રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. / ડી.એફ.સી.આઇ.એલ. ને હયાત રોડ/રસ્તા / મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, September 9, 2023

રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. / ડી.એફ.સી.આઇ.એલ. ને હયાત રોડ/રસ્તા / મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબત.

રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. / ડી.એફ.સી.આઇ.એલ. ને હયાત રોડ/રસ્તા / મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબત.


Railway/National High Speed Rail Corporation Ltd. / D.F.C.I.L. Regarding allotment of usufructuary rights of Government land of Na Hayat road/road/way canal etc. only for the purpose of the project.

રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. / ડી.એફ.સી.આઇ.એલ. ને હયાત રોડ/રસ્તા / મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબત.


આમુખ:-

મહેસૂલ વિભાગના સંદર્ભ-(૩)ના ઠરાવથી રેલ્વે કોરીડોર માટે નદી, તળાવની જમીનનો પ્રવાહ યથાવત રહે તથા તળાવ યથાવત રહે તે રીતે તેના ઉપર ઓવરબ્રીજ બનાવી રેલ્વે લાઇન નાખવા વપરાશી હક્ક કબજા કિંમતના ૧૦ % વસુલ લઇ આપવાનું ઠરાવેલ છે. ઉક્ત ઠરાવમાં સંદર્ભ-(૪)ના સુધારા ઠરાવથી આગોતરો કબજો જંત્રીના બદલે જિલ્લા મૂલ્યાંકન સમિતિ જે કિંમત નક્કી કરે તે રકમ ભરીને મેળવી શકશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ.


જ્યારે સંદર્ભ-(૫)ના ઠરાવથી કરવામાં આવેલ જોગવાઇઓ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા નેશનલ હાઇસ્પીડ કોર્પોરેશન લી. ને લાગુ પાડવાનું ઠરાવેલ છે. વિભાગના સંદર્ભ -(૩) ના ઠરાવમાં “ રસ્તાનો ઉપયોગ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધીને ચાલુ રાખવાનો રહેશે." તેવી જોગવાઇ છે. પરંતુ રસ્તાની જમીન માટે કેટલી રકમ વસૂલ કરવી તેની સ્પષ્ટતા નથી. આથી, હયાત રોડ રસ્તા મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન બજાર કિંમતના ૧૦૦% ના દરે વસૂલ લઇ ફાળવવી કે વપરાશી હક્કથી કબજા કિંમતના ૧૦% વસુલ લઇ ફાળવવી તે બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી જણાય છે.

વધુમાં, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લી. દ્વારા સંદર્ભ -(૧) તથા (૨)ના પત્રથી તેઓના પ્રોજેક્ટ માટે રોડ/રસ્તા/ મારગ વિગેરે જેવી પહેલેથી અસ્તિત્વમાં રહેલી સુવિધાઓને અસર કર્યા વિના હયાત રોડ/રસ્તા/મારગ વિગેરેની સરકારી જમીન ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધકામ માટે વપરાશી હક્કે ફાળવવા રજુઆત કરેલ છે.

આમ, રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ. યોજના માટે હયાત રોડ/રસ્તા/મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન ફ્ક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબતે વસૂલવાની થતી કિંમત અંગે સ્પષ્ટતા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી,

ઠરાવ:- 

પુખ્ત વિચારણાના અંતે રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ. યોજનાને સમય મર્યાદામાં પુરી કરી શકાય તે માટે હયાત રોડ/રસ્તા/મારગ/ કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા નીચે મુજબ આથી ઠરાવવામાં આવે છે.


(૧) રેલ્વે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ. પ્રોજેક્ટો માટે માંગણીવાળી જમીનની બજાર કિંમતના ૧૦% વસુલ લઇ હયાત રોડ/ રસ્તા/ મારગ/કેનાલ વિગેરેની જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવાની રહેશે. 

(૨) હયાત રોડ/રસ્તા/મારગ કેનાલ વિગેરેનો ઉપયોગ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધીને ચાલુ રાખવાનો રહેશે.


(૩) જમીનની માલિકી સરકારની જ રહેશે અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી સુવિધાઓને અસર કર્યા વિના જમીનનો ઉપયોગ કરવાનો રહેશે.

(૪) આ ઠરાવ પ્રસિધ્ધ થયા પહેલાં હયાત રોડ/રસ્તા/મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન બજાર કિંમતના ૧૦૦% ના દરે વપરાશી હક્કે ફાળવવામાં આવેલ હશે તો તે વધારાની રકમ પરત મળવાપાત્ર થશે નહી પરંતુ ભવિષ્યના કેસોમાં વધારાની રકમ સરભર કરવાની રહેશે.


જે અંગે સુધારા હુકમ સહિતની સંપૂર્ણ કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કક્ષાએથી કરવાની રહેશે,


આ ઠરાવ. આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા.૧૨/૦૫/૨૦૨૩ની નોંધથી મળેલ સંમતિ તથા સક્ષમ કક્ષાની તા.૧૨/૦૭/૨૦૨૩ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.


Introduction:- According to the resolution of reference (3) of the revenue department, it has been decided to collect 10% of the right possession value used for laying the railway line by making an overbridge over it in such a way that the flow of river, lake land remains unchanged and the lake remains unchanged for the railway corridor. Provision has been made in the said resolution by the amendment of reference (4) that advance possession can be obtained by paying such amount as the District Valuation Committee may determine in lieu of Jantri. Whereas the provisions made by the resolution of reference (5) and the amendments thereto from time to time National High Speed Corporation Ltd. It has been decided to apply Section reference -(3) of the resolution provides that "the use of the road shall be continued with the construction of overbridge or underbridge". But the amount to be charged for the road land is not clear. Hence, 100% of the market value of the government land of Hayat road road road canal etc. Charge at the rate of It seems necessary to clarify whether to allocate or collect 10% of the possession value from the usufructuary right. Further, National High Speed Rail Corporation Ltd. By letter of reference -(1) and (2) has proposed to allot user right for the construction of overbridge or underbridge on government land of existing road/road/way etc. without affecting the already existing facilities like road/road/way etc. for their project. Thus, Railways/National High Speed Rail Corporation Ltd./D.F.C.I.L. The issue of clarifying the price to be charged for allotment of user right of government land of existing road/road/way/canal etc. for the project only for the purpose of the project was under the consideration of the Govt.


Resolution:-

 After mature consideration, Railways/National High Speed Rail Corporation Ltd./D.F.C.I.L. In order to complete the project within the time limit, it is hereby resolved to allocate the government land of Hayat road/road/way/canal etc. as user right only for the purpose of the project.


 (1) Railway National High Speed Rail Corporation Ltd./D.F.C.I.L. 10% of the market value of the land demanded for the projects shall be allotted for the use rights of existing roads/roads/margs/canals etc. only for the purpose of the project.


 (2) The use of existing roads/roads/roads, canals etc. shall be continued by constructing overbridges or underbridges.



 (3) The ownership of the land shall remain with the Government and the land shall be used without affecting the pre-existing facilities.


 (4) Before the promulgation of this resolution, the government land of Hayat road/ road/way/canal etc. has been allotted as user right at the rate of 100% of the market value, then the excess amount shall not be refundable but the excess amount shall be offset in future cases.


 In this regard, complete action including amendment order has to be done from the concerned district collector level.


This resolution. This is issued as per the approval of the Finance Department vide note dated 12/05/2023 and the approval of the competent level dated 12/07/2023 on the file of the same number of this department.



No comments: