બિનખેડૂત વ્યક્તિ વીલ આધારે ખેતીની જમીન ધારણ કરી શકે નહીંઃ સુપ્રીમ.
વીલ આધારે ખેડૂત બનવા માટેની સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતી વ્યાપક પ્રેકટીસ પર રોક મુકતો ઐતિહાસિક ચુકાદો.
- ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટની સમર્થનની મહોર
- રાજ્યભરમાં ચાલતા ખેડૂત-બિનખેડૂતના વિવાદને અસર થશે
- સુપ્રીમ કોર્ટના ૩ જજની ડિવિઝનલ બેંચ દ્વારા ચુકાદો અપાયો
- હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વીલના વિવાદને ચુકાદાની અસર
- બોગસ વીલનો વિવાદ પણ વણઉકલ્યો.
બિનખેડૂત વ્યક્તિ દ્વારા વીલ આધારે ધારણ કરવામાં આવતી ખેતીની જમીનના કિસ્સામાં બોગસ વીલનો વિવાદ પણ વણઉકેલ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિના મરણ થયા બાદ વીલનો અમલ થતો હોય છે. જેમાં બોગસ ખેડૂત બનવા ઈચ્છનાર લોકો પૈસાની તાકાતથી જમીન માલિકના વારસદારોને સારી કિંમત આપી બોગસ વીલ બનાવવા તૈયાર કરતા હોય છે. જે વ્યક્તિના મરણ થયા બાદ બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરી તૈયાર કરવામાં આવતું હોય છે.
- લીમીટેશનના કાયદાનો લાભ મળી શકે.
સુપ્રિમ કોર્ટ દ્વારા બિનખેડૂત વ્યક્તિ વીલ આધારે ખેતીની જમીન ખરીદી શકે નહીં તેવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપતા આપવામાં આવેલા ચુકાદામાં લીમીટેશનના કાયદાનો લાભ મળી શકે છે. આ અંગે જાણકારોના મતે ગુજરાત હાઈકોર્ટમાં આજે પણ આવી કેટલીક મેટરો પેન્ડીંગ છે જેમાં મહેસુલી તંત્રએ લીમીટેશનના કાયદાનો ભંગ કરી વીલથી થયેલી તબદીલીને સમય કરતા પછી ચેલેન્જ કરી છે. આવા કિસ્સામાં લીમીટેશન એક્ટનો લાભ વીલથી જમીન ધારણ કરનારને મળી શકે છે.
૫૦ હજાર બોગસ ખેડૂતો માટે મુશ્કેલી.
ખેતીની જમીન ખરીદવા માટે જન્મજાત ખેડૂત ખાતેદારના પુરાવા ન હોય તેવા માલેતુજાર લોકો દ્વારા અત્યાર સુધી વીલનો આશરો લઈ ખેડૂત બનવાનો ખેલ કરવામાં આવતો હતો. રાજ્યમાં ૧૯૮૦ બાદ મહેસુલી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની રહેમરાહે ચાલતા આ ષડયંત્રમાં અત્યાર સુધી આ ૨ટ્ઠૌ ૫૦ હજારથી વધુ લોકો બોગસ ખેડૂત બન્યા હોવાનું કહેવાય છે. ત્યારે આ તમામ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે તેમ જાણકારોનું માનવું છે.
ગુજરાતમાં જમીનના ધંધામાં ખેડૂત બનવા માટે વર્ષોથી ચાલતા વીલના વેપલામાં રોક મુકતો ઐતિહાસીક ચુકાદો સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સમર્થનની મહોર મારી સુપ્રિમ કોર્ટ દ્વારા બિનખેડૂત વ્યક્તિ વીલ આધારે ખેતીની જમીન ધારણ કરી શકશે નહીં તેવો ચુકાદો આપ્યો છે. ત્યારે આ ચુકાદાની કારણે રાજ્યમાં વર્ષોથી ચાલતા ખેડૂત- બિનખેડૂતના વિવાદ પર તેની સીધી અસર થશે. સુપ્રિમ કોર્ટના ૩ જજની ડીવીઝનલ બેંચ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી ગુજરાત હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલતા જમીનના વીલના વિવાદ પર સીધી અસર જોવા મળશે.
ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મજાત ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે. એટલેકે ૧૯૫૧માં રેવન્યુ રેકોર્ડના નવીનીકરણ વખતે દાખલ થયેલા નામથી આજદિન સુધી કોઈ પણ જાતના બ્રેક વગર કુટુંબના વ્યક્તિઓ ખેતીની જમીન ધારણ કરતા હોવા જોઈએ. પરંતુ ગુજરાતના ગણોત કાયદાની છટકબારી તરીકે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત આવતી વીલથી તબદીલીની પ્રક્રિયાનો ઉપયોગ કરી બોગસ ખેડૂત બનવાની પ્રવૃતિ રાજ્યમાં ૧૯૮૦ પછી ફુલીફાલી હતી. વીલથી ખેડૂત બનવા માટે વર્ષોથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૫માં એક ચુકાદો આપી કાયદાની જોગવાઈ સ્પષ્ટ કરી બિનખેડૂત વ્યક્તિ વીલ આધારે ખેતીની જમીન ધારણ કરી શકે નહીં તેવો ચુકાદો આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટનાઆ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. છેલ્લા ૫ વર્ષથી સુપ્રિમ કોર્ટમાં ચાલતી કાયદાકીય દલીલો અને સુનવણી બાદ અંતે સુપ્રિમ કોર્ટના 3 જજ ઉદય ઉમેશ લલીત, ઈંદુ મલ્હોત્રા અને એ.એસ. બોપ્પાનાએ ઐતહાસિક નિર્ણય થકી હાઈકોર્ટના બિનખેડૂત વ્યક્તિ વીલ આધારે ખેતીની જમીન ધારણ કરી શકે નહીં તેવા ચુકાદા પર સમર્થનની મહોર મારી હતી.
ખેતીની જમીન ધારણ કરવા માટે જન્મજાત ખેડૂત ખાતેદાર હોવું જોઈએ અને વીલ દ્વારા કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકે નહીં તેવા સુપ્રિમ કોર્ટના ઐતિહાસીક ચુકાદા બાદ રાજ્યમાં ચાલતા વિલથી જમીનની તબદીલીની વિવાદો ઉકેલી શકાશે.
આ સાથે રાજ્યની હાઈકોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ એવા વીલના વિવાદીત કેસોનો પણ નિકાલ ઝડપી બનશે તેમ જાણકારોનું માનવું છે.
No comments:
Post a Comment