શિસ્ત વિષયક કાર્યવાહીના સંદર્ભમાં જાહેર સેવા આયોગનો પરામર્શ કરવા બાબત.
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ સીડીઆર- ૧૪૨૦૧૫- ૧૧૩૩-તપાસ એકમ સચિવાલય, ગાંધીનગર. તારીખઃ ૨૯. ૦૯. ૨૦૧૫
વંચાણે લીધાઃ
(૧) સામાન્ય વહીવટ વિભાગનો તાઃ૧૮.૩.૧૯૬૯નો પરિપત્ર ક્રમાંકઃ સીડીઆર-૧૦૬૯-૧૩૧૧-જી
(૨) સામાન્ય વહીવટ વિભાગનો તા:૨૪.૧૧.૧૯૬૯ નો પરિપત્ર ક્રમાંક: સીડીઆર-૧૦૬૮-૪૯૦૭-ગ
(૩) સામાન્ય વહીવટ વિભાગનો તા:૧૫.૬.૧૯૭૮નો પરિપત્ર ક્રમાંક: સીડીઆર-૧૧૭૭-૨૦૬૦-જી
(૪) સામાન્ય વહીવટ વિભાગનો તાઃ૧૮.૧૧.૮૫નો પરિપત્ર ક્રમાંકઃતપસ-૧૫૮૫-૭૬-તપાસ એકમ
(૫) સામાન્ય વહીવટ વિભાગનો તા:૩૧.૩.૧૯૮૯નો પરિપત્ર ક્રમાંક: પીએસસી-૧૦૮૬-૪૦૨૫-ગ.ર
(૬) સામાન્ય વહીવટ વિભાગનો તા-૩૦.૪.૯૨નો પરિપત્ર ક્રમાંક તપસ-૧૫૮૫-૭૬-તપાસ એકમ
(૭) સામાન્ય વહીવટ વિભાગનો તા:૨.૬.૯૨નો પરિપત્ર ક્રમાંક: પીએસસી-૧૦૮૬-૪૦૨૫-ગ.૨
(૮) સામાન્ય વહીવટ વિભાગનો તાઃ૨.૫.૨૦૦૦નો પરિપત્ર ક્રમાંક:પરચ-૧૧૯૯-૧૧૦૨-તપાસ એકમ
(૯) સામાન્ય વહીવટ વિભાગનો તા:૨૩.૩.૨૦૦૫નો પરિપત્ર ક્રમાંક: સીડીઆર-૧૦૨૦૦૪-૧૨૦૭-ત.એ.
(૧૦) સામાન્ય વહીવટ વિભાગનો તા૧૬.૧૧.૨૦૦૫નો પરિપત્ર ક્રમાંક: સીડીઆર-૧૦૨૦૦૪-૧૨૦૭-ત.એ.
(૧૧) સામાન્ય વહીવટ વિભાગનો તા:૧૮.૧૨.૨૦૦૭નો પરિપત્ર ક્રમાંકઃસીડીઆર-૧૪૨૦૦૭-૧૫૫૧-ત.એ.
(૧૨) સામાન્ય વહીવટ વિભાગનો તા:૧૪.૭.૨૦૦૯ નો પરિપત્ર ક્રમાંક:સીડીઆર-૧૬૨૦૦૯-૩૩૦-ત.એ.
(૧૩) સામાન્ય વહીવટ વિભાગનો તાઃ૫.૧૦.૨૦૧૩નો પરિપત્ર ક્રમાંકઃ સીડીઆર-૧૦૨૦૦૪-૧૨૦૭-ત.એ.
(૧૪) સામાન્ય વહીવટ વિભાગનો તા:૩૧.૩.૨૦૧૫નો પરિપત્ર ક્રમાંક: સીડીઆર-૧૦૨૦૦૭-૧૫૫૧-ત.એ.
પ્રસ્તાવનાઃ
જ્યારે આક્ષેપિત ગુજરાત જાહેર સેવા આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગા પર નિમણૂંક ધરાવતો હોય ત્યારે આક્ષેપિતને શિક્ષા કરતાં પહેલાં તેને કરવામાં આવનાર શિક્ષા બાબતે ગુજરાત રાજ્ય સેવા આયોગ (વિચાર વિનિમયમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦ના નિયમ-૧૨ની જોગવાઈ અનુસાર ખાતાકીય તપાસના પ્રકરણોમાં ગુજરાત જાહેર સેવા આયોગનો પરામર્શ કરવાનો રહે છે. આ સંદર્ભમાં ગુજરાત જાહેર સેવા આયોગનો પરામર્શ કરવા બાબતની અલગ અલગ સૂચનાઓ એક સાથે ઉપલબ્ધ થાય તે હેતુથી તે અંગેના સંબંધિત પરિપત્રો સંકલિત કરીને સ્વયં સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે સરકારે ઉપર વંચાણમાં લીધેલ તમામ સંકલિત પરિપત્ર બહાર પાડવાનું નકકી કર્યું છે. પરિપત્રો ધ્યાનમાં લઈ નીચે મુજબનો
આ પરિપત્રમાં સંબંધિત જોગવાઇઓનું સંકલન કરવામાં આવ્યું હોઇ, અર્થઘટનનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં મૂળ જોગવાઈ ધ્યાને લેવાની રહેશે.
પરિપત્ર:
જ્યારે આક્ષેપિત ગુજરાત જાહેર સેવા આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગા પર નિમણૂંક ધરાવતો હોય તો ગુજરાત રાજ્ય સેવા આયોગ (વિચાર વિનિમયમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦ના નિયમ-૧૨ની જોગવાઈ અનુસાર ખાતાકીય તપાસના પ્રકરણોમાં તેને ઠપકો, ઇજાફો અટકાવવો અથવા બઢતી અટકાવવા સિવાયની શિક્ષા કરતાં પહેલાં ગુજરાત જાહેર સેવા આયોગનો પરામર્શ કરવાનો રહે છે. આવા પ્રકરણો અંગે જાહેર સેવા આયોગને પરામર્શ માટે મોકલાતી દરખાસ્ત સાથે રજુ કરવા માટેનું નિયત કરાયેલું ચેકલીસ્ટ આ સાથે રાખેલ છે. આથી જ્યારે જાહેર સેવા આયોગનો પરામર્શ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે આ સાથે રાખેલા ચેકલીસ્ટ મુજબની માહિતી સાથે ગુજરાત જાહેર સેવા આયોગનો પરામર્શ કરવાનો રહે છે.
२. ગુજરાત જાહેર સેવા આયોગનો પરામર્શ કરવામાં થતા વિલંબને નિવારવાના હેતુથી નીચેની બાબતો પરત્વે કાળજી રાખવાની રહેશે.
(৭) આયોગની ભલામણ મેળવવાની દરખાસ્ત ઉપર મુજબના નિયત થયેલ ચેકલીસ્ટ પ્રમાણેની વિગતો સાથે રજુ કરવી. ચેકલીસ્ટના તમામ કોલમોમાં દર્શાવવી જરૂરી હોય તેવી તમામ વિગતો / માહિતી યોગ્ય રીતે દર્શાવીને રજુ કરવી તથા તે અન્વયે ચેકલીસ્ટ સાથે સામેલ રાખવા પાત્ર થતી તમામ વિગતો / કાગળોની સુવાચ્યપ્રતો બિડાણ તરીકે સામેલ રાખવી.
(२) આયોગ સમક્ષ ભલામણ અર્થે મોકલવાની દરખાસ્તની પૂરેપૂરી ચકાસણી કરી તે બરાબર રીતે તૈયાર થયેલ હોવાનું અને જરૂરી બિડાણ સહિતની હોવાનું દરખાસ્ત પર સહી કરનાર અધિકારીએ સુનિશ્ચિત કરી દરખાસ્ત આયોગને મોકલવી જેથી દરખાસ્તની કોઇ પણ પ્રકારની અપૂર્તતાને મુદ્દે બિનજરૂરી પત્રવ્યવહાર નિવારી શકાય અને આયોગ માટે આવા કારણોસર પ્રકરણ પરત કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય નહીં.
3. સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસને પરિણામે કરવામાં આવતી બરતરફી, રૂખસદ કે ફરજિયાત નિવૃત્તિની શિક્ષાને લગતા હુકમનો મુસદ્દો ખાતાકીય તપાસના કાગળો સાથે જરૂર જણાયે કાયદા વિભાગને કાયદાકિય દ્રષ્ટિએ તપાસી જવા માટે મોકલવા. કાયદા વિભાગ આ મુસદ્દો અને ખાતાકીય તપાસને લગતી સમગ્ર કાર્યવાહીની ચકાસણી કરશે. ખાતાકીય તપાસની આ પ્રક્રિયામાં કોઇ ગંભીર ક્ષતિ થયેલ હોય અને જેના પરિણામે સૂચિત હુકમને અસર થવાનો સંભવ હોવાનું જણાય તો કાયદા વિભાગ તે તરફ જે તે વિભાગનું ધ્યાન દોરશે. જો કોઇ પ્રકરણમાં કાયદા વિભાગનો પરામર્શ કરવાની જરૂરિયાત હોય તો કાયદા વિભાગનો પરામર્શ પહેલાં કરી લેવો પછી જ આયોગને દરખાસ્ત રજુ કરવાની રહેશે.
४. જો આયોગ સરકારે સૂચવેલ શિક્ષા સાથે સહમત હોય તો તે અંગેના આખરી હુકમો આયોગની સલાહ મળ્યાના એક માસ સુધીમાં અચૂક કરવાના રહેશે.
५. જે કિસ્સામાં ગુજરાત જાહેર સેવા આયોગ સરકારે સૂચવેલી શિક્ષા સાથે સહમત ન હોય તે કિસ્સામાં,
(৭) આયોગે સરકારશ્રીના નિર્ણય સાથે સહમતી ન દર્શાવી હોય અને આયોગને પુનઃ વિચારણા કરવાની દરખાસ્ત કરવા જેવો કેસ ન હોવાનું જણાય તો, એટલે કે આયોગની સલાહનો સ્વીકાર કરવાનું સરકારને યોગ્ય જણાતું હોય તો તે કેસમાં શિક્ષાના આખરી હુકમો આયોગની સલાહ મળ્યાથી એક માસની સમય મર્યાદામાં અચૂક કરવા.
(२) સરકારની દરખાસ્ત સાથે આયોગ જ્યારે પ્રથમ તબક્કે સહમત ન થાય ત્યારે આયોગની સલાહનો અસ્વીકાર કરવાની કોઇ પણ વિચારણા કરતાં પહેલાં સામાન્ય વહીવટ વિભાગના પરામર્શમાં આયોગને આવી દરખાસ્ત પુનઃ વિચારણા માટે મોકલી આપવી. પછી ભલે પુનઃ વિચારણા વખતે મોકલેલી દરખાસ્ત સમયે મૂળ દરખાસ્તના કારણો બદલાતા હોય કે ન બદલાતા હોય તો પણ આયોગને પુનઃ વિચારણા માટેની દરખાસ્ત કરવી જ. આની પાછળનો મૂળ આશય આયોગની સલાહ પર અસ્વીકારની કોઇ પણ વિચારણા કરતાં અગાઉ આયોગને પુનઃ વિચારણા માટે પૂરતો અવકાશ પૂરો પાડવાનો છે.
