Monday, September 11, 2023
New
ખેતીની જમીનોમા વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી ઉઠાવવો, વહેંચણી કરવી પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત.
ખેતીની જમીનોમા વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી ઉઠાવવો, વહેંચણી કરવી પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત.
પ્રસ્તાવના :-
રાજ્યમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત ખેતીની જમીનોમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુન:વહેંચણી કરવી, હયાતીમાં હક્ક દાખલ કરવા બાબતેની કાર્યપધ્ધતિ અંગે મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ-(૬)માં દર્શાવેલ પરિપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ. તે અગાઉ પણ ઉપર વંચાણે લીધેલ ક્રમ (૧) થી (૫) ના ઠરાવ/પરિપત્રથી ખેતીની જમીનમાં કૌટુંબિક વહેંચણી અંગે સૂચનાઓ આપવામાં આવેલ. વધુમાં ક્રમ) ઉપરના પરિપત્રના ફકરા-(૭)માં સ્પષ્ટપણે જણાવેલ છે કે આ બાબતે કોઈપણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ કોઈ સૂચના/પરિપત્ર/હૂકમો કરવામાં આવ્યા હોય તે રદ કરવામાં આવે છે. તેમજ મહેસૂલ વિભાગના પરામર્શ સિવાય કોઈ સૂચના માર્ગદર્શન જાહેર નહીં કરવા પણ જણાવેલ છે. આમ છતાં ઉપર વંચાણે લીધેલ ક્રમ-(૬) ઉપરના પરિપત્રની સૂચનાઓ બાદ પણ ખેડૂત ખાતેદારો તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે. જેમાં કેટલીક બાબતોમાં વધુ સ્પષ્ટતા કરવા પણ સૂચનાઓ થયેલ છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા પણ ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી આપવાના સમયે અગાઉના સમયમાં થયેલ હક્ક કમી/હક્ક દાખલા કૌટુંબિક વહેંચણી થયેલ હોય અને તેની નોંધો જે તે સમયે પ્રમાણિત થયેલ હોવા છતાં તેવા કિસ્સાઓમાં સ્ટેમ્પ ડ્યૂટી વસુલવા સંબંધે ગુંચવણો પ્રવર્તે છે.
ખેતીની જમીન ધારણકર્તા પોતાની હયાતીમાં તેમના કાયદેસરના વારસદારોને પોતાની ખેતીની જમીનની પ્રથમ વખતની વહેંચણી કરી આપેલ હોય, હયાતીમાં હક્ક દાખલ કરેલ હોય,ખેડૂત ખાતેદારના મૃત્યુબાદ ખેતીની જમીનની વારસાઈ થયેલ હોઇ વારસદારે પોતાનો હક્ક જતો કરેલ હોય તેવાં પ્રકારમાં,પૈસાની લેવડ-દેવડ થયેલ ન હોય તેવી બિન અવેજ કૌટુંબિક વહેંચણીની અને અગાઉ આ પ્રકારની નોંધ પ્રમાણિત થયેલ હોય ત્યારે બિનખેતીની પરવાનગી આપવાના સમયે રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનું જણાવવાનું રહેશે નહિ.

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
News Live
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment