કાનુની સવાલ : જો પત્ની છૂટાછેડા પછી ફરીથી લગ્ન ન કરે તો ભરણપોષણ મેળવવાની હકદાર છે, દર 2 વર્ષે ભરણપોષણમાં 5% વધારો કરાશે.
છૂટાછેડા હવે કોઈ મોટી વાત રહી નથી. સુપ્રીમ કોર્ટે આના પર મોટો નિર્ણય લીધો છે. સંપત્તિમાં હક અને ભરણપોષણને લઈ આ નિર્ણય ખુબ મહત્વપૂર્ણ છે.ભરણપોષણ ફક્ત નામ પૂરતું ન હોવું જોઈએ. તે વ્યવહારુ અને ન્યાયી હોવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પર એક મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ભરણપોષણ અને પ્રોર્પટીમાં ભાગ અંગે એક મહત્વપૂર્ણ જોગવાઈ આપી છે. છૂટાછેડા લીધેલી પત્નીના ભરણપોષણમાં મોંઘવારી અને પતિના વધતા માસિક પગારને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.
આ કેસમાં, સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધેલી પત્નીને આપવામાં આવતી 20,000 રૂપિયાની ભરણપોષણ રકમ વધારીને 50,000 રૂપિયા કરી. આ સાથે, દર 2 વર્ષે ભરણપોષણમાં 5% વધારો કરવાનો નિયમ પણ ઉમેરવામાં આવ્યો. આ સાથે, એ સ્વીકારવામાં આવ્યું છે કે, પતિ બીજા લગ્ન કર્યા પછી પણ, પહેલી પત્નીના પુત્રનો પિતાની પૈતૃક સંપત્તિ પર અધિકાર છે.
29 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પતિને પોતાની પૂર્વ પત્નીને દર મહિને 50,000 રુપિયાની એલિમની આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું કે,આ અમાઉન્ટને વધારવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્ની જે અત્યારસુધી અવિવાહિત અને સ્વતંત્ર રુપે રહે છે. તેમને ભરણપોષણ મળવું જોઈએ, જે તેના વૈવાહિક જીવનના સ્તરને દર્શાવે છે. અને તેના ભવિષ્યને સુરક્ષિત રાખે.
કોર્ટે એ પણ સ્વીકાર્યું કે ,પતિની આવક સમય જતાં વધી છે અને તે વધુ ભરણપોષણ ચૂકવવાની સ્થિતિમાં છે. તેથી, અગાઉ નક્કી કરાયેલી રકમ વધારવી જરૂરી છે. આ છૂટાછેડાનો કેસ 17 વર્ષથી ચાલી રહ્યો છે.29 મે 2025 સુપ્રીમ કોર્ટે તેના અંતિમ આદેશમાં તેને દર મહિને 50,000 રૂપિયા કર્યા. દર 2 વર્ષે 5% વધારાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.
પત્નીએ કહ્યું કે પતિની આવક ખૂબ ઓછી હતી ત્યારે 20,000 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમની માસિક આવક લગભગ 4 લાખ રૂપિયા છે, છતાં આટલી નાની રકમ પર ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. પત્નીના વકીલોએ કહ્યું કે, આ રકમ કાયમી નહીં, પરંતુ વચગાળાના ભરણપોષણ તરીકે નક્કી કરવામાં આવી હતી અને હવે તેમાં વધારો કરવો જ જોઇએ.
પતિએ કહ્યું કે, તેણે હવે ફરીથી લગ્ન કર્યા છે અને તેના વૃદ્ધ માતા-પિતા અને નવી પત્નીની સંભાળ રાખવી પડશે. તેણે એમ પણ કહ્યું કે તેનો પુત્ર હવે 26 વર્ષનો છે અને સ્વતંત્ર છે, તેથી તેને તેને કોઈ ભરણપોષણ આપવાની જરૂર નથી. તેણે કોર્ટ સમક્ષ તેની પગાર સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અને આવકવેરા રિટર્ન પણ રજૂ કર્યા.
છૂટાછેડા લીધેલી પત્નીને માસિક 50,000 રૂપિયા મળશે અને આ રકમ દર બે વર્ષે ૫% વધશે. હવે દીકરા માટે કોઈ ફરજિયાત ભરણપોષણ રહેશે નહીં, પરંતુ જો પતિ ઇચ્છે તો તે સ્વેચ્છાએ તેના શિક્ષણ કે જરૂરિયાતોમાં મદદ કરી શકે છે.
દીકરાને પૈતૃક મિલકતમાં તેનો હક રહેશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દર્શાવે છે કે ,ભરણપોષણ ફક્ત નામ પૂરતું ન હોવું જોઈએ. તે વ્યવહારુ અને ન્યાયી હોવું જોઈએ. આ નિર્ણય એવી સ્ત્રીઓ માટે રાહતનો સંદેશ છે જે છૂટાછેડા પછી એકલી રહે છે અને તેમના ભૂતપૂર્વ પતિની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ન્યાયની અપેક્ષા રાખે છે.
Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.
No comments:
Post a Comment