મહેસૂલી નોંધના સંબંધમાં વાંધો લેનાર "કોઈપણ વ્યક્તિ" એટલે જમીનની તબદીલીમાં હિતસંબંધ ધરાવતી વ્યક્તિ
ગુજરાતમાં જમીન-મિલકત અને વીલ-વારસાઈની બાબતોમાં નિપુણ અને અધિકારીક અભિપ્રાય આપતા એક પ્રતિષ્ઠિત વકીલ અને લિગલ કન્સલટન્ટ છે. દાયકાઓના અનુભવ સાથે, તેમણે અગ્રણી કાનૂની વિશેષજ્ઞ નિષ્ણાત તરીકે ઓળખ મેળવી છે. તે માત્ર વકીલ જ નહીં, પરંતુ કાનૂની બાબતોના લેખક, સંકલનકર્તા, વક્તા, ટીવી પ્રેઝન્ટર તેમજ લોકપ્રિય અખબારના કોલમિસ્ટ પણ છે ઉપરાંત તેઓ સેમિનારના માધ્યમથી કાયદાકીય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેમને કાનૂની ક્ષેત્રે એક આઇકન તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે કોઈ જમીનોની તબદીલી કે ટ્રાન્સફર રજી. વેચાણ દસ્તાવેજ થકી કરવામાં આવે ત્યારે રેવેન્યુ દફતરે હક્કપત્રકમાં નોંધો દાખલ કરવામાં આવે છે અને જમીનમાં હિત ધરાવનાર વ્યક્તિઓને સક્ષમ રેવેન્યુ ઓથોરીટી/અધિકારીશ્રી દ્વારા નોટિસો કાઢવામાં આવે છે. જેથી રેવન્યુ દફતરે ફેરફાર નોંધ દાખલ થતાં જમીનમાં હિત ધરાવનાર વ્યક્તિને તેવી નોંષ સામે તકરાર હોય તો તેવા હિત ધરાવનાર વ્યક્તિ તેવી ફેરફાર નોંધ વિરુદ્ધ સક્ષમ ઓથોરીટી સક્ષમ વાંધા અરજી રજૂ કરી શકે.
પરંતુ કેટલાક કિસ્સાઓમાં જમીનમાં દાખલ થતી ફેરફાર નોંષ વિરુદ્ધ હિત ધરાવનાર અથવા તો હિત ન ધરાવનાર એવા કોઈ ત્રાહિત કોઈપણ વ્યક્તિઓ દ્વારા પણ વાંધા અરજીઓ આપી નોંધ તકરારી કરવામાં આવે છે. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલ ના કેસમાં કાયદાકિય જોગવાઈનું સાચું અર્થઘટન કરી 'કોઈપણ વ્યક્તિ વાંધો આપે તો તે વાંધા અરજી આપનાર વ્યક્તિ જમીનની તબદિલીમાં હિતસંબંધ ધરાવતી વ્યક્તિ હોવા જરૂરી છે.
આમ, ઉપર વર્ણવ્યા મુજબ "મહેસૂલી નોંધના સંબંધમાં "કોઈપણ વ્યક્તિ" એટલે જમીનની તબદીલીમાં હિતસંબંધ ધરાવતી વ્યક્તિ" તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાર્દિક સુનિલભાઈ અગ્રવાલ વિરુદ્ધ પ્રાંત ઓફિસર કડી, સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશન નં.૩૦૩૮/૨૦૨૩, ૩૦૩૯/૨૦૨૩, ૩૦૪૦/૨૦૨૩ ના કામે તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યૂમ-૧, ઇસ્યુ-૩, માર્ચ-૨૦૨૪, પાનાં નં.૨૪૧) કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
પ્રશ્નવાળી જમીનોના માલિક તેમજ કબજેદાર તરીકે અરજદાર ચાલી આવેલા અને અરજદાર દ્વારા રજી. વેચાણ દસ્તાવેજ થકી બચાવકર્તા નું ૩ની તરફેણમાં તબદીલ/ટ્રાન્સફર કરેલ, જે રજી.
વેચાણ દસ્તાવેજોની ફેરફાર નોંધ ગામ નમૂના નં.૬ ના હક્કપત્રકમાં કરવામાં આવેલી. બચાવકર્તા નં.૪ કે જેઓ માહિતી અધિકાર અધિનિયમ હેઠળના એક્ટિવિસ્ટ હતા અને તેઓએ વેચાણની ફેરફાર નોંધો પ્રમાણિત કરવા સામે લેખિત વાંધા અરજી આપેલ કે અરજદાર ખેડૂત નથી. જેથી નીથો તકરારી રજીસ્ટરે દાખલ કરી અરજદારને નોટિસ કાઢવામાં આવેલ. જે બચાવકર્તા નં. ૪ દ્વારા ઊભા કરાયેલ વાંધાના આધારે તકરારી કેસો નોંધીને બચાવકર્તા સત્તાધિકારીઓ દ્વારા કાઢવામાં આવેલ નોટિસને પડકારેલ.
નામદાર હાઈકોર્ટે "કોઈપણ વ્યક્તિ" મહેસુલી રેકર્ડમાં પાડવાની થતી ફેરફાર નોંધ પરત્વે વાંષા ઉપસ્થિત કરી શકે કે કેમ, એવા મુદ્દાને ધ્યાને લેવા માટે સંહિતાની કલમ-૧૩૫(ડી)ની જોગવાઈઓ ધ્યાને લેતા ઠરાવેલ કે, સંહિતાની કલમ-૧૩૫(ડી) ની પેટાકલમ-(૨) હક્કપત્રકોમાંથી અથવા ફેરફાર નોંધના રજિસ્ટરમાંથી દેખાઈ આવતી તમામ હિતસંબંધ ધરાવતી વ્યક્તિઓને અથવા જેઓને ફેરફાર નોંધ પાડવામાં હિતસંબંધ હોય તેઓને અથવા અન્ય એવી વ્યક્તિ કે જેના માટે નોંધણી
કરનાર સત્તાધિકારીને તે હિતસંબંધ ધરાવે છે એવું માનવાને કારણ હોય તેને જાણ કરીને ફેરફાર નોંધના રજીસ્ટરમાં નોંધ પાડવાની જોગવાઈ કરે છે. સંહિતાની કલમ ૧૩પ(ડી)ની પેટાકલમ-(3) જોગવાઈ કરે છે કે, જો કોઈ વાંધા કોઈ વ્યક્તિ પાસેથી કયાં તો હાથે તૈયાર કરીને અથવા તો ઇલેક્ટ્રોનિક રીતે મેળવવામાં આવેલ હોય તો તેવા વાંયાની વિગતો તકરારી કેસોના રજિસ્ટરમાં દાખલ કરવાની અને તે જ રીતે તેવા વાંષા દાખલ કરનાર વ્યક્તિને તેવા સંબંધ મળ્યાની પહોંચ આપવાની નિયુક્ત અધિકારીની ફરજ છે, તેથી
સંહિતાની કલમ ૧૩પ(ડી)ની પેટાકલમ (૩) જોગવાઈ કરે છે કે, જ્યારે નિયુક્ત અધિકારી દ્વારા "કોઈપણ વ્યક્તિ" પાસેથી કોઈ વાંધા મેલળવવામાં આવે છે તો પછી તેવા વાંધા તકરારી કેસોના રજીસ્ટરમાં દાખલ કરવાની તેમની ફરજ છે. તેથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું "કોઈપણ વ્યક્તિ" એવા શબ્દોનું અર્થઘટન સામાન્ય બોલીમાં કરવું જોઇએ કે પછી મર્યાદિત રીતે કરાવવું જોઈશે.
નામદાર હાઇકોર્ટ દ્વારા નાસિરખાન નિવાસખાન પઠાણ વિ. ડિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ ઓફિસરના કેસમાં કાયદામાં વપરાયેલ અભિવ્યક્તિ કે શબ્દ કે શબ્દમૂહના મુદ્દાને આ મુદ્દાને આ પ્રમાણે ધ્યાને લીધા છે : "૨૯. "noscitur a soils" ના સિદ્ધાંતને તેની પાછળ એક હેતુ અને નીતિ છે તેનો અર્થ જોડાયેલ/આજુબાજુના શબ્દો થકી ઓળખાવું એવો થાય છે. એક વૈથાનિક બોલી આમ તેની સાથે જોડાયેલ શબ્દો થકી ઓળખવામાં/સમજવામાં આવે છે. લેટિન મેક્ષિમ "noscitur a solis" ના સિદ્ધાંત જણાવે છે કે જે વડે એક શબ્દ અથવા શબ્દમૂહને જાણે તે એકલો/સ્વતંત્ર હોય તે રીતે અર્થઘટિત કરાવો જોઈએ નહીં.
તેમજ "ejusdem generis"ના સિદ્ધાંત અથવા નિયમ ભાષાકીય સૂચિતાર્થમાંથી ઉદભવે છે કે જે વડે વાસ્તવમાં વિસ્તૃત અર્થ ધરાવતાં અથવા શંકાસ્પદ અર્થ પરાવતા શબ્દોને, જ્યારે એકલા/સ્વતંત્ર શબ્દ તરીકે લેવામાં આવે ત્યારે, શાબ્દિક પરિપેક્ષ થકી તેનો અવકાશ ઘટી ગયો હોય તે રીતે ગણવામાં આવે છે.
આમ, "noscitur a solis" તેમજ સાથે સાથે "ejusdem generis'ના સિદ્ધાંતો ધ્યાને લેતાં "કોઈપણ વ્યક્તિ" એવા શબ્દને માત્ર મર્યાદિત અર્થમાં જ ધ્યાને લેવાનો રહેશે અને જમીન ઉપરના અધિકારની તબદીલી કે જેના માટે ફેરફાર નોંધ પાડવી જરૂરી હોય તેમાં હિતસંબંધ પરાવતી વ્યક્તિ જ સંહિતાની કલમ ૧૩પ(ડી)ની પેટા-કલમ (૩) હેઠળ વાંષા ઉપસ્થિત કરી શકે, તેથી બચાવકર્તા-સત્તાધિકારીઓ તકરારી કેસોના રજિસ્ટરમાં નોંય પાડીને બચાવકર્તા નં:૪ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ વાંધાની ન્યાયિક નોંધ લેવામાં ન્યાયપૂર્ણ નહોતા.
આમ, નામદાર હાઈકોર્ટના ઉપરોક્ત ચૂકદાઓને ધ્યાને લેતા એવું કહી શકાય કે, કાયદાકિય જોગવાઈનું સાચું અર્થઘટન કરી મહેસૂલી નોંધના સંબંધમાં વાંધો લેનાર 'કોઈપણ વ્યક્તિ' વાંષો આપે તો તે વાંધા અરજી આપનાર વ્યક્તિ જમીનની તબદિલીમાં હિતસંબંધ ધરાવતી વ્યક્તિ હોવા જરૂરી છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇસ્યુ-૩, માર્ચ-૨૦૨૪, પાનાં નં.૨૪૧)
No comments:
Post a Comment