અવૈધ લગ્નથી જન્મેલાં સંતાનો માતા-પિતાની સંપત્તિમાં હિસ્સો મેળવવા હકદાર સુપ્રીમ કોર્ટ.
એક દૂરોગામી અસરો જન્માવતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે હિન્દુ કાયદા મુજબ । અવૈદ્ય લગ્નથી જન્મેલા બાળકો માતાપિતાની સંપત્તિમાં હિસ્સો મેળવવા હકદાર છે. વર્ષ ૨૦૧૧થી પેન્ડિંગ એક કેસમાં એવો કાનૂની મુદ્દો ઊભો થયો હતો કે લગ્ન કર્યા વિના સ્ત્રી અને પુરુષથી જન્મેલા બાળકો તેનાં માતાપિતાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મેળવવા હકદાર છે કે કેમ? તેઓ હિન્દુ અવિભક્ત કુટુંબની સંપત્તિમાં સહભાગી અધિકાર ધરાવે છે કે કેમ?
ગયા મહિને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મુદ્દે કેટલીક દલીલો સાંભળી હતી કોર્ટે એ મુદ્દે પણ અભ્યાસ કર્યો હતો કે હિન્દુ લગ્ન એક્ટની કલમ ૧૬(૩) હેઠળ આવા બાળકોને તેનાં માતાપિતાએ જાતે ઊભી કરેલી સંપત્તિમાં જ હિસ્સો મેળવવાનો અધિકાર છે. ૩૧ માર્ચ ૨૦૧૧નાં રોજ સુપ્રીમ કોર્ટની બે જિસની બેન્ચે આ કેસ મોટી બેન્ચને મોકલ્યો હતો.
સીજેઆઈએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, એક વખત મૃતકનાં મૃત્યુ પહેલા સંપત્તિની વહેંચણી કરવામાં આવી હોય અને તેમાં જે તે વ્યક્તિને મિલકત ફાળવવામાં આવી હોય તો તેનાં વારસદારો કે જેમાં બાળકો પણ સામેલ હોય તેઓ હિન્દુ મેરેજ એક્ટની કલમ ૧૬ હેઠળ સંપત્તિમાં હિસ્સો મેળવવા હકદાર બનશે.૨૦૧૧માં કોર્ટે કહ્યું હતું કે, અમાન્ય કે અમાન્ય લગ્ન થકી જન્મેલા બાળકો ફક્ત તેનાં માતાપિતાની સંપત્તિમાં હિસ્સો મેળવવા હકદાર બનીને દાવો કરી શકે છે. અન્ય કોઈ બાળકો આ માટે દાવો કરી શકતા નથી.
No comments:
Post a Comment