(૩) જે કેસો ઉપર (૨) માં દર્શાવ્યા અનુસાર સરકાર દ્વારા આયોગને પુનઃ વિચારણા માટે મોકલવામાં આવે અને આયોગ પુનઃ વિચારણા બાદ પણ સરકારશ્રીના નિર્ણય સાથે સહમત ન થાય અને તેવા કેસોમાં આ તબક્કે જો આયોગની સલાહનો સ્વીકાર કરવાનું સરકારને યોગ્ય જણાતું હોય તો તે કિસ્સામાં શિક્ષાના હુકમો કરવા ઉપર (૧) મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવાની રહેશે.
(૪) સરકારે પુનઃ વિચારણા માટે મોકલેલ દરખાસ્ત સાથે આયોગ પુનઃવિચારણાને અંતે પણ સહમત ન થાય અને આયોગની સલાહનો સ્વીકાર કરવાનું સરકારને યોગ્ય ન જણાય તો આયોગની સલાહનો અસ્વીકાર કરવાની દરખાસ્ત સંબંધિત વિભાગોએ સામાન્ય વહીવટ વિભાગ મારફતે માન. મુખ્યમંત્રીશ્રીની કક્ષા સુધી સરકારની વિચારણા માટે રજૂ કરવી અને આવી વિચારણા સમયે નીચે દર્શાવેલ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે.
(ક) આયોગની સલાહના અસ્વીકારની જે દરખાસ્તો સરકારને વિચારણા માટે રજૂ કરવામાં આવે તેની સાથે જ આયોગની સલાહના અસ્વીકારના સ્પષ્ટ કારણો દર્શાવતી સ્પષ્ટીકરણાત્મક નોંધ ત્રણ નકલમાં તૈયાર કરીને અચૂક રજૂ કરવી.
(ખ) આવી સ્પષ્ટીકરણાત્મક નોંધમાં તેમજ જે કારણોસર આયોગની સલાહનો અસ્વીકાર કરવાનો હોય તે અંગેના કારણો યોગ્ય સ્વરૂપમાં સ્પષ્ટ પણે રજુ કરવામાં આવે તે જરૂરી છે. આવી નોંધમાં તમામ હકીકતલક્ષી બાબતોનું નિરૂપણ કરવામાં આવેલ હોય તેમ જ તે અંગેની ખાતરી જે તે વિભાગના સચિવ / અગ્ર સચિવ / અધિક મુખ્ય સચિવશ્રીએ કરી તેઓની અનુમતિ સાથે જ આવી નોંધ દરખાસ્ત સાથે રજૂ કરવી.
(ગ) આ પ્રકારે અસ્વીકારનો નિર્ણય થયા બાદ એક માસમાં ઘટતા હુકમો કરવાના રહેશે.
૬. ગુજરાત રાજ્ય સેવા(શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ની જોગવાઈ અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગની સલાહ શિક્ષાના આખરી હુકમની સાથે આક્ષેપિતને પૂરી પાડવાની હોય છે. સરકાર દ્વારા કરવામાં આવેલ શિક્ષાની દરખાસ્ત સાથે ગુજરાત જાહેર સેવા આયોગ સહમત હોય તો તે કિસ્સામાં આ પદ્ધતિ બરાબર છે. પરંતુ, આક્ષેપિતને કરવાની થતી શિક્ષાનો નિર્ણય આયોગની સલાહ પર આધારિત હોય તો આયોગની સલાહની નકલ આક્ષેપિત અધિકારીને પૂરી પાડીને આયોગની સલાહ પરત્વે રજૂઆત કરવા માટે
આક્ષેપિતને પંદર દિવસનો સમય આપવાનો રહે છે. શિક્ષાના હુકમો કરતાં પહેલાં શિસ્ત અધિકારીએ અન્ય બાબતોની સાથેસાથે આક્ષેપિત અધિકારીની આ રજૂઆત પણ ધ્યાને લેવાની રહેશે.
No comments:
Post a Comment