ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ના પ્રકરણ–૯(ક) ની કલમ-૧૨૫(એફ)(૧) અન્વયે તાજેતરમાં તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અમલમાં આવતાં તે અંગેની કાર્યપધ્ધતિની સ્પષ્ટતા કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક: RD/MSM/e-file/15/2025/3357/H-PF1
વંચાણે લીધા:
(۹) વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા તા.૧૮/૦૪/૨૦૧૭ ના રાજપત્ર(ગેઝેટ) માં પ્રસિધ્ધ કરાયેલ ગુજરાત અધિનિયમ ક્રમાંક:૨૩/૨૦૧૭ મુજબના ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ-૨૦૧૭,
(૨) મહેસૂલ વિભાગના તા.૦૯/૦૫/૨૦૧૭ ના જાહેરનામા ક્રમાંક: જીએચએમ-૨૦૧૭-૨૬૪-સીટીએસ-૧૩૨૦૧૭-૭૧૧-હ.
(૩) મહેસૂલ વિભાગના તા.૧૬/૦૯/૨૦૧૭ ના જાહેરનામા ક્રમાંક: જીએચએમ-૨૦૧૭-૨૬૪-સીટીએસ-૧૩૨૦૧૭-૭૧૧-હ થી પ્રસિધ્ધ થયેલ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) નિયમ-૨૦૧૭ (ફાઈનલ રૂલ્સ)
(૪) મહેસૂલ વિભાગના તા.૧૯/૦૯/૨૦૧૭ ના પરિપત્ર ક્રમાંક: સીટીએસ-૧૩૨૦૧૭-૭૧૧-હ (ભાગ-૪).
(૫) વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા તા.૦૯/૦૪/૨૦૨૫ ના રાજપત્ર(ગેઝેટ) માં પ્રસિધ્ધ કરાયેલ ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) અધિનિયમ, ૨૦૨૫ (એકટ નં.૧૦/ ૨૦૨૫)
(૬) મહેસાણા વિભાગના તારીખ.૧૯/૦૫/२०२૫ ના જાહેરનામા ક્રમાંક GIIM/2025/113/RD/MSM/e-file/15/2025/3357/H.
આમુખ:
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પરિવર્તનીય વિસ્તારો (Transitional Area) ની જમીનો માટે પૂરક મહેસૂલ સેટલમેન્ટ (Supplemental Revenue Settlement) ની કામગીરી હાથ ધરવાની જોગવાઈ દાખલ કરવા માટે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯માં સુધારો કરવા સને-૨૦૧૭ના ગુજરાત અધિનિયમ ક્રમાંક:૨૩ થી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૨૦૧૭ ને ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ. જે વંચાણે લીધેલ (૧) માં દર્શાવેલ તા.૧૮/૦૪/૨૦૧૭ ના રાજપત્ર (ગેઝેટ) થી પ્રસિધ્ધ કરાયેલ. મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ (૨) ના તા.૦૯/૦૫/૨૦૧૭ ના જાહેરનામાથી આ અધિનિયમની જોગવાઈઓને અમલમાં લાવવામાં આવેલ. જે અન્વયે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ - ૧૮૭૯ ના પ્રકરણ ૯(ક) માં ખાનગી જમીનો પર મહેસૂલી કાયદાઓની જોગવાઇઓ કે શરતોના ઉલ્લંઘન સાથે વિકાસ થયેલ હોય તેવી જમીનોને પરિવર્તનીય વિસ્તાર તરીકે ઘોષિત કરી તેમાં પૂરક મહેસૂલ સેટલમેન્ટ દાખલ કરી આવી જમીનોના વિકાસને મહેસૂલી રેકર્ડ પર લાવવાની જોગવાઈ થયેલ છે.
પરિવર્તનીય વિસ્તારોમાં પૂરક મહેસૂલ સેટલમેન્ટની કાર્યપધ્ધતિ નિયત કરવા માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ ના નિયમોની જોગવાઈઓમાં સુધારો દાખલ કરતા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) નિયમો, ૨૦૧૭ ના આખરી નિયમો વંચાણે લીધેલ (૩) ના જાહેરનામાથી પ્રસિધ્ધ કરાયેલ છે. ત્યારબાદ પરિવર્તનીય વિસ્તારોની પૂરક મહેસૂલ સેટલમેન્ટની કામગીરી સાથે સંકળાયેલ સંબંધિતો દ્વારા હાથ ધરવાપાત્ર થતી કાર્યવાહી અંગે સર્વેને પૂરતુ માર્ગદર્શન મળી રહે અને સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી સ્વયંસ્પષ્ટ સૂચનાઓ વંચાણે લીધેલ (૪) થી પરિપત્રિત કરવામાં આવેલ છે.
