દસ્તાવેજની નોંધણી મોકૂફ રાખવી પડે એમ હોય તો પ્રથમ શું શું કરવું પડે? - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, July 7, 2025

દસ્તાવેજની નોંધણી મોકૂફ રાખવી પડે એમ હોય તો પ્રથમ શું શું કરવું પડે?

દસ્તાવેજની નોંધણી મોકૂફ રાખવી પડે એમ હોય તો પ્રથમ શું શું કરવું પડે?

દસ્તાવેજ (લેખ) નું રજિસ્ટ્રેશન મુલતવી રાખવું પડે તો સબ રજિસ્ટ્રારે તેનાં કારણો સહિત દસ્તાવેજ રજુ કરનારને લેખિત જણાવવું ફરજિયાત છે.

કોઇપણ મિલક્ત માટે તબદીલી, હેતુફેર કે અન્ય બાબતે કરવાનો થતો દસ્તાવેજ સામાન્ય સંજોગોમાં બંનેય પક્ષો દ્વારા પૂર્ણ તૈયારી અને મરજી સાથે જ કરવામાં આવતો હોય છે. એની સાથે જે તે સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા પણ જરૂરી તૈયારી અને સ્પષ્ટતાઓ સાથે નોંધણીની પ્રક્રિયા કરવા માટેનું પૂર્ણ આયોજન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ કોઈ કારણોસર દસ્તાવેજની નોંધણી મુલતવી રાખવાની થાય ત્યારે પ્રાથમિક રીતે કેવાં પગલાં ભરવાનાં હોય છે ? સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા પણ શું કરવાનું હોય છે તેના વિષે જોઈશું.

દસ્તાવેજની નોંધણી મોકૂફ રાખવી પડે એમ હોય તો પ્રથમ શું શું કરવું પડે?

સામાન્ય રીતે દસ્તાવેજ મુલતવી રાખવા પ્રાથમિક રીતે તેના જે તે પક્ષકારને જાણ કરવી જરૂરી છે. જો કોઈપણ સબ રજિસ્ટ્રારે જો કોઈ દસ્તાવેજ (લેખ) નું રજિસ્ટ્રેશન મુલતવી (Pending) રાખવું પડે તો સબ રજિસ્ટ્રાર તરફથી નીચે જણાવેલા ચેકલિસ્ટમાં જણાવેલી વિગતે તેનાં કારણો સહિત દસ્તાવેજ રજુ કરનારને લેખિતરૂપે જણાવવાનું ફરજિયાત છે.

ચેકલિસ્ટનાં જે તે કારણો નીચે જણાવેલા ફોર્મેટમાં રજૂ કરવાનાં હોય છે.

દસ્તાવેજની નોંધણી મોકૂફ રાખવી પડે એમ હોય તો પ્રથમ શું શું કરવું પડે?

પ્રતિ,

શ્રી....દસ્તાવેજ રજૂ કરનાર (નામ), સરનામું,

રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૨૦(૧) મુજબ દસ્તાવેજમાં બે લીટી વચ્ચે લખેલ છે. કોરી જગ્યા મૂકી હોય છે, છેકછેક કે ફેરફાર કરેલ છે અને પક્ષકારોએ તેના પર પોતાની સહી કરેલ નથી. રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૨૧(૧) મુજબ સ્થાવર મિલક્તના બિનવસિયતી દસ્તાવેજોમાં તે મિલક્ત ઓળખી શકાય તેટલા પૂરતું તેનું વર્ણન કરેલ નથી.


ધી રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૨૩ મુજબ નિયત સમયમર્યાદા (સહી કર્યા તારીખથી ૪ માસ અને દંડ સાથે બીજા વધુ ૪ માસમાં સબ રજાસ્ટ્રારની યોગ્ય કચેરીમાં રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ નથી. રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૨૮ મુજબ મિલકત કે આ ભાગ સબ-રજિસ્ટ્રાર કચેરીના કાર્યક્ષેત્રમાં આવેલ નથી. થી રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૩૨ મુજબ યોગ્ય વ્યક્તિ (દસ્તાવેજ લખી આપનાર, લખી લેનાર કે તેઓના પ્રતિનિધિ, એસાઈની કે પાવર ઓફ એટર્ની હોલ્ડર સિવાયની) દ્વારા દસ્તાવેજ રજૂ કરેલ નથી. ધી રજિસ્ટ્રેશન એક્ટની કલમ-૩૨(ક) મુજબ દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા ફિંગરપ્રિન્ટ લગાવી રજૂકરેલ નથી. સ્થાવર મિલકતની તબદિલીના લેખોમાં લખી આપનાર તથા લખી લેનારના પાસપોર્ટ સાઈઝના ફોટો તથા ફિંગર પ્રિન્ટ ધરાવતું શિડ્યુલ જોડેલ નથી. અમલ કરનાર અથવા તે હેઠળનો દાવો કરનાર (વ્યક્તિ), જેના દસ્તાવેજની નોંધણી કરવાની હોય તેવી વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા અધિકૃત કરવામાં આવેલો પ્રતિનિધિ અથવા એજન્ટ હોય, ત્યારે અધિકૃતિના પુરાવા જોડેલા નથી. બંને અમલ અને દાવો કરનાર પક્ષકારોમાંથી એક વ્યક્તિની સહી અથવા (વ્યક્તિ સહી કરવા સક્ષમ ન હોય તો) તેના અંગૂઠાનું નિશાન/આંગળીની છાપ રજિસ્ટ્રેશન માટે રજૂ કરેલ ખતના દરેક પાના ઉપર કરેલી નથી. મુખત્યારનામું કરી આપનાર વતી કુલમુખત્યારનામા ધારકે (એજન્ટ) દસ્તાવેજ કરી આપ્યો હોય તેવા કિસ્સામાં, મુખત્યારનામું કરી આપનાર હયાત છે એવી સાબિતી જોડેલી નથી. અશાંત વિસ્તારધારા હેઠળ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી રજૂ કરેલ નથી.


ગુજરાત રજિસ્ટ્રેશન નિયમ-૪૫(૧) (ઝ) મુજબ સરકારે બાંધેલ મિલકત છે. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી રજૂ કરેલ નથી. જાહેર ટ્રસ્ટની મિલકત છે. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સામેલ નથી. ઈન્કમટેક્ષ વિભાગ | એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED). .સંસ્થા દ્વારા મિલક્ત ઉપર એટેચમેન્ટ ઓર્ડર આપવામાં આવેલ છે અને NOC રજૂ કરેલ નથી. (હુકમ કરેલ હોય તો હુકમ ક્રમાંક : કચેરીનું નામ:.- અધિકારીશ્રીનું નામ: ) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૩ (એ) (એ) હેઠળ અનુસૂચિત જનજાતિના લોકોની જમીન મિલકતની તબદિલી માટે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી રજૂ કરેલ નથી. ભારતીય મૂળના વિદેશી વ્યક્તિઓ દ્વારા થતા દસ્તાવેજોમાં ડેકલેરેશન રજૂ કરેલ નથી /RBIની મંજૂરી મેળવેલ નથી. (પરિપત્ર / જોગવાઈ હોય તો) ૧૦ લાખથી ઉપરના લેખોમાં સંબંધિત પક્ષકારોના પાન કાર્ડની નકલ અથવા ફોર્મ-૬૦ રજૂ કરેલ નથી. નામદાર કોર્ટ દ્વારા મનાઈહુકમ કરેલ છે. (હુકમ ક્રમાંક : નામદાર કોર્ટનું નામ:..


જમીન અંગેનું સોગંદનામું રજૂ કરેલ નથી. Form No. 1 દસ્તાવેજ સાથે રજૂ કરેલ નથી / અધૂરું ભરેલ છે / પક્ષકારે સહી કરેલ નથી. દસ્તાવેજ સાથે ઝોનિંગ પ્રમાણપત્ર રજૂ કરેલ નથી. (પરિપત્ર/જોગવાઈ કરેલ હોય તો) દસ્તાવેજ લખી આપનાર, લખી લેનાર તથા સાક્ષીઓના ઓળખના પુરાવા રજૂ કરેલ નથી.


સક્ષમ અધિકારીશ્રી દ્વારા મનાઈ હુકમ કરેલ છે.  (હુકમ ક્રમાંકઃ

અધિકારીશ્રીનું નામઃ

કોર્ટ કચેરીનું નામ દસ્તાવેજ સાથે પાવર ઓફ એટર્ની રજૂ કરેલ નથી.

પૂરતી નોંધણી ફી ભરેલ નથી. કુલ રૂ...... ની નોંધણી ફી ખૂટતી છે. મતામાં / શાખમાં સહી કરેલ નથી. સ્ટેમ્પનો સમયમર્યાદા (૬ માસ)માં ઉપયોગ કરેલ નથી.

દસ્તાવેજની સાથે મિલકતના બે ફોટોગ્રાફ લગાવેલ / રજૂ કરેલ નથી.

ઈનપુટ શીટ રજૂ કરેલ નથી / અપૂરી ભરેલ ભરેલ છે છે /પક્ષકારે સહી કરેલ નથી. નોંધણી અધિનિયમ, ૧૯૦૮ની કલમ-૧૯ મુજબ દસ્તાવેજ સમજાય તેવી યોગ્ય ભાષા (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા)માં રજૂ કરેલ ન હોય ત્યારે તેનું ભાષાંતર રજૂ કરેલ ન હોવાથી. દસ્તાવેજ ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયુટી વપરાયેલ નથી. કુલ રૂ. સ્ટેમ્પ ડ્યુટી ખૂટતી છે. આગળના લેખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય વપરાયેલ નથી. અન્ય કારણ (દસ્તાવેજ અસ્વીકાર કરવા માટેનું સ્પષ્ટ કારણ અને સંપૂર્ણ વિગતો લખવી).


રિમાર્કસ : ઉપર્યુક્ત જણાવેલ કારણોના લીધે આપનો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવતો નથી. સદર બાબતની પૂર્તતા થયેથી જ આપનો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવામાં આવશે. જો આપ આ પૂર્તતા દિન-૭માં કરીને રજૂ કરશો તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે. જે અંગે નવેસરથી ટોકન લેવાનું રહેશે નહીં અને જો દિન-૭ બાદ પૂર્તતા કરશો તો આપે નવેસરથી ટોકન લેવાનું રહેશે.

તારીખ : સ્થળ :

સબ રજિસ્ટ્રાર કચેરીનું નામ સહી/-

સબ-રજિસ્ટ્રારશ્રીનું નામ નોંધ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો 'નવગુજરાત સમય” ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ જ પાસે, પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

No comments: