મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહીના કેસમાં કલેક્ટરને નવી સૂચના જારી કરાઈ - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, July 8, 2025

મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહીના કેસમાં કલેક્ટરને નવી સૂચના જારી કરાઈ

પરિવર્તનીય વિસ્તારોના કાયદામાં આવરી લઇ કાર્યવાહી કરવી કે નહીં તેની સ્પષ્ટતા

મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહીના કેસમાં કલેક્ટરને નવી સૂચના જારી કરાઈ

કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીન સરકાર હસ્તક હોય તો નવી જોગવાઈ લાગુ પડશે નહીં

વિવિધ મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહી હેઠળના કેસો કલેકટર કક્ષાએ પડતર હોય તેમાં મે-2025માં સુધારેલા કાયદાના જાહેરનામા મુજબ સરકાર સમક્ષ દરખાસ્ત કરવા નવી સૂચના જારી કરવામાં આવી છે. તેના કારણે પરિવર્તનીય વિસ્તારો (ટ્રાન્ઝિશનલ એરિયા)ની જમીનો માટે પૂરક મહેસૂલ સેટલમેન્ટની કામગીરીમાં અને કાયદાના સરળ અમલમાં ઉભી થતી અડચણો નિવારી શકાશે. એટલું જ નહીં, વર્ષોથી આવા વિસ્તારમાં રહેતા લોકોની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર આવતા રહેણાકની મિલકતોને કાયદેસરતા મળશે અને મિલકતો ઉપર બેન્ક લોન પણ મળી શકશે.

મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહીના કેસમાં કલેક્ટરને નવી સૂચના જારી કરાઈ

મહેસૂલ વિભાગના (સ્ટેમ્પ) નાયબ સચિવ દ્વારા 4-7-2025એ જારી કરાયેલા પરિપત્રમાં, તેની વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. તે મુજબ (1)ગુજરાત જમીન મહેસૂલ સુધારા અધિનિયમ-2025માં કેટલીક કલમમાં શરતભંગ બદલ થતી કાર્યવાહી, (2) ગુજરાત ગણોટ વહીવટ અને ખેતીની જમીન અધિનિયમમાં શરતભંગ અને (3)ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ અને કચ્છ ક્ષેત્ર) માં શરત ભંગની કાર્યવાહી સંદર્ભે 22-5-2025ના જાહેરનામાંથી કાયદામાં કેટલીક કલમોમાં સુધારા કરાયા હતા. તે સુધારેલા કાયદા હેઠળ કલેક્ટરે પ્રકરણો નિર્ણય માટે સરકારમાં મોકલતા પૂર્વે હવે આ નવી બાબતો ધ્યાનમાં લઈને દરખાસ્ત કરવાની રહેશે. જેમાં જે કિસ્સામાં (1) ત્રણેય કાયદાની શરત કે જોગવાઈઓના ભંગ બદલ શરતભંગની કાર્યવાહી શરૂ કરવામાં ન આવી હોય તેવા કિસ્સામાં તે કરવાની રહેશે નહીં. આવા કેસ સૂચિત (પરિવર્તનીય વિસ્તાર) કાયદાના દાયરા હેઠળ આવરી લઈને દરખાસ્ત કરવાની રહેશે. (2) જે કિસ્સામાં ત્રણે કાયદાની શરત કે તેની જોગવાઇના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરાઈ હોય, પરંતુ પૂર્ણ ન થઈ હોય તો તેને જે તે તબક્કે જ સ્થગિત કરીને આવા કેસ સૂચિત (પરિવર્તનીય વિસ્તાર) કાયદાના દાયરા હેઠળ આવરી લઈને દરખાસ્ત કરવાની રહેશે. તે ઉપરાંત (3)જે કિસ્સામાં ત્રણે કાયદાની કલમોના ભંગ બદલ કાર્યવાહી પૂર્ણ થઈ હોય અને જમીન સરકાર હસ્તક દાખલ કરેલી હોય તેવા કેસમાં જમીન મહેસૂલ સુધારા-અધિનિયમ 2025ની જોગવાઈ લાગુ પડશે નહીં. એટલું જ નહીં, આવા કેસોની દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે નહીં. કલમોના ભંગ બદલ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીન સરકાર હસ્તક હોય તો નવી જોગવાઈ લાગુ પડશે નહીં.

મહેસૂલી કાયદાના શરતભંગની કાર્યવાહીના કેસમાં કલેક્ટરને નવી સૂચના જારી કરાઈ






No comments: