લગ્ન નોધણીમા પિતા અને માતાની સહી સાક્ષીમાં લેવા બાબત. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Monday, September 11, 2023

લગ્ન નોધણીમા પિતા અને માતાની સહી સાક્ષીમાં લેવા બાબત.

લગ્ન નોધણીમા પિતા  અને માતાની સહી સાક્ષીમાં લેવા બાબત.


અત્રેના પરિપત્ર ક્રમાંક : નં. ઈજર-વહટ-લગ્ન/૦૪| ૬૭૩૧-૫૪ તા.૨૭/૬/૨૦૦૫થી લગ્ન રજીસ્ટ્રાર સમક્ષ નોંધણી અર્થે ૨જૂ થતી લગ્ન વિજ્ઞપ્તિની નોંધણી વખતે ધ્યાને લેવાની બાબતો અંગે સૂચનાઓ આપવામાં આવેલ છે. સદર પરિપત્રના પેરા–૧ અન્વયે લગ્ન વિજ્ઞપ્તિના કોલમ–૫ અને ૬ માં લગ્નગ્રંથીથી જોડાતા વધુ/વરના પિતા અને વાલીની તારીખ સાથે સહી કરાવવાનો આગ્રહ રાખવા બાબતે જણાવવામાં આવેલ છે. આ અંગે મળેલ રજૂઆતોને ધ્યાનમાં લેતાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, લગ્ન વિજ્ઞપ્તિના કોલમ નંબર ૫ અને ૬ ની પેટા કોલમ (અ) થી (ડ) સુધીની વિગતો ભરાવવાનો આગ્રહ રાખવો પરંતુ કોલમ નંબર ૫ અને ૬ ના પેટા કોલમ (ઈ) માં લગ્ન ગ્રંથીથી જોડાતા વ/વરના પિતા અથવા વાલીની તારીખ સાથે સહી કરાવવાનો ફરજીયાત રીતે આગ્રહ રાખવો નહિ.

સદર પરિપત્રના પેરા–૧ અન્વયે લગ્ન વિજ્ઞપ્તિના કોલમ–૫ અને ૬ માં લગ્નગ્રંથીથી જોડાતા વધુ/વરના પિતા અને વાલીની તારીખ સાથે સહી કરાવવાનો આગ્રહ રાખવા બાબતે જણાવવામાં આવેલ છે.


અત્રેના ઉપરોકત તા. ૨૭/૬/૨૦૦૫ના પરિપત્રમાં આપવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહે છે અને તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.



No comments: