ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ ની કલમ-૩૬ ની. મંજુરી વગર ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો, બદલો ન કરવા અને તે અંગેના દસ્તાવેજ રજીસ્ટર્ડ ન કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, September 11, 2023

ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ ની કલમ-૩૬ ની. મંજુરી વગર ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો, બદલો ન કરવા અને તે અંગેના દસ્તાવેજ રજીસ્ટર્ડ ન કરવા બાબત.

ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ ની કલમ ૩૬ ની મંજૂરી વગર ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો બદલો ન કરવા બાબત.

બાબત: ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ ની કલમ-૩૬ ની. મંજુરી વગર ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો, બદલો ન કરવા અને તે અંગેના દસ્તાવેજ રજીસ્ટર્ડ ન કરવા બાબત.

પરિપત્ર ક્રમાંક : ૨૦/૨૦૨૧. તા.૨૭/૧૨/૨૦૨૧.

ચેરિટી કમિશનર, ગુજરાત રાજય, અમદાવાદ સમક્ષ જી.પી.ટી. એકટ ૧૯૫૦ ની કલમ અન્વયે નોંધવામાં આવેલ ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો, બદલો કરવા બાબતે અધિનિયમની કલમ-૩૬ અન્વયે પરવાનગી મેળવવા અંગે અરજીઓ કરવામાં આવતી હોય છે. તેવી અરજીઓની ચકાસણી કરી, નિયમાનુસારની કાર્યવાહી કરી, સદર બાબત અંગેની મંજુરી આપવામાં આવતી હોય છે. ઘણા કિસ્સામાં અરજીઓ નામંજુર કરવામા આવતી હોય છે. ઉપરોકત વિષયમાં દર્શાવેલ બાબત અંગે ચેરિટી કમિશનરની પુર્વ મંજુરી લેવી જરૂરી છે અને આવી પરવાનગી વગર આવા વ્યવહાર થયા હોય તો, તે નિરર્થક અને મુળ થી ગેરકાયદેસરના છે.

ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ ની કલમ-૩૬ ની. મંજુરી વગર ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો, બદલો ન કરવા અને તે અંગેના દસ્તાવેજ રજીસ્ટર્ડ ન કરવા બાબત.

(૧) ચેરિટી કમિશનરના ધ્યાને આવેલ છે કે, ઘણા ટ્રસ્ટીઓ વહીવટકર્તાઓ ટ્રસ્ટની મિલકતો અંગે આ જાતાના વ્યવહારો કરતાં પહેલા જે તે ખરીદનાર પાર્ટી સાથે એમ.ઓ.યુ. કરતા હોય છે અને એમ.ઓ. યુ કરી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટના વહીવટકર્તાઓ તેવી પાર્ટીઓ પાસેથી ટોકન સ્વરુપે રકમ મેળવતા હોય છે. તે તદૃન ગેરકાયદેસર અને ગેરવાજબી છે. આવી પ્રવૃતિને લીધે ટ્રસ્ટની મિલકતો સંબંધે મોટા પ્રમાણમાં લીટીગેશનો થવાની સંભાવના રહેલી છે. તેથી ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ કે વહીવટકર્તાઓ આવી પ્રવૃતિઓ ન કરે તે ટ્રસ્ટના હિતમાં છે. તેથી ટ્રસ્ટીઓએ આવી ગેરકાયદેસરની પ્રવૃતિ ન કરવા આ પરિપત્રથી જાણ કરવામાં આવે છે,

(ર) વધુમાં ટ્રસ્ટની પ્રોર્પટી વેડફાઇ ન જાય અને ટ્રસ્ટના વહીવટમાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અન્વયે નોંધાયેલા ટ્રસ્ટો ધ્વારા ટ્રસ્ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો કે બદલો કરવા સંબંધે જો કોઇ દસ્તાવેજ કે રજુઆત જે તે ઓથોરીટી એટલે કે જે તે જીલ્લાના સબરજીસ્ટ્રાર સમક્ષ રજુ થાય તો તેવે વખતે દસ્તાવેજ રજીસ્ટર્ડ કરનાર ઓથોરીટીએ પ્રથમ ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અન્વયે ચેરિટી કમિશનરશ્રીની પુર્વ મંજુરી મેળવેલ છે કે કેમ? તેવા હુકમની નકલ દસ્તાવેજ સાથે રજુ કરેલ છે કે કેમ? તેની સંપુર્ણ ચકાસણી કર્યા બાદ જ તેવો દસ્તાવેજ કે વ્યવહાર રજીસ્ટર્ડ કરવા અંગેની કાર્યવાહી કરવી. અત્રેની મંજુરીના હુકમ સિવાયના કોઇપણ દસ્તાવેજો રજીસ્ટર્ડ કરવા નહી કે ટ્રસ્ટની પ્રોર્પટીમાં અન્ય કોઇ એન્ટ્રીઓ કરવી નહી. જરૂર જણાયે તેવા કિસ્સામાં ચેરિટી કમિશનર કે જે તે વિભાગના સંયુકત ચેરિટી કમિશનરી ધ્વારા મિલકત અંગે મંજુરી આપવામાં આવેલી છે કે કેમ” તેની ચકાસણી કરી લેવી મંજુરીના હુકમ સિવાય ટ્રસ્ટની કોઇપણ મિલકત તબદીલ કરવાનુ થયેલ હોવાનું અત્રેની જાણમાં આવશે તો, સદર દસ્તાવેજ રજીસ્ટર્ડ કરનાર સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવા અંગે તેઓની ઉપલી ઓથોરીટીને અત્રેથી જાણ કરવાની ફરજ પડશે.

No comments: