કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, March 4, 2025

કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી

 કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી

ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. ?

ખેતીની જમીન માટે એક વખત બિનખેતીની પરવાનગી મંજૂર થયા બાદ તે જમીન કોઈ પણ હેતુઓ માટે ખેતીની જમીન રહેતી નથી એટલે કે તેનું ખેતીની જમીન તરીકેનું સ્ટેટ્સ બંધ થઈ જાય છે અને આવી જમીનને ખેતીની જમીનને લગતા કોઈ પણ કાયદા લાગુ પડતા નથી. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. કાયદેસર બિનખેતીની પરવાનગી સત્તાવાળાઓ માટે ખેતીની જમીનને લગતા કોઈ કાયદા હેઠળ નોટિસ કાઢવા પ્રતિરોધ ઉપસ્થિત કરે છે.
(Ref. : રવિચંદ માણેકચંદ શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૬)

No comments: