી વધારાની જમીન પરત લેવાની થાય.
પરંતુ આવા તમામ કિસ્સાઓમાં અરજદાર સંસ્થાને ફાળવેલ જમીન ઘણાબધા સમયથી તેઓની પાસે હોય છે તેમજ તે જમીનોમાં સંસ્થા દ્વારા વૃક્ષોનો ઉછેર કરેલ હોઈ. રમત ગમતનું મેદાન બનાવવામાં આવેલ હોય, તેથી મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવ પહેલા જે કોઈ પણ અરજદાર સંસ્થાને શિક્ષણના હેતુ માટે રમત ગમતના મેદાન માટે ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવેલ હોઈ તથા સમયમર્યાદા સિવાયનો કોઈ શરતભંગ ન થતો હોઈ તેવા કિસ્સામાં મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવની જોગવાઈઓ લાગુ નહિ પાડતા અરજદાર સંસ્થાને જેટલી જમીન ભાડાપટ્ટે આપવામાં આવેલ છે તેટલી જમીન અરજદાર સંસ્થા પાસે યથાવત રાખી તે મુજબ ભાડાપટ્ટાની મુદ્દત વધારવા અંગે નિયમોનુસારની કાર્યવાહી કરવા આથી તમામ સંબંધિતોને સુચના આપવામાં આવે છે.
No comments:
Post a Comment