ગણોતધારા હેઠળની જમીનમાં જુદા-જુદા હેતુઓ માટે પરવાનગી લેવા માટે નિયત થયેલ સમયમર્યાદા બાદ મુદ્દત વધારાના કિસ્સાઓમાં જંત્રી દર લાગુ પાડવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, September 18, 2023

ગણોતધારા હેઠળની જમીનમાં જુદા-જુદા હેતુઓ માટે પરવાનગી લેવા માટે નિયત થયેલ સમયમર્યાદા બાદ મુદ્દત વધારાના કિસ્સાઓમાં જંત્રી દર લાગુ પાડવા બાબત.

 ગણોતધારા હેઠળની જમીનમાં જુદા-જુદા હેતુઓ માટે પરવાનગી લેવા માટે નિયત થયેલ સમયમર્યાદા બાદ મુદ્દત વધારાના કિસ્સાઓમાં જંત્રી દર લાગુ પાડવા બાબત.


ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : ગણત/૧૧૨૦૨૩/૧૧૨૨/૪ સચિવાલય, ગાંધીનગર.તા.૧૨/૦૯/૨૦૨૩


વંચાણે લીધા :

(૧) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક : નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ (પાર્ટ-૨), તા.૦૪/૦૭/૨૦૦૮. 

(૨) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક : એસટીપી/૧૨૨૦૨૩/૨૦/હ૧, તા.૧૩/૦૪/૨૦૨૩.


// પરિપત્ર //

વંચાણે લીધા ક્રમાંક (૧) થી બિનખેતીના હેતુ માટે નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા નક્કી થયેલ કાર્યરીતિમાં એકવીસ દિવસમાં પ્રિમીયમની રકમ ભરવામાં ન આવે તો પ્રકરણ દફ્તરે ન કરવાનુ રહે છે અને કોઇ કિસ્સામાં જો સંબંધિત વ્યક્તિ અરજી કરે તો અને કલેક્ટરશ્રીને કારણો વ્યાજબી જણાય તો કિસ્સાના ગુણદોષ મુજબ કારણોની લેખિત નોંધ કરીને ૨૧ (એકવીસ) દિવસના બદલે નિર્ણયની જાણ કર્યા તારીખેથી કલેક્ટરશ્રી મુદત વધારી શકે છે અને આ સમયગાળા દરમ્યાન જંત્રીના ભાવમાં ફેરફાર થાય તો તે મુજબનું પ્રિમિયમ વસુલવાની જોગવાઇ થયેલ છે.

ગણોતધારા હેઠળની જમીનમાં જુદા-જુદા હેતુઓ માટે પરવાનગી લેવા માટે નિયત થયેલ સમયમર્યાદા બાદ મુદ્દત વધારાના કિસ્સાઓમાં જંત્રી દર લાગુ પાડવા બાબત.

ગણોતધારા હેઠળની જમીનમાં ગણોત નિયમો અને મહેસૂલ વિભાગના વખતો વખતના નોટીફિકેશનથી જુદા-જુદા હેતુઓ માટે વિવિધ કિસ્સામાં પરવાનગી આપવા માટે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના કાયદાઓ અંતર્ગત જુદી-જુદી સમયમર્યાદા માટે કલેક્ટરશ્રીઆને સત્તા સોંપવામાં આવેલ છે. કલેક્ટરશ્રીઓને સોંપવામાં આવેલ સમયમર્યાદા બાદ કલેકટરશ્રી દ્વારા અરજદારશ્રીઓની ઓફલાઇન બિનખેતીના મુદ્દત વધારાની અરજી અન્વયે સરકારશ્રીમાં બિનખેતી કરવા માટે મુદત વધારા અંગે ઓફલાઇન દરખાસ્ત કરવામાં આવતી હોય છે.


કોષ્ટક

૧. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ- ૧૯૪૮

કલમ-૪૩ (પ્રતિબંધિત સત્તા પ્રકારના નિયંત્રણો) 

કલમ-૬૩ (બિનખેતીની પરવાનગી)

કલમ-૬૩ AA (પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે)

૨. સૌરાષ્ટ્ર ઘરખેડ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ -૧૯૪૯

કલમ-૫૪ (બિનખેતીની પરવાનગી)

કલમ-૫૫ (પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે)

૩. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (કચ્છ અને વિદર્ભ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮

કલમ-૫૭ (પ્રતિબંધિત સત્તા પ્રકારના નિયંત્રણો)

કલમ-૮૯ (બિનખેતીની પરવાનગી) 

કલમ-૮૯ A (પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે)


વંચાણે લીધા ક્રમાંક (૨) થી રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી નવા જંત્રી દર અમલમાં મુકવામાં આવેલ છે. આથી ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ જુદા-જુદા કાયદા અંતર્ગત બિનખેતીની પરવાનગી આપવા માટે મુદત વધારાની ઓફલાઇન દરખાસ્તોમાં પ્રિમિયમની રકમમાં જંત્રીદર લાગુ પાડવા સંબંધમાં નીચે મુજબની સુધારા સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.


સુચનાઓ :

(૧) વિભાગ કક્ષાએથી મંજૂર થયેલ તમામ મુદત વધારાની દરખાસ્તોમાં મંજુરીના હુકમની તારીખે પ્રવર્તમાન જંત્રીદર એટલે કે તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં આવેલ નવા જંત્રીદર મુજબનું પ્રિમીયમ વસુલી અથવા તફાવતની રકમ વસુલી મુદત વધારો મંજુર કરવા અને તે સબબ કરેલ હુકમમાં જંત્રીની વિગત/ પ્રિમિયમની વિગત તફાવતની રકમનો ઉલ્લેખ સાથે વિભાગને તુરત જ જાણ કરવાની રહેશે.


(૨) કલેક્ટરશ્રી કક્ષાએ આપવામાં આવતા મુદત વધારાની મંજુરીના હુકમોમાં પણ ઉપર મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

ઉપરોક્ત સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા સંબંધિત સર્વેને જણાવવામાં આવે છે. આ સુચનાઓ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સક્ષમ કક્ષાએ મળેલ મંજુરી અન્વયે પરિપત્રિત કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપા શ્રીના હુકમથી અને તેમના નામે,

No comments: