ખેડૂતની જાણ બહાર જમીન પચાવી પાડવાની ઘટના રોકવા કવાયત
હવે 7/12માં જેટલા ખેડૂતો હશે તેમના આધારકાર્ડ-મોબાઈલ નંબર લિંક કરાશે.
લિંક થયા બાદ જમીનમાં કોઈ ફેરફાર થશે તો મેસેજથી જાણ
ખેડૂતની જાણ બહાર જ જમીન ખાતે કરીને પચાવી પાડવાની અનેક ઘટના બને છે. જેને રોકી શકાય તે માટે રાજ્ય સરકાર હવે 7/12માં જેટલા ખેડૂતો હશે તેમના આધારકાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરશે, જેથી જમીનમાં કોઈ પણ ફેરફારો થશે તો મેસેજ મળશે.
જમીન સંબધિત ગેરરીતિના કિસ્સા સતત વધી રહ્યા છે. ખાસ કરીને એક જ સર્વે નંબરમાં એક કરતા વધારે ખાતેદારો કે પછી વારસદારો હોવા છતાં જમીન બારોબાર વેચાઈ જતી હોવાની ફરિયાદો છે.
ઘણી વખત વિદેશ રહેતા જમીનદારની જમીનમાં પણ વિવાદ ઉદ્ધભવે છે, જેથી એડિશ્નલ ચીફ સેક્રેટરી જયંતી રવિએ વીડિયો કોન્ફરન્સ થકી તમામ કલેકટરને ખાતેદારોનાં આધારકાર્ડ અને મોબાઇલ નંબર લિંક કરી દેવા તાકીદ કરી છે. કલેકટર સૌરભ પારધીએ પણ તમામ 9 તાલુકાનાં મામલતદારોને કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે
ખાતેદારે ઇ-ધરા કેન્દ્રમાં અરજી કરવી પડશે.
હવે તમામ ઇ-ધરા કેન્દ્ર ખાતે 7/12માં નામ ધરાવતા હોય તેવા તમામ ખાતેદારો 7/12ની નકલ સાથે આધારકાર્ડ અને ફોન નંબર સાથે અરજી કરી આધારકાર્ડ અને મોબાઇલ નંબર સીડિંગ કરાવી શકશે. હવે જમીનની મહેસૂલી દરેક કામગીરીમાં 7/12માં નામ ધરાવતા હોય તેવા તમામ ખાતેદારના મોબાઇલ પર ફેરફાર સહિતની વિવિધ નોંધના મેસેજ તેમને મળતા થઇ જશે, જેથી જમીન સંબધિત ગેરરીતિને અટકાવી શકાશે.
No comments:
Post a Comment