Saturday, March 22, 2025
New
હિન્દુ લગ્ન કાયદા હેઠળ, બાળક પુખ્ત વયે હોય અને શિક્ષણ મેળવી રહ્યું હોય તો પણ અને તે આર્થિક રીતે સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તેને ભરણપોષણનો અધિકાર છે.
હિન્દુ લગ્ન કાયદા 1955 હેઠળ બાળકોને ભરણ પોષણ મેળવવાનો અધિકાર સ્પષ્ટ છે. જો બાળકના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. તો તેનું લગ્નજીવન પૂર્ણ થાય છે. તો સવાલ એ થાય કે, બાળકોને ભરણપોષણ મેળવવાનો અધિકાર શું હોય છે. આ સંદર્ભમાં ભારતીય ન્યાયતંત્રે કેટલાક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે.
હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ બાળકોના ભરણપોષણનો અધિકાર માતા અને પિતા બંન્નેનો છે. જો લગ્ન છૂટાછેડા અથવા અલગ થવાના કિસ્સામાં તો કોર્ટ બાળકના ભરણપોષણ માટે આદેશ આપી શકે છે.
પિતા અને માતા બંને બાળકોના ભરણપોષણ માટે જવાબદાર છે, અને કોને ભરણપોષણ આપવામાં આવશે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો છે, અથવા જો બંને પાસેથી ભરણપોષણ લેવામાં આવશે, તો તેની રકમ કેટલી હશે.
હિન્દુ લગ્ન કાયદા હેઠળ, બાળકને જન્મથી જ સ્વતંત્ર રીતે જીવવા માટે સક્ષમ બને ત્યાં સુધી ભરણપોષણનો અધિકાર છે. ખાસ કરીને જો તે વ્યક્તિ સગીર હોય (સામાન્ય રીતે 18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક).
ભરણ પોષણમાં માત્ર આર્થિક સમર્થન નહી પરંતુ બાળકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે માત્ર નાણાકીય સહાયની જ જરુર નથી પરંતુ પરંતુ માતાપિતા તરફથી યોગ્ય સંભાળ અને માર્ગદર્શનની પણ જરૂર પડે છે.
હિન્દુ લગ્ન કાયદા હેઠળ, બાળકોને ભરણપોષણનો અધિકાર છે, અને સુપ્રીમ કોર્ટના ચુકાદાએ વધુ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના હિતમાં ભરણપોષણની રકમ નક્કી કરવાની જવાબદારી માતાપિતાની છે.
જો છૂટાછેડા અથવા લગ્ન રદ થાય, તો કોર્ટ બાળકોના ભરણપોષણ માટે યોગ્ય આદેશ આપી શકે છે, અને આ કાનૂની અધિકાર બાળકોના હિતમાં છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(all photo : canva)
સંદર્ભ :- Nirupa Duva Mar 19, 2025 | 7:46 AM
Tv9Gujarati News

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment