વેચાણ કે અન્ય દસ્તાવેજોમાં હવેથી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજના પ્રથમ પાના ઉપર દસ્તાવેજ રજુ કરનારનો પાસપોર્ટ ફોટો કે અંગૂઠાની છાપ લગાવવાની રહેશે નહીં.
મહેસૂલ વિભાગના સંદર્ભ (૧) વાળા જાહેરનામાં અને અત્રેની કચેરીના સંદર્ભે (૨) વાળા પત્ર તેમજ અત્રેની કચેરીના સંદર્ભ (૩) વાળા પરિપત્રથી દસ્તાવેજની નોંધણી માટે જ્યારે દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજુ કરવામાં આવે ત્યારે દસ્તાવેજોની સાથે આધારકાડૅની ખરી નકલ રજુ કરવા જણાવેલ હતું. અને તે પુરાવાને દસ્તાવેજના ભાગ તરીકે જોડવા જણાવેલ.
આથી રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારશ્રીઓને જણાવવાનું કે દસ્તાવેજોની નોંધણી વખતે લખી આપનાર, લખાવી લેનાર તથા ઓળખઆપનારાઓની ઓળખ માટે આધારકાર્ડની ખરી નકલ રજુ કરવામાં આવે તો તેને દસ્તાવેજના ભાગ તરીકે જોડવાની નથી. તેમજ દસ્તાવેજમાં કોઈ પણ જગ્યાએ લખી આપનાર, લખાવી લેનાર કે ઓળખાણ આપનારના આધારકાર્ડ નંબરનો ઉલ્લેખ કરવાનો નથી. તેમ છતા જો કોઈ પક્ષકારોને દસ્તાવેજમાં આધારકાર્ડ નંબરનો ઉલ્લેખ કરવો જ હોય તો તેના માત્ર છેલ્લા ચાર આંકડા (નંબર) લખવાના રહેશે, વધુમાં જણાવવાનું કે, સ્થાવર મિલકત તબદિલીના દસ્તાવેજની નોંધણી રજીસ્ટર નંબર. 1 માં કરવામાં આવે છે અને રજીસ્ટર નંબર. 1 જાહેર રેકર્ડ હોવાથી કોઈ પણ અરજદાર નકલ મેળવી શકે છે જેથી આધાર નંબર તથા આંગળાની છાપનો દુરુપયોગ થવાની ( misuse of AePS ) સંભાવના રહેલી છે જેથી દસ્તાવેજમાં લખી આપનાર, લખાવી લેનાર કે ઓળખાણ આપનારના આધાર કાર્ડ નંબરોનો ઉલ્લેખ કરવાનો રહેશે નહીં.
સંદર્ભ (ચાર) વાળા પરિપત્રથી સૂચના આપેલ છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજના પ્રથમ પાને રજૂ કરનારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અંગૂઠાની છાપ લેવાની રહેશે. હવેથી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજના પ્રથમ પાના ઉપર દસ્તાવેજ રજુ કરનારનો પાસપોર્ટ ફોટો કે અંગૂઠાની છાપ લગાવવાની રહેશે નહીં
નોંધણી સબ નિરીક્ષણ કચેરીનો પત્ર સામેલ છે.
No comments:
Post a Comment