વારસાઈ અધિનિયમ અંતર્ગત પુત્રીનો વારસાઈ હક્ક - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, September 10, 2023

વારસાઈ અધિનિયમ અંતર્ગત પુત્રીનો વારસાઈ હક્ક

વારસાઈ અધિનિયમ અંતર્ગત પુત્રીનો વારસાઈ હક્ક

ચુકાદો


માનનિય ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા


૧. ઉપરોક્ત બંને અપીલોમાં સામેલ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે, પક્ષકારો પણ સમાન છે તથા આ અપીલોમાં ઓડિશાની ઉચ્ચ અદાલતે આપેલા નિર્ણય અને ડિક્રીને પડકારવામાં આવ્યા છે, તેથી બધાની સુનાવણી સાથે કરવામાં આવી હતી અને આ સંયુક્ત ચુકાદા અને આદેશથી તેમનો નિકાલ કરવામાં આવ્યો છે.

૨. ઉપરોક્ત બંને અપીલો, મૂળ પ્રતિવાદી નંબર ૧ (સ્વ. શ્રી પ્રફુલ્લા સાતૢ તે કુમાર સાહૂના દિકરા) ના કાનૂની પ્રતિનિધિઓ અને વારસદારો દ્વારા દાખલ કરવામાં આવી છે અને ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા કટક ખાતે તારીખ ૦૫.૦૫.૨૦૨૧ના રોજ એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ આપવામાં ચુકાદા, હુકમ અને હુકમનામા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં, કટક ખાતેની ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અહીં અપીલકર્તાઓ દ્વારા દાખલ કરાયેલ લેટર્સ પેટન્ટ અપીલને ફગાવી દીધી હતી અને મુળ વાદી (સામાવાળા નં.૧) દ્વારા દાખલ કરાએલ ટાઈટલ સુટ નં. ૩૪૮ ૧૯૮૦ માં ટ્રાયલ કોર્ટે આપેલ ચુકાદા અને વિભાજનના હુકમનામાને સમર્થન આપ્યું હતું અને બીજી તરફ મૂળ સામાવાળા નંબર ૨ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને મંજૂરી આપી હતી, જેનાથી, પ્રથમ અપીલ અદાલત દ્વારા સ્વર્ગસ્થ પ્રફુલ્લ સાહૂ અને તેની બહેન એટલે કે સામાવાળા નંબર ૧ વચ્ચે નોંધાયેલ સમાધાનને રદ કરીને તે અમાન્ય હોવાનું જાહેર કરેલ છે.

વારસાઈ અધિનિયમ અંતર્ગત પુત્રીનો વારસાઈ હક્ક


હકીકતોનું વર્ણન

3. આ દાવો કુમાર સાહૂની વારસાગત મિલકતો અપીલકર્તાઓ વચ્ચે વિભાજન કરવા માંટે દાખલ કરેલ છે, જેઓ પ્રતિવાદી નં. ૧ (સ્વ. શ્રી પ્રફુલ્લ સાહૂના તે કુમાર સાહૂના પુત્ર), સામાવાળા નં. ૧ એટલે કે વાદી (કુમાર સાહૂની પુત્રી શ્રીમતી ચારુલતા સાહૂ) અને સામાવાળ નં. ૨ કે જે પ્રતિવાદી નં. ૨ (શ્રીમતી શાંતિલાતા તે કુમાર સાહૂની પુત્રી) ના કાયદેસર પ્રતિનિધિઓ અને વારસદારો છે.


૪. પક્ષોનો એકબીજા સાથેનો સંબંધ નીચેની વંશાવળી કોષ્ટક પરથી સારી રીતે સમજી શકાશે.

૫. રેકોર્ડ પરની વિગતો પરથી એવું જણાય છે કે અંદાજે વર્ષ ૧૯૪૦માં વિભાજન થવા પર સ્વ. શ્રી કુમાર સાહૂ એટલે કે, વાદી, પ્રતિવાદી નં. ૧ તથા પ્રતિવાદી નં. ૨ ના પિતાએ સહભાગી તરીકે હાલની મિલ્કત મેળવી હતી. વર્ષ ૧૯૬૯માં જ્યારે શ્રી કુમાર સાહુનું નિધન થયું હતું, ત્યારે વાદી અને પ્રતિવાદી નં.૧ તથા ૨ જીવીત હતાં.

૬. તા. ૩.૧૨.૧૯૮૦ના રોજ પ્રતિવાદી નં. ૧ (અહીં મૂળ વાદી) એ ટી. એસ. નં. ૩૪૮૪૧૯૮૦ થી, ભાગલા માટે એક દાવો દાખલ કર્યો હતો, જેમાં દાવામાં નક્કી કર્યા મુજબ 'એ' થી 'એફ' મિલકતોના ત્રીજા ભાગનો દાવો કરવામાં આવ્યો હતો.