અનુભવે એવું જણાયેલ કે, મૂળ કાયદાની કલમ ૧૨૫-એફ ની પેટા કલમ (૧) માં જે જોગવાઈઓનો સમાવેશ કરેલ છે તેના શરતભંગ બદલની કલમોનો પણ જો આ કાયદામાં સમાવેશ થાય તો પ્રસ્તુત કાયદાનો વ્યાપ વધુ સારી રીતે અને વધુ લોકો સુધી પહોંચી શકે અને પ્રજાને બહોળા પ્રમાણમાં આ કાયદા હેઠળ લાભ મળી શકે તથા વર્ષોથી આવા વિસ્તારોમાં વસતા લોકોને પોતાના રહેણાંકની મિલકતોને કાયદેસરતા પ્રાપ્ત થાય, તેઓને મિલકતો ઉપર બેંક દ્વારા લોન ઉપલબ્ધ થાય વગેરે જેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા વંચાણે લીધેલ ક્રમ (૫) થી વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) અધિનિયમ, ૨૦૨૫ પસાર કરવામાં આવેલ અને આ અધિનિયમનો વાસ્તવિક અમલ તા.૨૨/૦૫/૨૦૨૫ થી લાગુ કરવા વંચાણે લીધેલ ક્રમ (૬) થી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ. આ સુધારેલ કાયદાના લીધે લોકો તેઓની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી મિલકતોની કાયદેસરતા પ્રાપ્ત કરી શકશે. આ કાયદો અમલમાં આવતા પ્રજાને કેવા પ્રકારના લાભો મળશે અને કલેક્ટરશ્રીઓએ તેમની કક્ષાએ પડતર એવા આ હેતુ માટેની વિવિધ મહેસૂલ કાયદાના શરતભંગની કાર્યવાહી હેઠળના કેસો બાબતે દરખાસ્ત કરતી વખતે ધ્યાને રાખવાની બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવાનું સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતું; જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની સર્વ સામાન્ય સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર:
ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯માં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ વધુ સુધારવા બાબત અધિનિયમ તા.૦૯/૦૫/૨૦૧૭ના રોજ અમલમાં આવેલ જેમાં નવું પ્રકરણ ૯-૬ દાખલ કરવામાં આવેલ. આ પ્રકરણની કલમ-૧૨૫-છ (૧) માં (૧) ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની કલમ- ૬૫ અને કલમ-૬૮, (૨) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ,૧૯૪૮ની કલમ-૪૩ અને (૩) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની ની કલમ-૫૭ નો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ ઉત કાયદાઓની કલમોના શરતભંગ બદલની પરિણામ સ્વરૂપની કાર્યવાહી અન્વયેની કલમોનો જે તે વખતે કાયદામાં સમાવેશ કરવામાં આવેલ ન હોઈ કાયદાના વાસ્તવિક અમલીકરણમાં ઉભી થતી અડચણોના નિરાકરણ માટે, (A) ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) અધિનિયમ, ૨૦૨૫ માં અનુક્રમે કલમ-૬૫ અને કલમ-૬૮ ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી અન્વયેની અનુક્રમે કલમ-૬૬ અને કલમ-૭૯(૬), (B) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ,૧૯૪૮ની કલમ-૪૩ ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી અન્વયેની કલમ-૮૪ (ગ) તથા (C) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી અન્વયેની કલમ-૧૨૨ નો સમાવેશ તા.૨૨/૦૫/૨૦૨૫થી અમલમાં આવેલ સુધારા કાયદામાં કરવામાં આવેલ છે.
આ સુધારેલ કાયદા હેઠળ પ્રકરણો નિર્ણય અર્થે સરકારશ્રીમાં રજૂ કરતી વખતે નીચે મુજબની બાબતો ધ્યાને લઇ સરકારશ્રીમાં દરખાસ્ત કરવાની રહેશે.
(૧) જે કિસ્સામાં ઉપર (A), (B) તથા (C) માં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઇઓના ભંગ બદલ શરતભંગની કાર્યવાહી શરૂ (initiated) કરવામાં આવી ન હોય તેવા કિસ્સામાં, તે શરત અથવા જોગવાઈઓના ભંગ બદલની કાર્યવાહી શરૂ (initiate) કરવાની રહેશે નહિ; અને આવા કેસો સુચિત (પરિવર્તનીય વિસ્તાર) કાયદાના દાયરા હેઠળ આવરી લઇ દરખાસ્ત કરવાની રહેશે.
(૨) જે કિસ્સામાં ઉપર (A), (B) તથા (C) માં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઇઓના ભંગ બદલ કાર્યવાહી શરૂ (initiated) કરવામાં આવેલ હોય પરંતુ આવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ ન હોય એટલે કે આખરી તબક્કા સુધી પહોંચેલ ન હોય તો તેવી કાર્યવાહી જે-તે તબક્કે જ સ્થગિત કરવાની રહેશે અને આવા કેસો સુચિત (પરિવર્તનીય વિસ્તાર) કાયદાના દાયરા હેઠળ આવરી લઇ દરખાસ્ત કરવાની રહેશે.
(3) જે કિસ્સામાં ઉકત (A), (B) તથા (C) માં જણાવ્યા મુજબની કલમોના ભંગ બદલ કાર્યવાહી પુર્ણ થયેલ હોય અને જમીન સરકાર હસ્તક દાખલ કરેલ હોય તેવા કેસમાં જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની જોગવાઇઓ લાગુ પડશે નહીં; એટલે કે આવા કેસોની દરખાસ્ત સરકારશ્રીમાં કરવાની રહેશે નહીં.
ઉક્ત સુચનાઓ પરિવર્તનીય વિસ્તારોની પૂરક મહેસૂલ સેટલમેન્ટની કામગીરી સાથે સંકળાયેલ સર્વે સંબંધિતોને નિયમોની જોગવાઈઓનું સરળ ભાષામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી પરિપત્રિત કરવામાં આવે છે. જે કિસ્સામાં કોઈ અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં તા.૦૯/૦૫/૨૦૧૭ તથા તા.૨૨/૦૫/૨૦૨૫ થી અમલમાં આવેલ કાયદા/નિયમની જોગવાઈ ધ્યાને લેવાની રહેશે.
પરિપત્ર ક્રમાંક : RD/MSM/e-file/15/2025/3357/H-PF1
No comments:
Post a Comment