ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, July 8, 2025

ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી

સ્ટેમ્પ ડ્યૂટી એક્ટની કલમ ૯ હેઠળ સરકારે મેળવેલી વિવાદાસ્પદ સત્તા

ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી

મિલકત પરની બાકી સ્ટેમ્પ ડયૂટી ભરવા વ્યક્તિ સામેથી જાય તો કલમ ૪૦ની જોગવાઈ હેઠળ તેની પાસેથી દંડ વસૂલી શકાતો નથી.

ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યૂટીના પ્રમાણમાં દરેક કેસમાં અલગ અલગ સ્ટેમ્પ ડ્યૂટી લઈને કોઈને ફેવર કરવાનો કે પછી કોઈની પાસે તોડીને સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. સ્ટેમ્પ ડ્યૂટી એક્ટમાં નવી કલમ ૯ દાખલ કરીને આ સત્તા મેળવી લીધી છે. 

આ કલમનો દુરુપયોગ થવાની અને તેનાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહેલી છે. સ્ટેમ્પ એક્ટની કલમ ૫૩-એમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલેક્ટર સર્ટિફિકેટ ઇશ્યૂ થયા તારીખથી છ વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી લેવી જરૂરી છે. ગુજરાતમાં ૪૦ વર્ષ બાદ સ્ટેમ્પ ડ્યૂટીની ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે.

ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી

કલમ ૯માં શી જોગવાઈ કરવામાં આવી છે.

સ્ટેમ્પ એક્ટની કલમ ૯ (ક) જણાવે છે કે કોઈ લેખ અથવા મુકરર વર્ગના લેખ અથવા તે વર્ગના લેખમાંના કોઈ વિશેષ લેખની બાબતમાં અથવા કોઈ વિશેષ વર્ગની વ્યક્તિઓએ કે વ્યક્તિઓને અથવા તો તે વર્ગની કોઈ વિશિષ્ટ વ્યક્તિએ અથવા તો વિશિષ્ટ વ્યક્તિને કરી આપવાના કોઈ લેખની બાબતમાં જે ડ્યૂટી લેવાને પાત્ર હોય તે આખા રાજ્યમાં અથવા તો તેના કોઈ ભાગમાં કોઈ આગામી અથવા તો પાછલી તારીખથી ઓછી અથવા માફ કરી શકશે. આ કલમ ભૂતકાળ અને નવા દરેક પ્રકારના મિલકત ખરીદ-વેચાણના કિસ્સામાં ભરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીને લાગૂ પડી શકે છે.

સ્ટેમ્પ એક્ટની જ કલમ ૪૦માં જોગવાઈ કરવામાં આવી છે કે બાકી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે જે કોઈ વ્યક્તિ સામેથી જાય તો તેની પાસેથી દંડ લેવાનો થતો જ નથી. આ સંજોગમાં સ્ટેમ્પ ડ્યૂટી ૨૦ ટકા લેવાની અને તેના પર ૨૦ ટકાનો દંડ લગાડવાની જોગવાઈને કારણે પણ ૧૯૮૨થી ૨૦૦૧ની સાલ વચ્ચે એલેટમેન્ટ લેટરથી કે પછી પઝેશન લેટરથી ફ્લેટ કે કોમર્શિયલ મિલકત ખરીદનારાઓને અન્યાય થશે. અગાઉ આ દંડની રકમ ૧૦૦ ટકા રાખવામાં આવી હતી. હવે તેને બદલે ૨૦ ટકા દંડ લેવાનો નિર્ણય પણ ઉચિત જ નથી. કલમ ૪૦માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ | સામેથી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા જનાર પાસેથી દંડ વસૂલી શકાતો નતી.

સ્ટેમ્પ ડ્યૂટી સામેથી ભરવા જનાર વ્યક્તિએ સરકારે જૂન ૨૦૨૫માં બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે જૂની વ્યવસ્થા પ્રમાણે ભરવા પાત્ર થતી સ્ટેમ્પ ડ્યૂટીના ૨૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂના નિયમ પ્રમાણએ રૂ. ૫૦૦૦ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થતી હોય તો માત્ર જૂન ૨૦૨૫માં કરવામાં આવેલા સુધારા મુજબ મિલકત માલિકે ૨૦ ટકા પ્રમાણે માત્ર રૂ. ૧૦૦૦ જ ભરવાની થાય છે. | તેના પર દંડ વસૂલી શકાતો નથી. કારણ કે બાકી સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે મિલકતના માલિક સામેથી ગયા છે.

આમ સામેથી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા જનાર | પાસે દંડની રકમ લેવી તે કાયદાના ભંગ સમાન જ છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો આ ભંગ કરે તો તે કોર્ટમાં પડકારવાને પાત્ર બની જાય છે. ખુદ સરકારી તંત્ર કાયદાનો ભંગ કરે તે અસહ્ય છે. સરકાર માને છે કે પ્રજા પાસેથી ૪૦૦ ટકાને બદલે ૮૦ ટકા દંડ લેવાની જોગવાઈ કરીને પ્રજાને ખુશ કરી દીધી છે તો તે સરકારનો ભ્રમ છે.

ત્રીજું લિમિટેશન એક્ટ હેઠળ સરકાર ૧૯૮૨નો ટેક્સ ૨૦૨૧માં ૪૦ વર્ષ પછી વસૂલી શકતી જ નથી. જે ટેક્સ જ લઈ શકાતો નથી તે ટેક્સ તો વસૂલે જ છે. ઉપરાંત તેના પર ટેક્સની કુલ રકમના ૮૦ ટકા દંડ વસૂલે છે. આ ધરાર અન્યાયકર્તા છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ (સુધારેલા) સ્ટેમ્પ ડ્યૂટીની આકારણી કરનાર કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી । માટેનું સર્ટિફિકેટ આપ્યાની તારીખથી છ વર્ષની અંદર સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે છ વર્ષથી વધુ મુદત થઈ જાય તો તેના પર સ્ટેમ્પ ડડ્યૂટી વસૂલી શકાતી નથી. મિલકત | માલિકે ને ભરેલી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ પરવર્ષ નું દરે સદ્વ્યાજ છે. બોમ્બે-ગુજરાત એક્ટમાં વસૂલી કરવાની કાયદેસર સમય મર્યાદા નક્કી ન કરવામાં આવી હોવા છતાં વાજબી સમયમાં તેની વસૂલી કરી લેવા જણાવવામાં આવ્યું છે. કાયદામાં કરવામાં આવેલી પ્રસ્તુત જોગવાઈને ધ્યાનમાં લેતા ૪૦ વર્ષ પછી ડયૂટી વસૂલવી તેને વાજબી સમયગાળા તરીકે ઓળખાવી શકાય નહિ.

આમ ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના કરવામાં આવેલા વેચાણ પર સ્ટેમ્પ ડયૂટી ખરીદવાનો અધિકાર જ ધરાવતી નથી.

મુંબઈ હાઈકોર્ટે ૨૦૨૪માં કરેલા અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે પુનરવલોકનની કામગીરી ૧૦ વર્ષમાં થઈ જવી જોઈએ.

ગુજરાત સરકાર ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં એલોટમેન્ટ લેટર પર મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો અધિકાર જ ધરાવતી નથી


No comments: