ગૃહમાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ સુધારા વિધેયક પસાર.
ગુજરાતના વેપારી અન્ય રાજ્યમાંથી ઈ-નામ લઇ સોલા પ્લેટફોર્મ પર ખેતપેદાશોની ખરીદી કરી શકશે.
રાજ્ય વિધાનસભા ગૃહમાં ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ -1963 સુધારા વિધેયક ચર્ચાને પસાર કરાયું હતું. આ વિધેયકમાં કલમ-8(2)ની એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જે મુજબ, કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં, ઈ-નામ પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ અન્ય રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના લાયસન્સ ધરાવનાર વેપારી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરાર કરે, તે કરારની શરતોને આધીન ઈ-નામ પ્લેટફોર્મ પર ખેત પેદાશોની ખરીદી કરી શકશે.
આ વિધેયર પરની ચર્ચાને અંતે તેના જવાબમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ વિધેયક પસાર થવાથી ગુજરાતના વેપારીઓ અન્ય રાજ્યમાંથી ઈ-નામ પ્લેટફોર્મ પર ખેતપેદાશો ખરીદી શકશે. ઓનલાઈન સોદા થવાથી હરીફાઈ વધશે, જેને લીધે ખેડૂતોને વધુમાં વધુ ભાવ પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધશે અને કરચોરી પણ અટકશે.
No comments:
Post a Comment