૭. સામાવાળા નં. ૧ (હાલના મૂળ વાદી) એ ઉપર જણાવેલ ટાઈટલ સૂટ નં. ૩૪૮ ૧૯૮૦માં નીચે મુજબની દાદ માંગી છે.


(i) અનુસૂચિ "એ" "થી" "એફ" "માં ફરિયાદીના ત્રીજા હિસ્સાન સંદર્ભમાં વિભાજન માટે પ્રલિમિનરી ડિકી પસાર કરવી અને વાદીને ફાઇનલ ડી મુજબ, સિવિલ કોર્ટ સર્વેના જાણકાર કમિશનરની નિમણૂક કરીને, અલગ કરેલી મિલ્કતમાં ચોક્ક્સ કબજો આપવો જૉઈએ તથા પ્રતિવાદી નં.૧ સામે" "મીન પ્રોફિટ" ડિક્રી વર્ષ ૧૯૭૭થી હાલની તારીખ સુધી અને મુકદ્દમા તારીખથી છેવટની ડી અંતિમ બને ત્યાં સુધી પસાર કરવી અને દાવાની મિલકતોમાં પ્રતિવાદી નં.૧ ના હિસ્સા માંથી તેની ચુકવણી માટે વસુલાત કરવી. "

......

..........

.......


-૧૩૭,૧. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની અવેજી કલમ ૬માં સમાયેલી જોગવાઈઓ સુધારા પહેલા કે પછી જન્મેલી દીકરીને સમાન અધિકાર અને જવાબદારીઓ સાથે પુત્રની જેમ સહહિસ્સેદારનો દરજ્જો પ્રદાન કરે છે.


૧૩૭, ૨ આ અધિકારનો દાવો અગાઉ જન્મેલી પુત્રી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ પૂર્વે થયેલી વ્યવસ્થા અથવા વાર્પણ, વિભાજન અથવા વસીયતનામાની વ્યવસ્થા અંગે કલમ ૬ (૧)માં આપવામાં આવેલ બચાવ સાથે છ---૨૦૦૪ની અસરથી કરી શકે છે.


૧૩૭,૩. સહહિસ્સેદારીનો અધિકાર જન્મત હોવાને કારણે પિતા સહહમસેદાર હ૯-૦૯-૨૦૦૫ના રોજ જીવીત હોવા જરૂરી નથી.


૧૩૭.૪. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની મૂળ રીતે અધિનિયમિત કલમ કતા પરંતુક દ્વારા રચવામાં આવેલ વિભાજન}} વૈધાનિક કલ્પના વાસ્તવિક વિભાજન કે સહહિસ્સેદારીમાં વિક્ષેપ લાવી શકી નથી. આ કલ્પના માત્ર મૃત્યુ પામેલા સહહિસ્સેદારની પાછળ રહેલી કોઇ મહિલા વારસદાર માટે, ૧૯૫૬ના અધિનિયમની અનુસૂચિમાં નિર્દિષ્ટ વર્ગ-૧ની મહિલા માટે અથવા આવી મહિલાના પુરુષ સંબંધીનો હિસ્સો નક્કી કરવાના હેતુ માટે હતી. અવેજા કલમ ૬ની જોગવાઈઓને સંપૂર્ણ રીતે લાગુ કરવાની જરૂર છે. પ્રારંભિક હુકમનામું પસાર થઈ ગયું હોવા છતા આખરી હુકમ કે અપીલ માટે અનંત કાર્યવાહીમાં દીકરીઓને સહહિસ્સેદારીમાં દીકરાના જેટલો હિસ્સો આપવામાં આવશે.


૧૩૭.૫. ૧૯૫૬ના અધિનિયમની કલમ ૬(૫)ની સમજૂતીની જોગવાઇઓની ચુસ્ત રીતે ધ્યાનમાં રાખીને મૌખિક વિભાજનની દલીલને રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ની જોગવાઈઓ અંતર્ગત વિધિવત રીતે નોંધાયેલ વિભાજન ખત દ્વારા અથવા અદાલતના હૂકમનામા દ્વારા અસર આપવામાં આવેલા વૈધાનિક રીતે માન્ય વિભાજનની રીત તરીકે સ્વીકારી શકાશે નહીં. જોકે અપવાદરૂપ કિસ્સાઓમાં જ્યાં મૌખિક વિભાજનની દલીલને જાહેર દસ્તાવેજો દ્વારા ટેકો આપવામાં આવે છે અને છેવટે કોર્ટના હુકમનામાની અસર (મૂળમાં અમલ) થઈ હોય તેવી જ રીતે વિભાજન સ્પષ્ટ કરવામાં આવે છે તો તે સ્વીકારી શકાય છે. માત્ર મૌખિક પુરાવાના આધારે વિભાજનની દલીલ સ્વીકારી શકાય નહીં અને તેને સ્પષ્ટપણે નકારી શકાય."

પુરી વિગતો માટે નીચે ક્લિક કરો.

Supreme Court Civil Appeal No. 2913-2915 of 2018

No comments: