ગુજરાત સરકારના મહેસુલ વિભાગના જૂના અલગ અલગ 11 થી 12 કાયદાઓમાં રેવન્યુ વિભાગ દ્રારા સુધારા કરવામાં આવ્યા છે અને હાલ જમીનના જે કબજેદારો હોય તેમને રેગ્યુલરાઇઝ કરી આપવા માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુકત સચિવ (જમીન સુધારણા એચ. સી. પટેલે આ સંદર્ભે કરેલી જાહેરાતમાં જણાવ્યા મુજબ ૧૯૫૮ ના ધ મુંબઇ કનિ ગામ વતન (ગામ નોકર સરકારી ઉપયોગી) નાબૂદી એકટ અધિનિયમ હેઠળની જમીનોના અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરવાનો નિર્ણય લેવાયો છે.આવી જ રીતે ધી મુંબઇ ઇનામ (કચ્છ વિસ્તાર) એબોલીશન એકટ ૧૯૫૮ અધિનિયમ હેઠળ જમીનના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરાશે. ૧૯૫૯ ના મુંબઈ (સૌરાષ્ટ્ર એરીયા) અઘાટ ટેન્યોર અને ઇજારા એબોલીશન એકટ તથા ગુજરાત પટેલ વતન નાબુદી ધારો ૧૯૬૧ ની જોગવાઈ હેઠળ જમીનોના અનધિકૃત કબજાઓ નિયમબધ્ધ કરવામાં આવશે.
સરકારે આ બાબતે એવી સ્પષ્ટતા કરી છે કે આ તમામ ચાર કાયદામાં જે તે સમયે નિયત સમય મર્યાદામાં નિયત કરેલ કબજા કિંમત ભરાવીને રીગ્રાન્ટ કરી કબજેદારોને માલિકી હક આપવામાં આવ્યા હતા. આમાંથી મોટા ભાગના ખેડૂતો હતા અને કાયદાની પૂરી જાણકારીનો અભાવ કે અન્ય કારણોસર નિયત સમય મર્યાદામાં આવી કબજા કિંમત ભરી શકયા નથી. કાયદાની જોગવાઇ મુજબ આવી જમીનોમાં કબજો જમાવનારની હકાલપટ્ટી કરીને સરકારે જમીનનો કબજો મેળવી લેવાનો હોય છે. આ ચારે ચાર કાયદા સન ૨૦૦૦માં રીપલ એકટથી રદ કરવામાં આવેલ છે અને તેથી કબજા કિંમત ભર્યા વગરના અનધિકૃત કબજેદારોને હકાલ પટ્ટી કરીને દૂર કરી શકાય તેમ નથી અને કબજા કિમત ભરવાની નિયત સમય મર્યાદા પણ વધારી શકાય તેમ નથી. આવા કિસ્સામાં કબજો રેગ્યુલરાઇઝ કરી આપવા માટે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૨૦% રકમ ભરવાની રહેશે આ માટેની સતાં જિલ્લા કલેકટરોને આપવામાં આવી છે.
- નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી.
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૦૫)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૦)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૩)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૪)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૫)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૬)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૦)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૩)/છ Download
ઠરાવ ક્રમાંક:- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૪)/છ Download
ઠરાવ ક્રમાંક:-ગણત/૧૦૨૦૨૨/૯૫૧/ઝ Download
ઠરાવ ક્રમાંક:-ગણત/૧૦૨૦૨૨/૯૫૨/ઝ Download
ઠરાવ ક્રમાંક:-ગણત/૧૦૨૦૨૨/૯૫૩/ઝ Download
📒28 Aug 2023 ગુજરાત પટેલ વતન નાબુદી ધારો-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:-ગણત/૧૦૨૦૨૨/૯૫૪/ઝ Download
No comments:
Post a Comment